તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
CES 2021ના પ્રથમ દિવસે અનેક પ્રોડક્ટ્સ ચર્ચામાં રહી. AI બેઝ્ડ હોમ અપ્લાયન્સિસ અને રોબોટ સહિત શૉમાં લાઈફ સરળ બનાવતી અનેક ઈનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ થઈ. જાણો આ ઈનોવેટિવ પ્રોડક્ટ્સ કઈ છે અને તે શા માટે ખાસ છે...
1. બીનાટોન માસ્કફોન: કિંમત 3700 રૂપિયાની આસપાસ રહેશે
હોન્ગ કોન્ગ બેઝ્ડ ઈલેક્ટ્રોનિક્સ કંપની બીનાટોનનો ફેસ માસ્ક દેખાવમાં રેગ્યુલર માસ્ક જેવો જ છે પરંતુ તેના કામ જરા એડવાન્સ છે. માસ્કમાં N95 ફિલ્ટર્સ લાગેલા છે જેનાથી પ્રદૂષણ સામે રક્ષણ મળશે. તેમાં માઈક્રોફોન અને ઈયરબડ્સ પણ છે તેની મદદથી કોલ્ડ અટેન્ડ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે તેમાં 13 કલાકની બેટરી લાઈફ મળશે. તેની સંભવિત કિંમત 3700 રૂપિયા સુધી હશે. તેને એપથી કનેક્ટ કરી એલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ એક્સેસ કરી શકાશે.
2. TCLનો રોલેબલ ફોન: ટેપ કરતાં જ સ્ક્રીન સાઈઝ વધશે
ટીવી માટે પોપ્યુલર TCL હવે સ્માર્ટફોન સેગમેન્ટમાં એન્ટ્રી કરી રહી છે. શૉમાં કંરનીએ રોલેબલ ફોનના 2 કોન્સેપ્ટ રજૂ કર્યા છે. તેમાં એક 6.7 ઈંચનો ફોન છે તેની ખાસિયત એ છે કે સિંગલ ટેપ કરતાં જ ફોનની સ્ક્રીન વધી 7.8 ઈંચમાં કન્વર્ટ થઈ જાય છે. આ સિવાય કંપનીએ 17 ઈંચનો OLED સ્ક્રોલિંગ ડિસ્પ્લેવાળો ફોન પણ રજૂ કર્યો છે. જોકે હાલ તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. રોલેબલ કોન્સેપ્ટ સિવાય કંપનીએ 5 અપકમિંગ મોડેલ પણ રજૂ કર્યા છે.
3. LGએ ટીઝ કર્યો રોલેબલ ફોન: મોટો વ્યૂ એરિયા મળશે
LGએ પોતાની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જ રોલેબલ સ્માર્ટફોન ટીઝ કર્યો હતો. જોકે કંપનીએ તેના વિશે કોઈ માહિતી આપી નથી. શૉની શરૂઆતમાં એક વ્યક્તિ કોન્સેપ્ટ ફોનમાં LG ઈવેન્ટ નિહાળતો નજરે ચડે છે. તે પ્રમાણે ફોનમાં વ્યૂ એરિયા ઘણો મોટો હશે. ટૂંક સમયમાં તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
4. રોલેબલ ચેસ બોર્ડ કમ્પ્યુટરઃ માર્ચમાં આવશે, કિંમત 15 હજાર રૂ.
ટેક કંપની સ્ક્વાયર ઓફે એક નવું રોલેબલ ચેસ બોર્ડ કમ્પ્યુટર રજૂ કર્યું છે. આ પ્રોડક્ટમાં કંપનીએ AI અને કનેક્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ઘરે બેસીને દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિની સાથે ચેસ રમી શકાશે. તેને રોલેબલ ડિઝાઈન આપવામાં આવી છે જેથી તેને ક્યાંય પણ સરળતાથી લઈ જઈ શકાશે. ચેસ બોર્ડને નવા મોડ્યુલર ગેમિંગ સેટઅપ 'સ્વેપ'ની સાથે રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે એક જ બોર્ડ પર ચેસ, ચેકર્સ અને હાલમા સહિત અન્ય ગેમ્સ પણ રમી શકાશે. તેને અગાઉના મોડેલના સસ્તા વર્ઝન તરીકે રજૂ કરવામાં આવ્યું છે તેથી તેમાં સેલ્ફ-મૂવિંગ પીસની સુવિધા નહીં હોય. તેને માર્ચ 2021 સુધી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે અને તેની કિંમત લગભગ 15 હજાર રૂપિયા સુધી હશે.
5. LG ટ્રાન્સપરન્ટ OLED ટીવીઃ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરાંમાં ઉપયોગ કરી શકાશે
LGએ ટ્રાન્સપરન્ટ OLED ડિસ્પ્લે રજૂ કરી. ખાસ વાત એ છે કે તેને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે મેટ્રોમાં પણ ઉપયોગ કરી શકાશે. મુસાફરો તેમાં વાતાવરણ અને રસ્તાની જાણકારીની સાથે રસ્તાની સુંદરતાનો આનંદ માણી શકશે. તે ઉપરાંત કંપનીએ એક બીજા ટીવીનો ડેમો આપ્યો, જેમાં કસ્ટમર રેસ્ટોરાંમાં 55 ઈંચના ટ્રાન્સપરન્ટ LED ડિસ્પ્લેની સામે બેસેલો જોવા મળે છે. ડિસ્પ્લે પર મેન્યુની સાથે સ્પોર્ટ્સ સહિત ઘણા પ્રકારની જાણકારી જોઈ શકાશે સાથે કસ્ટમર ડિસ્પ્લેની બીજી તરફ ઉભેલા શેફ સાથે પણ વાત કરીને પોતાનો ઓર્ડર આપી શકશે. આ ડિસ્પ્લેની એકદમ નીચે એક લાંબી 23.1 ઈંચની ટચ-ડિસ્પ્લે પણ હતી, જેનો ઉપયોગ શેફને બોલાવવા, ખરીદી કરવા અને એન્ટરટેઈનમેન્ટ માટે કરી શકાય છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.