ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:355 ડિગ્રી રોટેટ થતો 1 CCTV કેમેરા 3 કેમેરાની ગરજ સારશે, CCTV કેમેરા ખરીદતાં પહેલાં આ ટિપ્સ જાણી લો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપથી કન્ટ્રોલ થઈ શકતા હોય તેવા CCTV કેમેરાની પસંદગી કરો

CCTV કેમેરા આજની તારીખમાં ઘર અને દુકાનમાં સિક્યોરિટી માટે એક મહત્ત્વની જરૂરિયાત બન્યા છે. બધા જ CCTV કેમેરા એક જેવાં હોતાં નથી. તેવામાં કયા CCTV કેમેરા ખરીદવા જોઈએ, CCTV કેમેરા ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની જાણ હોવી જોઈએ. જો તમે CCTV કેમેરા ખરીદવાના હો તો આ ટિપ્સ જાણી લીધા બાદ તેની ખરીદી કરો.

પેન અને ટિલ્ટ

દરેક ખૂણે CCTV કેમેરા લગાવવા કરતાં પેન અને ટિલ્ટ હોય તેવા કેમેરા ઈન્સ્ટોલ્ડ કરવા સારાં પડશે. માર્કેટમાં એવા અનેક ઓપ્શન અવેલેબલ છે જેના કેમેરા 355 ડિગ્રી રોટેટ થાય છે અને 90 ડિગ્રી સુધી ટિલ્ટ થાય છે. આ ફીચરથી એક જ કેમેરા મેક્સિમમ એરિયા કવર કરે છે. તેથી 4 કેમેરાની જરૂર હોય તો તેનું કામ 2 કેમેરાથી જ થઈ જાય છે. એપથી કન્ટ્રોલ થઈ શકતા હોય તેવા CCTV કેમેરાની પસંદગી કરો.

મોશન અને ઓડિયો સેન્સર

CCTV કેમેરા ખરીદતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે CCTV કેમેરામાં કયાં સેન્સર છે. જો CCTV કેમેરામાં મોશન અને ઓડિયો સેન્સર હોય તો ઘણું સારું રહેશે. આ સેન્સર્સ કોઈ પણ અસામાન્ય ગતિવિધિ અને અવાજ પર નજર રાખે છે. તેનાં સેન્સર્સ કોઈ પણ અસામાન્ય ગતિવિધિઓ જોઈ યુઝરને અલર્ટ કરે છે. જોકે આ સેન્સર્સથી સજ્જ કેમેરા થોડા મોંઘા હોય છે.

ઈન્ફ્રારેડ LEDથી સજ્જ

રાત પડેને કેમેરા રતાંધળા થઈ જાય તેવા CCTV નકામા સાબિત થાય છે તેથી CCTV કેમેરા ખરીદતી વખતે હંમેશાં ધ્યાન રાખો કે તેમાં નાઈટ વિઝન સપોર્ટ હોય. તેના માટે કેમેરાની ચારેબાજુ ઈન્ફ્રારેડ LED બલ્બ અટેચ હોય છે. ઘોર અંધારું હોય તો પણ CCTV કેમેરા કેપ્ચરિંગ કરે છે. નાઈટ વિઝન સપોર્ટિવ કેમેરાની ખરીદી કરતી વખતે ધ્યાન રાખો કે તેમાં કેટલા ઈન્ફ્રારેડ LED બલ્બ આપેલાં છે. મેક્સિમમ ઈન્ફ્રારેડ બલ્બ હાઈ ક્વોલિટી રિઝલ્ટ આપશે.

અન્ય સમાચારો પણ છે...