ન્યૂ લોન્ચ:13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ 'રિયલમી C21Y' સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹9000 કરતાં પણ ઓછી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે
  • સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

રિયલમીએ ભારતીય બજારમાં તેનો લૉ બજેટ સ્માર્ટફોન 'C21Y' લોન્ચ કર્યો છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 5,000mAhની બેટરી મળે છે. આ ફોન રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. અર્થાત્ ફોનથી અન્ય સ્માર્ટફોન કે ગેજેટ્સ ચાર્જ કરી શકાય છે. ફોનમાં સુપર સેવિંગ મોડ મળે છે. આ મોડ ઓન કર્યા બાદ 5% બેટરી હોય તો પણ ફોન 2.33 દિવસનું બેકઅપ આપે છે. ભારતમાં આ ફોનની ટક્કર રેડમી 9, ઈન્ફિનિક્સ હોટ 10S અને નોકિયા G20થી થશે.

રિયલમી C21Yની કિંમત અને ઉપલબ્ધતા

ફોનનાં બે રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8999 રૂપિયા છે. 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. ફોનના ક્રોસ બ્લેક અને ક્રોસ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે.

રિયલમી C21Yનાં સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ રિયલમી UI OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે. ફોનમાં ઓક્ટાકોર Unisoc T610 પ્રોસેસર સાથે માલી G52 GPU મળે છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ v5.0, GPS/ A-GPS, માઈક્રો USB અને 3.5mmના ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનની બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.

ભારતમાં રિયલમીનો પગપેસારો
લૉ સેગમેન્ટ સ્માર્ટફોનને લીધે રિયલમી હવે ભારતીય માર્કેટમાં તેની પકડ મજબૂત બનાવી રહી છે. ભારતમાં ટોપ-5 સ્માર્ટફોન કંપનીઓની લિસ્ટમાં રિયલમી સામેલ છે. 2020ના પહેલા ક્વાટરમાં કંપનીનો માર્કેટ શેર 14%, બીજા ક્વાટરમાં 11%, ત્રીજા ક્વાટરમાં 15% અને ચોથા ક્વાટરમાં 11% છે. આખા વર્ષ દરમિયાન કંપનીનો માર્કેટ શેર 12.75% રહ્યો છે. 2021ના પ્રથમ ક્વાટરમાં 11% અને બીજા ક્વાટરમાં 15% માર્કેટ શેર રહ્યો છે.