તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટા લીક:ક્રિપ્ટો એક્સચેન્જ અને વોલેટ BuyUcoinના ડેટા લીક, 3.25 લાખ ભારતીય યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફરી એક વાર ભારતીય યુઝર્સનો ડેટા લીક થયો છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રાજશેખર રાજહરિયાએ જણાવ્યું છે કે, દિલ્હી-NCR બેઝ઼્ડ ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને વોલેટ, BuyUcoinના આશરે 3.25 લાખ યુઝર્સના સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર લીક થયાં છે. તેમાં યુઝર્સના નામ, ઈમેલ, મોબાઈલ નંબર, ઈન્ક્રિપ્ટેડ પાસવર્ડ, યુઝર વોલેટ ડિટેલ, ઓર્ડર ડિટેલ, બેંક ડિટેલ, KYC ડિટેલ (PAN કાર્ડ, પાસપોર્ટ નંબર) અને ડિપોઝિટ હિસ્ટ્રી સંબંધિત માહિતી સામેલ છે. તેમણે કહ્યું કે, આ ખૂબ ગંભીર હેક છે કારણ કે ફાયનાન્શિયલ, બેંકિંગ અને KYC ડિટેલ ડાર્ક વેબ પર લીક થઈ છે.

આ હેકિંગ શાઈનીહન્ટર્સ ગ્રુપે કર્યું
સાયબર સિક્યોરિટી ફર્મ કેલા રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી લિમિટેડના રિસર્ચર્સે સૌથી પહેલાં ચોરી કરવામાં આવેલા ડેટાની શોધ કરી. તેમણે કહ્યું કે આ હેકિંગ ગ્રુપ શાઈનીહન્ટર્સનું કામ છે. કેલા રિસર્ચમાં ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ વિક્ટોરિયા કિવિલેવિચે જણાવ્યું કે ગત ઉનાળામાં શાઈનીહન્ટર્સે ફ્રીમાં લીક ડેટા જાહેર કર્યા હતા.

ઘણી મોટી કંપનીઓને શાઈનીહન્ટર્સ ગ્રુપ ટાર્ગેટ કરી ચૂક્યું છે
તાજેતરમાં જ શાઈનીહન્ટર્સે ફ્રી ઓનલાઈન ફોટો એડિટિંગ સાઈટ પિક્સલારથી 1.90 કરોડ યુઝર્સનો ડેટા ચોરી કર્યો. રાજહરિયાએ જણાવ્યું કે, આ એજ હેકર્સ છે જેમણે બિગબાસ્કેટ અને જસપેના ડેટા લીક કર્યા હતા. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઓનલાઈન ગ્રોસરી સ્ટોર બિગબાસ્કેટના 2 કરોડથી વધારે યુઝર્સના ડેટા હેક કરી આશરે 30 લાખ રૂપિયામાં ડાર્ક વેબમાં વેચવામાં આવ્યા હતા.

રાજહરિયાએ કહ્યું કે, હવે આ જ હેકર્સ બિગબાસ્કેટ ડેટાબેઝ માટે બિટકોઈનમાં $10,000 વિશે પૂછી રહ્યા છે. 3 કંપનીઓના ડેટાબેઝ પણ વેચવામાં આવી રહ્યા છે.

આ મહિને ડિજિટલ પેમેન્ટ ગેટવે જસપેના ડેટા ચોરી થયા હતા
આ મહિનાની શરૂઆતમાં બેંગલોરસ્થિત ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે Juspayના સર્વરથી ડેટા લીક થયા છે. હેકર્સે માસ્ક કાર્ડ ડેટા અને કાર્ડ ફિંગરપ્રિન્ટ સાથે આશરે 3.5 કરોડ રેકોર્ડ હેક કર્યા હતા. રાજહરિયાએ ખુલાસો કર્યો છે કે ક્લિકઈન્ડિયા, ચેકબુક અને વેડમીગુડ આ 3 કંપનીઓના ડેટા પણ આ ગ્રુપે જ હેક કર્યા છે. ક્લિક ઈન્ડિયાના આશરે 80 લાખ, ચેકબુકના 10 લાખ અને વેડમીગુડના આશરે 13 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે.

BuyUcoinની સ્પષ્ટતા-યુઝર્સના ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત
BuyUcoinએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેને ગત વર્ષે ડેટા બ્રીચની માહિતી મળી હતી, પરંતુ તે માત્ર 200 લોકોનો ડેટા હતો. તેમાં કોઈ સંવેદનશીલ ડેટા નથી. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે કોઈ પણ યુઝરને નુક્સાન નહિ થાય.

BuyUcoin જુલાઈ 2016માં શરૂ થયું હતું. આ ક્રિપ્ટો વોલેટ અને એક્સચેન્જ પ્લેટફોર્મ છે. અહીં બિટકોઈન, અથેરિયમ, રિપલ જેવાં ડિજિટલ એસેટ્સની ટ્રેડિંગ થાય છે. કંપનીનો દાવો છે કે તેના 3.5 લાખથી પણ વધારે ગ્રાહક છે.