ગૂગલનાં પ્લે સ્ટોરે તાજેતરમાં તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે તેનો તદ્દન નવો લોગો પણ બહાર પાડ્યો. વર્ષ 2012માં શરુ થયેલું Google Play Store આજે એપ્લિકેશન માટેનાં એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે. ગૂગલે છેલ્લાં 10 વર્ષની સૌથી લોકપ્રિય એપ્સની યાદી બહાર પાડી છે જેણે ભારતમાં 'એક પેઢી'ને વ્યાખ્યાયિત કરી છે. ઈન્સ્ટન્ટ મેસેન્જર WhatsAppથી લઈને Amazon India જેવાં શોપિંગ પ્લેટફોર્મ સુધીની અહીં છેલ્લાં દાયકાની ટોચની 10 એપ્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ.
વ્હોટ્સએપ
આ યાદીમાં પહેલા નંબર પર છે વ્હોટ્સએપ. એન્ડ્રોઇડ સ્માર્ટફોન ધરાવતાં દરેક વ્યક્તિ માટે આ એક પોપ્યુુલર મેસેજિંગ એપ બની ચૂકી છે. આ એપ્લિકેશને પોતે પણ છેલ્લાં 10 વર્ષોમાં ઘણાં ફેરફાર કરીને યુઝર્સને પોતાની સાથે જકડી રાખ્યાં છે. મેસેજિંગ એપ તરીકે પોતાની સફર શરુ કરનાર આ એપ આજે તમને વૉઇસ કોલ, વિડિયો કૉલ, UPIથી પૈસાની લેવડ-દેવડ અને બિઝનેલ કરવાની પણ સુવિધા આપે છે.
શેરચેટ
શેરચેટ એ અન્ય એક સોશિયલ મીડિયા મેસેજિંગ એપ છે, જે મૂળ ભારતીય એપ છે. આ એપનો ઉપયોગ લાખો ભારતીયો મેસેજીસ, શુભેચ્છાઓ આપવા, પ્રસંગોની ઉજવણીનાં મેસેજ, તહેવારોની શુભેચ્છાઓ અને કેટલીક ટૂંકી શાયરીઓ શેર કરવા માટે કરે છે.
જિયો સાવન
આ એપ એક મ્યુઝિક-સ્ટ્રીમિંગ પ્લેયર છે, જે યુઝર્સને સારો એવો મ્યુઝિક એક્સપીરિયન્સ પૂરો પાડે છે. જિયો સાવન એપ પહેલાં સાવન તરીકે ઓળખાતી હતી. તમે તમારાં ડેટા કનેક્શન સાથે અમર્યાદિત મ્યુઝિક સ્ટ્રીમિંગનો આનંદ માણવા માગતા હોવ તો ફોન પર આ એપ ખૂબ જ જરૂરી છે.
MX પ્લેયર
MX પ્લેયરનો પોતાનો જ એક અલગ ચાહકવર્ગ છે. એકદમ વિશ્વસનીય અને સુસંગત એપની શરૂઆત ફીચર લોડેડ મીડિયા પ્લેયર તરીકે થઈ હતી. આ એપ તમને તમારા ઑફલાઇન મીડિયા માટે સબટાઈટલ સપોર્ટ જેવી સુવિધાઓ ઓફર કરે છે, જેનો પહેલાનાં મીડિયા પ્લેયરમાં અભાવ હતો. જો કે, વર્તમાન સમયમાં તો આ એપ એક પોપ્યુલર OTT પ્લેટફોર્મ પણ બની ચૂકી છે.
ડિઝની+ હોટસ્ટાર
ડિઝની+ હોટસ્ટાર ફક્ત હોટસ્ટાર તરીકે શરૂ થયું.સ્ટાર-નેટવર્ક એપ્લિકેશનનાં શરૂઆતનાં સ્ટ્રીમિંગ દિવસો એવા ઘણાં લોકો માટે નવો અનુભવ લાવ્યા કે, જેઓ તાજેતરમાં જ મનોરંજનની દુનિયા સાથે જોડાયા હતાં.હોટસ્ટારે ટીવી શેડ્યૂલ દ્વારા નિર્ધારિત સીમાઓને તોડીને લોકોને પોતાનાં મનપસંદ પ્રોગ્રામ્સ પોતાના સમયે જોવાની સ્વતંત્રતા આપી અને તેનાથી તેના યુઝર્સમાં પણ વધારો જોવા મળ્યો.
એમેઝોન ઈન્ડિયા
એમેઝોન ઈન્ડિયા એપ ભારતીયો માટે એ અનુભવ લાવ્યું, જેના માટે એમેઝોન આખા વિશ્વમાં જાણીતું હતું. આ એપ ભારતની ડિજિટલ ક્રાંતિમાં ચાવીરૂપ હતી અને તેણે ઓનલાઈન વેચાણના લોકપ્રિય વલણને પણ શરૂ કર્યું.એમેઝોને ઈ-કોમર્સને વ્યાપકપણે જાણીતો શબ્દ બનાવવામાં મદદ કરી અને લોકોને ઓનલાઈન શોપિંગમાં ભરપૂર ફાયદા અપાવ્યા.
ફ્લિપકાર્ટ
એમેઝોન ઈન્ડિયાની જેમ જ ભારતની પોતાની ઈ-કોમર્સ પ્લેયર ફ્લિપકાર્ટ પણ ફેશન અને પુસ્તકો સિવાયની કેટેગરીમાં ઓનલાઈન શોપિંગ કરતાં ગ્રાહકો માટે એક નોંધપાત્ર ઉમેરો હતો. આમાં ફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને ઘણું બધું સામેલ હતું.
ટ્રુ કોલર
આ એપ માત્ર એક જ સુવિધા માટે ઘણાં એન્ડ્રોઇડ ફોન્સ પર જોવા મળતી લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે. આ એપનું મુખ્ય કાર્ય તમને ફોન કરનાર વ્યક્તિ કોણ છે? તે જણાવવાનો છે પછી તે ફોન નંબર તમારા મોબાઈલમાં સેવ હોય કે ના હોય. જો કે, હવે આ એપમાં મેસેજિંગની પણ સુવિધા મળે છે.
પેટીએમ
COVID રોગચાળા દરમિયાન ભારતનાં ડિજિટલાઈઝેશનનાં પાયામાં ઓનલાઈન ચૂકવણી માટે એક મહત્વપૂર્ણ UPI પ્લેટફોર્મ બન્યું હતું. પેટીએમ એક એવી એપ હતી, જે ભારતની પોતાની ફીચર-પેક્ડ ડિજિટલ વોલેટ સેવા છે. આ એપ યુઝર્સને તેમનાં બેંક ખાતામાંથી ડિજિટલ વોલેટમાં રકમ ટ્રાન્સફર કરવા દે છે, જેનો ઉપયોગ ટિકિટ બુક કરવા, પ્રીપેડ નંબર રિચાર્જ કરવા અને તમારા ઘરનાં બિલ ચૂકવણી માટે થઈ શકે છે.
ફોન પે
આ એપ અન્ય એક ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ હતું, જેણે પેટીએમ જેવી સમાન સેવાઓ ઓફર કરી હતી, જે યુઝર્સને ઘરેબેઠાં પૈસાની લેવડ-દેવડ કરવાનો લાભ આપે છે અને સારાં એવા રીવોર્ડ પણ આપે છે. આ એપ્લિકેશને યુઝર્સને ફ્યુઅલ સ્ટેશનો પર કેશબેક ઓફર આપીને મોટી સંખ્યામાં યુઝર્સને એકત્રિત કર્યા, જે પછી તે વધુ ઇંધણ અથવા બિલ અને રિચાર્જ જેવા અન્ય વ્યવહારો માટે રિડીમ કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.