એમેઝોન-ફ્લિપકાર્ટ પર કાર્યવાહીની માગ:વિદેશી ઈ કોમર્સ કંપનીઓ પર FDI નિયમોના ઉલ્લંઘનનો આરોપ, CAITએ કડક કાર્યવાહીની માગણી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમેઝોન પર 1.20 લાખ કરોડ અને ફ્લિપકાર્ટ પર 3.8 લાખ કરોડ રૂપિયાના દંડની માગ
  • CAITએ આખા દેશમાં આ કંપનીઓ વિરુદ્ધ 20 નવેમ્બરથી 40 દિવસનું અભિયાન શરૂ કર્યું છે

ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર એક વાર ફરી સરકારની નીતિઓનું ઉલ્લંધન કરવાનો આરોપ લાગ્યો છે. CAIT (કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)એ આ કંપનીઓના મનમરજી વલણો અને FDI માપદંડોનું ઉલ્લંઘન કરવા માટે મોટી કાર્યવાહીની માગ કરી છે.

CAITએ કહ્યું કે, ઈ કોમર્સ કંપનીઓ નીતિ અને કાયદાનું ઉલ્લંધન કરી રહી છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો પણ મળી રહી છે, પરંતુ હવે કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી. આ જ કારણ છે કે મજબૂર થઈ CAITએ દેશભરમાં 20 નવેમ્બરથી 40 દિવસોનું અભિયાન શરૂ કર્યું છે.

વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ હેઠળ કાર્યવાહીની માગ
CAITએ એમેઝોન વિરુદ્ધ ફરિયાદ કરતા ગુરુપ્રસાદ મહાપાત્ર, સચિવ, આંતરિક વેપાર અને ઉદ્યોગ સંવર્ધન વિભાગ (DPIIT)ને અરજી મોકલી છે. સંસ્થાએ એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને વિરુદ્ધ વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 હેઠળ બનેલા અલગ નિયમોના ઉલ્લંઘનો અને ગુનાઓ માટે તેમને દોષી ગણાવ્યા છે. સાથે જ કાર્યવાહી અને દંડની માગ કરી છે

ભારતીય કંપનીઓ પર કન્ટ્રોલ

  • CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેરવાલે કહ્યું કે, ઈ કોમર્સના ઈવેન્ટ્રી આધારિત મોડેલ માટે FDIમાં અનુમતિ નથી, તો પણ ઈ કોમર્સ કંપનીઓ પરોક્ષ રીતે ભારતીયો કંપનીઓને નિયંત્રિત કરી રહી છે. તેમના દ્વારા કરવામાં આવેલા પ્રમુખ ઉલ્લંઘનોમાંથી એક એમેઝોન દ્વારા ફ્યુચર રિટેલ લિમિટેડ પર નિયંત્રણનો દાવો સામેલ છે.
  • આ સિવાય એમેઝોન દ્વારા મોર રિટેલ લિમિટેડ જે એક મલ્ટિ બ્રાન્ડરિટેલર છે, તેના પર નિયંત્રણ છે. વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટનું નિયંત્રણ આદિત્ય બિડલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ પર છે, જે એક મલ્ટિ બ્રાન્ડ રિટેલ કંપની છે. ફ્લિપકાર્ટ અપ્રત્યક્ષ રીતે વિક્રેતાઓ અથવા તેમની ઈન્વેન્ટ્રીને નિયંત્રિત કરે છે. તેના ઈ કોમર્સ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ પર તેનું નિયંત્રણ છે.
  • એમઝોન ઇનડાયરેક્ટ રીતે પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માર્કેટપ્લેસ પર વિક્રેતાઓ કે તેમની ઇન્વેન્ટ્રી કન્ટ્રોલ કરે છે. એમેઝોન રિટેલ પેન્ટ્રી પોતાના ઈ-કોમર્સ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ પર મલ્ટી-બ્રાંડ ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. એમેઝોને કથિત રીતે 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ ભારતીય ઈ-કોમર્સ માર્કેટ પર કબજો મેળવવાના ઉદ્દેશથી કર્યું છે. જે ભારતના કરોડો નાના વેપારીઓના ધંધા માટે જોખમ બની ગયું છે.

1999ની ધારા 13 હેઠળ દંડ કરવાની માગ
ભરતિયા અને ખંડેરવાલે DPIIT સચિવને મોકલેલા મેમોરેન્ડમમાં CAITએ એમેઝોન પર વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999ની ધારા 13 હેઠળ દંડ ફટકારવાની માગ કરી છે. તે રોકાણ કરતાં ત્રણ ગણું છે,જે ફેમા નિયમોના ઉલ્લંઘનમાં પણ સામેલ છે. એમેઝોન પર 1,20,000 કરોડ રૂપિયા અને ફ્લિપકાર્ટ પર 3.8 લાખ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની માગ છે. રિટેલ વેપાર ભારતીય અર્થવ્યવસ્થાની જીવન રેખા છે અને ભારતીય વસ્તીની 25%થી વધારે લોકોને રોજગાર અને આજીવિકા પૂરી પાડે છે. બીજા દેશોની જેમ એમઝોન અને વોલમાર્ટના કેપિટલ ડમ્પિંગની વિપરિત અસર ભારત પર પણ પડી છે, જ્યાં લાખો લોકો બેરોજગાર થઇ ગયા છે.

નાના અને મધ્યમ વેપારીઓને નુકસાન

  • ભરતિયા અને ખંડેરવાલે કહ્યું કે, ફેમા નિયમો તે હજારો નાના અને મધ્યમ ધંધાના હિતની રક્ષા માટે છે, જે મર્યાદિત સંસાધનોને લીધે વિદેશી કંપનીઓ વિરુદ્ધ ઊભા રહી શકતા નથી. જેમણે કોઈ પણ દેશમાં જવાની અનુમતિ મળી હોય અને ત્યાં સ્થાનિક ઉદ્યોગ નષ્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
  • એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને કંપનીઓ વિદેશી વિનિમય વ્યવસ્થાપનનાં નિયમો, 2019નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને પોતાનું સંચાલન કરી રહી છે. પણ આવું કરતી વખતે કદાચ તેને તથ્યો ખબર નથી કે ભારત એક ગણરાજ્ય નથી પણ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને કાયદા દ્વારા ચાલતો શાસિત દેશ છે. આથી તેમણે તાત્કાલિક ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરવાનું બંધ કરી દેવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...