- Gujarati News
- Utility
- Gadgets
- Cayman 17 And Cayman 17 Pro Smartphones With 64MP Quad Rear Camera Launched, Available At ₹ 1999 Buds Free Under The Launch Offer
ટેક્નોના 2 નવા સ્માર્ટફોન:64MP ક્વૉડ રિઅર કેમેરાથી સજ્જ 'કેમન 17' અને 'કેમન 17 પ્રો' સ્માર્ટફોન લોન્ચ થયાં, લોન્ચિંગ ઓફર હેઠળ ₹1999ના બડ્સ ફ્રીમાં મળશે
- કેમન 17 પ્રોના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે
- બંને ફોનમાં સિક્યોરિટી માટે સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
ચાઈનીઝ કંપની ટેક્નોએ કેમન સિરીઝના 2 નવા સ્માર્ટફોન 'કેમન 17' અને 'કેમન 17 પ્રો' લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. કેમન 17 પ્રોમાં 48MPનો સેલ્ફી કેમેરા અને કેમન 17માં 16MPનો કેમેરા મળે છે. બંનેમાં પંચ હોલ ડિસ્પ્લે મળે છે.
ટેક્નો કેમન 17 પ્રો અને કેમન 17ની કિંમત
કેમન 17 પ્રોના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ફોનનું આર્કિટિક ડાઉન કલર વેરિઅન્ટ ખરીદી શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ કંપની 1999 કિંમતના ફ્રી બડ્સ ઓફર કરી રહી છે. સાથે જ HDFC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.
બીજી તરફ કેમન 17ના 6GB+128GB વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. તેના ફ્રોસ્ટ સિલ્વર, સ્પ્રૂસ ગ્રીન અને મેગ્નેટ બ્લેક કલર વેરિઅન્ટ ખરીદી શકાશે. HDFC બેંકનાં ડિબેટ અને ક્રેડિટ કાર્ડ પર કંપની 10%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. બંને ફોનનું વેચાણ 26 જુલાઈથી એમેઝોન પર થશે.
ટેક્નો કેમન 17 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ HiOS v7.6 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 6.8 ઈંચની ફુલ HD+ IPS ડિસ્પ્લે મળે છે. તે 500 નિટ્સ બ્રાઈટનેસ અને 1080x2460 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 180Hz છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર સાથે 8GBની રેમ મળશે. ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે. ફોન 256GBનું માઈક્રો SD કાર્ડ સપોર્ટ કરે છે.
- ફોટો અને વીડિયોગ્રાફી માટે તેમાં 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 48MPનો ફ્રન્ટ કેમેરા છે.
- ફોનમાં 5,000mAhની બેટરી મળે છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તે 37 દિવસનો સ્ટેન્ડબાય આપે છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
- તે ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi (2.4GHz અને 5GHz), બ્લુટૂથ v5, GPS સહિતના ઓપ્શન મળે છે. ફોનનું ડાયમેન્શન 168.89x76.98x8.95mm છે.
ટેક્નો કેમન 17નાં સ્પેસિફિકેશન
- આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ HiOS v7.6 OS પર રન કરે છે. ફોનમાં 6.8 ઈંચની ફુલ HD+ IPS ડિસ્પ્લે મળે છે. તે 500 નિટ્સ બ્રાઈટનેસ અને 1080x2460 પિક્સલનું રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz અને ટચ સેમ્પલિંગ રેટ 180Hz છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર સાથે 6GB રેમ મળશે.
- ફોટો અને વીડિયોગ્રાફી તેમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તે ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ સાથે આવે છે.
- ફોન 5,000mAhની બેટરીથી સજ્જ છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi (2.4GHz અને 5GHz), બ્લુટૂથ v5, GPS સહિતના ઓપ્શન મળે છે. ફોનનું ડાયમેન્શન 168.67x76.44x8.82mm છે.