તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે જિયો ફોનથી વ્હોટ્સએપ વોઈસ કોલિંગ થશે:ફોનમાં જૂનાં વ્હોટ્સએપને અપડેટ કરીને યુઝર્સ આ ફીચર વાપરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપે ફેબ્રુઆરી 2015માં સ્માર્ટફોન પર વોઈસ કોલિંગની શરુઆત કરી હતી
  • વોઈસ કોલિંગ માટે વ્હોટ્સએપનું 2.2110.41 વર્ઝન ડાઉનલોડ કરવું પડશે

ભારતમાં એવા ઘણા લોકો છે જે લોકો ફોન મજબૂરીમાં રાખે છે. ઘણા લોકો સિમ્પલ ફોનને વધારે મહત્ત્વ આપે છે. તેની કિંમત પણ ઓછી હોય છે અને સરળતાથી જોડે રાખી શકાય છે. આ જ વાતનું ધ્યાન રાખીને જિયોએ સિમ્પલ 4G ફોન લોન્ચ કર્યો હતો. આ ફોન માટે નવી વ્હોટ્સએપ અપડેટ આવી છે. તેનાથી યુઝર્સ જિયો ફોન પર પણ વ્હોટ્સએપ કોલ કરી શકશે.

નવું ફીચર વોઈસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) ટેક્નોલોજી પર કામ કરે છે. વ્હોટ્સએપ કોલ કરવા માટે Wi-Fi કે મોબાઈલ ડેટા ક્નેક્ટિવિટી એક્ટિવ હોવી જરૂરી છે. વ્હોટ્સએપનું કહેવું છે કે, વોઈસ કોલિંગ હવે આખી દુનિયાના લાખો સ્માર્ટ ફીચર ફોનમાં મળવા લાગી છે. જિયો ફોનમાં વ્હોટ્સએપ 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, 2019થી આ KaiOS બેઝ્ડ ફીચર ફોન પર મળવાનું શરુ થયું હતું.

વ્હોટ્સએપનું નવું વર્ઝન ડાઉનલોડ કરવું પડશે
વોઈસ કોલિંગ માટે યુઝર્સને જિયો ફોન અને અન્ય KaiOS ડિવાઈસ પર વ્હોટ્સએપનું 2.2110.41 વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ થયા પછી યુઝર્સ પોતાના કોઈ પણ ચેટ થ્રેડમાં
Options > Voice call પર જઈને વ્હોટ્સએપ કોલ કરી શકે છે. જિયો ફોન સહિત અન્ય ફીચર ફોન પર પણ યુઝર્સ વ્હોટ્સએપ વોઈસ કોલ અટેન્ડ કરી શકે છે. જો કે, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના માધ્યમથી કોલિંગ માટે ફોનમાં વાઈ-ફાઈ કે સેલ્યુઅર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.

વ્હોટ્સએપે ફેબ્રુઆરી 2015માં સ્માર્ટફોન પર વોઈસ કોલિંગની શરુઆત કરી હતી
રિલીઝ પછીથી વ્હોટ્સએપ મોટાભાગે KaiOS ફોન પર પ્રીલોડેડ થાય છે. કંપનીનો દાવો છે કે, આ એપમાં આખી દુનિયામાં સૌથી વધારે એક્ટિવ યુઝર્સ છે. જો કે, આ રિલેટેડ કંપનીએ ઓફિશિયલ ડેટા આપ્યો નથી. કંપનીએ સ્માર્ટફોનમાં ફેબ્રુઆરી, 2015માં વોટ્સએપ વોઈસ કોલ ફીચરથી શરુઆત કરી હતી. ડેસ્કટોપ યુઝર્સ માટે આ વર્ષે માર્ચ મહિનામાં આ ફીચર લોન્ચ કર્યું હતું. તેનાથી વિન્ડોઝ અને મેક એપ્સથી વ્હોટ્સએપ વોઈસ કોલ સરળતાથી કરી શકાય છે,

KaiOS ટેક્નોલોજી શું છે?
KaiOS ટેક્નોલોજીમાં લિનક્સ (Linux) ઓપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ ફોન સામેલ છે. તેમાં 4G LTE E, VoLTE, GPS અને Wi-Fi સપોર્ટ કરે છે. મેમરી ઓછી હોય છે આથી બેટરી ઓછી ખર્ચાય છે.

KaiOS ટેક્નોલોજીના CEO સેબેસ્ટિયન કોડવિલેએ કહ્યું, વ્હોટ્સએપ દરેક માટે ઉપયોગી વસ્તુઓ સરળ બનાવવાનું કામ કરી રહી છે. તે અમુક કમ્યુનિટી અને સિનિયર સિટીઝન માટે સિમ્પલ ડિવાઈઝનું ધ્યાન રાખે છે. હવે વોઈસ કોલિંગ સુવિધાની સાથે યુઝર્સ સરળતાથી કોઈ પણ સમયે ગમે ત્યાં ઓછા ખર્ચમાં કોલ કરી શકે છે.