• Gujarati News
  • Utility
  • Gadgets
  • By Following This Trick, Call Back From A Virtual Number Without Sharing Your Number, And Unwanted Phone Calls And Messages Can Also Be Blocked.

ટેક ગાઇડ:દૂસરા એપથી તમારો ફોન નંબર અજાણ્યા લોકોના હાથમાં જતો બચાવો, વણજોઇતા કૉલ અને મેસેજથી છૂટકારો મેળવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ એપની ટ્રિક અપનાવી લોકેશન બેઝ્ડ કોલ બ્લોક ઓપ્શનનો પણ લાભ ઉઠાવી શકાશે
  • આ ટ્રિક માત્ર ભારતીય યુઝર્સ માટે જ અવેલેબલ છે

આજકાલ કુરિયરથી લઈને નાનામાં નાની સર્વિસ માટે આપણો ફોન નંબર શૅર કરવાની પ્રેક્ટિસ સામાન્ય થઈ પડી છે. પરંતુ આપણે ઝાઝું વિચાર્યા વગર શૅર કરેલો આપણો નંબર ક્યાં અને કેવા કામમાં વપરાશે તે આપણને ખબર હોતી નથી. ખાસ કરીને મહિલાઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી નંબર શૅર કરવો હિતાવહ હોતો નથી. ઘણી વખત તમારે કોઈ સંસ્થા કે વ્યક્તિને કોલ કરવો પડે તેમ હોય છે અથવા તો તમારા ફોનમાં કોઈ અનનોન નંબરથી આવેલા કોલને પણ કોલ બૅક કરવો પડે છે. તેવામાં તમે જો તમે તમારો એક્ચ્યુઅલ નંબર આવા અજાણ્યા યુઝર્સને શેર કરવા માગતા ન હો, તો આ સ્થિતિનું સ્માર્ટ અને સલામત સોલ્યુશન લાવવા માટે એક ભારતીય સ્ટાર્ટઅપ શરૂ થયું છે. નામ છે 'દૂસરા' (Doosra). આ દૂસરા એપ તેના નામ પ્રમાણે તેની એપ મારફતે અજાણી વ્યક્તિને કૉલ કરતી વખતે સામેવાળી વ્યક્તિના ફોનમાં આપણા સાચુકલા નંબરને બદલે એક નવો જ નંબર ડિસ્પ્લે કરાવે છે. આ ટ્રિકથી તમે તમારો સાચુકલો નંબર પણ સંતાડી શકો છો અને અનવૉન્ટેડ સ્પેમ કોલ અને મેસેજથી પણ છૂટકારો મેળવી શકો છો.

Doosra એપ

  • આ એપથી તમે તમારો વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી શકો છો. એપનો ઉપયોગ કરી કૉલ કરશો તો સામેવાળા યુઝર્સને કોઈ અલગ જ નંબર દેખાશે.
  • તમારી પ્રાઈવસી જાળવવા માટે અને તમારો એક્ચ્યુઅલ નંબર હાઈડ કરવા માટે સૌ પ્રથમ આ એપ ઈન્સ્ટોલ્ડ કરી તમારો એક્ચ્યુઅલ ફોન નંબર સબમિટ કરી પાસવર્ડ જનરેટ કરો. ત્યારબાદ એપમાં તમારો Doosra નંબર શૉ થશે જે એક પ્રકારનો વર્ચ્યુઅલ નંબર હશે. હવે તમે પ્રાઈવસી સેટિંગમાં જઈને બ્લોક અનનોન કોલ્સ અને વોઈસમેલ જેવી સર્વિસનો લાભ ઉઠાવી શકો છો.
  • આ એપનો ફાયદો એ છે કે શોપિંગ સેન્ટર, મોલ કે અમસ્તા કોઈ સર્વે અથવા સર્વિસ માટે તમે તમારો એક્ચ્યુઅલ નંબર શેર કરવાનો બદલે તમારો Doosra નંબર શેર કરી શકો છો. સાથે જ Doosra નંબરથી તમારો એક્ચ્યુઅલ નંબર જાહેર કર્યા વગર અનનોન નંબરને કોલ બેક કરી શકો છો.

આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને માટે અવેલેબલ

  • Doosra નંબર પર જેટલા પણ કોલ આવશે તે એપમાં સ્ટોર રહેશે.
  • આ એક વોઈસ મેઈલ સર્વિસ પણ છે. Doosra નંબર પર કરેલા કોલ ઓટો બ્લોક હોય છે. સેટિંગમાં જઈને તેને અન બ્લોક પણ કરી શકાય છે.
  • કોલ ઓટો બ્લોક ઓપ્શન સિલેક્ટ કરેલો હશે તો Doosra નંબર પર કોલ કરવા માટે સામેવાળા યુઝર્સને તમે ઉપલબ્ધ નથી તેવું જાણવા મળશે. જોકે અન્ય યુઝર્સ તમને વોઈસ મેસેજ સેન્ડ કરી શકે છે. આ વોઈસ મેસેજ Doosra એપમાં સ્ટોર થશે. તમે તેને એક ટેપમાં જ સાંભળી શકશો.
  • Doosra એપ સ્ટાર્ટ અપે ઝોમેટો, સ્વિગી, ઓલા અને ઘણી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. તે અંતર્ગત આ ડિલિવરી સર્વિસના કોલ્સ ઓટો બ્લોક રહેતા નથી. તેથી તમને ફૂડ અથવા અન્ય પ્રોડક્ટ ડિલિવરી માટેના કોલ તમારા એક્ચ્યુઅલ નંબર પર જ આવશે.

આ એપ કેવી રીતે કામ કરે છે?

  • Doosra સ્ટાર્ટ અપના ફાઉન્ડર અને CEO આદિત્યના જણાવ્યા અનુસાર, એપની સર્વિસ માટે કંપનીએ ટેલિકોમ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. તે હેઠળ ગ્રાહકોને એક વર્ચ્યુઅલ નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે.
  • જોકે આ નંબરથી તમે કોઈને કોલ નથી કરી શકતા નથી ન તો કોઈ સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ પર અકાઉન્ટ ક્રિએટ કરી શકાય છે.

Doosra એપની ખાસિયતો

  • આ એપનું ઈન્ટરફેસ સરળ છે. કોલ બ્લોક અને અનબ્લોક પણ કરી શકાય છે. એપમાં કોલ્સ, વોઈસ મેસેજ અને ટેક્સ્ટ મેસેજનો ઓપ્શન મળે છે.
  • એપ ઓપન કરવા પર Doosra નંબર પર આવેલા કોલ્સનું લિસ્ટ જોઈ શકાય છે, વોઈસ મેસેજ સાંભળી શકાય છે અને ટેક્સ્ટ મેસેજ જોઈ શકાય છે.
  • મજાની વાત એ છે કે એપમાં લોકેશન બેઝ્ડ કોલ બ્લોકનો પણ ઓપ્શન મળે છે. તેમાં મેક્સિમમ 60 મિનિટનો સમય મળે છે.

એપની સર્વિસ માટે પૈસા ચૂકવવાના રહેશે

  • અલબત્ત, આ સર્વિસ ફ્રી નથી. તેનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ પૈસા આપવા પડશે. હાલ 6 મહિના અથવા 12 મહિનાના પ્લાનની પસંદગી કરી શકાય છે.
  • 6 મહિના માટે 499 રૂપિયા અને 12 મહિના માટે 699 રૂપયા ચૂકવવા પડશે.
  • તેમાં એક્સ્ટ્રા પૈસા આપીને VIP નંબર પણ મેળવી શકાય છે.
  • આ એપની સર્વિસ ભારતીય સિમ ધરાવતા ગ્રાહકો માટે જ અવેલેબલ છે.
અન્ય સમાચારો પણ છે...