ટેક ગાઈડ:કોઈ અન્ય વ્યક્તિ તો શું હેકર પણ વ્હોટ્સએપ ચેટ લીક નહિ કરી શકે, બસ આ 5 વાતોનું ધ્યાન રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવસ દરમિયાનની ચેટ વ્હોટ્સએપ રાતે ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરે છે
  • વ્હોટ્સએપ ચેટ ઈન્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ ક્લાઉડમાં સેવ થયેલું કન્ટેન્ટ ઈન્ક્રિપ્ટેડ હોતું નથી

એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ટેક્નોલોજીને કારણે વ્હોટ્સએપને સૌથી સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે. તો પણ ઘણી વખત ચેટ લીક અથવા વાઈરલ થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ સેલિબ્રિટીની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. ત્યારબાદ લોકોના મનમાં વ્હોટ્સઅપની સુરક્ષા માટે અનેક સવાલો ઊભા થયા હતા.

જોકે વ્હોટ્સએપ તેનાં યુઝર્સને ઘણાં સિક્યોરિટી ફીચર્સ પ્રોવાઈડ કરે છે, જેથી અકાઉન્ટ સુરક્ષિત રાખી શકાય છે. ચેટ સિક્યોર રહે તે માટે યુઝર્સે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો જાણીએ તમે કેવી રીતે વ્હોટ્સએપ ચેટને લીક થતાં બચાવી શકો છો...

1. ક્લાઉડ બેકઅપ ડિસેબલ કરો

  • દિવસ દરમિયાનની ચેટ વ્હોટ્સએપ રાતે તેનાં ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરે છે. એટલા માટે કે યુઝર વ્હોટ્સએપ અન ઈન્સ્ટોલ કરે અથવા નવાં ફોનમાં અકાઉન્ટ ઓપન કરે તો ક્લાઉડ સ્ટોરેજની જૂની ચેટ અને મીડિયા ફાઈલ્સ રિકવર થઈ શકે.
  • વ્હોટ્સએપ ચેટ તો ઈન્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ ક્લાઉડ કન્ટેન્ટ ઈન્ક્રિપ્ટેડ હોતું નથી. તેવામાં જો તે કોઈ હેકરને તમારા બેકએપનો એક્સેસ મળી જાય તો તે સરળતાથી બીજા ડિવાઈસમાં વ્હોટ્સએપ ચેટનું બેકઅપ લઈ તેને વાંચી શકે છે.
  • જો તમને એ ચિંતા રહે છે કે તમારી વ્હોટ્સએપ ચેટ ખરાબ હાથમાં ન જતી રહે, તો તરત જ ઓટોમેટિક ક્લાઉડ ઓપ્શન ડિસેબલ કરી દો. જોકે, આમ કરવાથી તમે એકવાર વ્હોટ્સએપ અન ઈન્સ્ટોલ કરો છો તો ફરી ઈન્સ્ટોલ કરવા પર જૂની ચેટ રિકવર નહિ કરી શકો.
  • ડિસેબલ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો...WhatsApp Settings > Chats > Chat Backup > Back up to Google Drive option > select Never.

2. મેન્યુઅલ ઈન્ક્રિપ્શન ચેક કરો

  • વ્હોટ્સએપ ચેટ ઈન્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ તેને આપમેળે પણ ચેક કરી શકાય છે. ચેક કરવા માટે ચેટ ઓપન કરી નામ પર ક્લિક કરો અને ત્યારબાદ ઈન્ક્રિપ્શન ઓપ્શન પર ક્લિક કરો.
  • ટેપ કર્યા બાદ પૉપઅપ દેખાશે, તેમાં QR કોડ અને નીચે 40 કોડ જોવા મળશે. આ સિક્યોરિટી કોડ હોય છે. તે વ્હોટ્સએપ આઈડેન્ટિટી હોય છે, તેને અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકાય છે.
  • જો તમે સુનિશ્ચિત કરવા માગો છો કે તમારી વ્હોટ્સએપ ચેટ સુરક્ષિત છે કે નહિ તો ફોનમાં દેખાતા આ કોડ અન્ય યુઝરના કોડથી વેરિફાઈ કરો. જો તમારા બંનેને કોડ એકસમાન હોય તો ચિંતાની કોઈ વાત નથી તમારી ચેટ સુરક્ષિત છે.

3. ટુ સ્ટેપ વેરિફિકેશન

  • ટુ સ્ટેપ વેરિફિકેશનથી અકાઉન્ટ વધારે સિક્યોર કરી શકાય છે. જો તમે આ ફીચર એક્ટિવ રાખ્યું હશે તો જ્યારે પણ કોઈ અન્ય ડિવાઈસ પર અકાઉન્ટ ઓપન કરશો તો 6-ડિજિટ કોડ માગશે, જે માત્ર તમને જ ખબર છે.
  • તેવામાં જો કોઈ હેકરના હાથમાં તમારો નંબર કે વોટ્સએપ અકાઉન્ટની ડિટેલ આવી હાય તો પણ તે વોટ્સએપનો ઉપયોગ નહિ કરી શકે. કારણ કે ઉપયોગ કરવા માટે તેને 6 ડિજિટ કોડની જરૂર પડશે.
  • તેને એક્ટિવ કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો..Menu > Settings > Account > Two-step verification > Enable. આ એક્ટિવ કરવા માટે તમારે ઈમેલ એડ્રેસ પણ આપવાનું રહેશે, જેથી તે ભૂલી જાઓ તો કોડ બીજીવાર રિકવર કરી શકાય.

4. એક્ટિવ ફિંગરપ્રિન્ટ/ફેસ ID સિક્યોરિટી

  • વ્હોટ્સએપ બાયોમેટ્રિક સિક્યોરિટી પણ આપે છે. યુઝર પોતાની ફિંગરપ્રિન્ટ કે ફેસ IDથી વોટ્સએપને સેફ રાખી શકે છે.
  • એન્ડ્રોઈડ યુઝર્સ તેને એક્ટિવ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો..Settings > Accounts > Privacy > Fingerprint Unlock.
  • આ જ રીતે એપલ યુઝર્સ પણ ફેસ ID એક્ટિવ કરી શકે છે. તેનો ફાયદો એ થશે કે જો તમારો ફોન ચોરી કે ખોવાઈ ગયો હોય કે કોઈ અજાણ્યાના હાથમાં આવી જાય તો પણ ચેટ સેફ જ રહેશે.

5. સ્કેમમાં ન ફસાઓ

  • છેલ્લો પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ નિયમ-વ્હોટ્સએપ ગ્રુપમાં આવતી કોઈ પણ અનનોન લિંક પર વિચાર્યા વગર ક્લિક ના કરો. તે સ્પાયવેર હોઈ શકે છે, જે તમારા ફોનની પર્સનલ માહિતીઓ ચોરી શકે છે.
  • આ ઉપરાંત કોઈ પણ અજાણ્યા નંબરે ઇનબોક્સમાં મોકલેલી ફાઈલ ડાઉનલોડ ના કરો. જો કે, તેનાથી સેફ રહેવા માટે વોટ્સએપમાં ફીચર અવેલેબલ છે.
  • આ ફીચરથી તમારી પરમિશનથી કોણ તમને ગ્રુપમાં એડ કરી શકે છે અને કોણ એડ નથી કરી શકતું એ નક્કી કરી શકાય છે.
  • આવું કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો..Settings > Account > Privacy > Groups > My Contacts.
  • આ ફીચર એક્ટિવ કરવાથી કોઈ અન્ય વ્યક્તિ તમને અજાણ્યા ગ્રુપમાં એડ નહિ કરી શકે.
અન્ય સમાચારો પણ છે...