અનબોક્સિંગ:આ દિવાળીએ પોકેટ ફ્રેન્ડલી 'જિયોફોન નેક્સ્ટ' સ્માર્ટફોન ખરીદવો છે? પહેલાં જોઈ લો આ અનબોક્સિંગ વીડિયો

3 મહિનો પહેલા
  • ફોનમાં 13MPનો રિઅર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા
  • ગૂગલે ડેવલપ કરેલી 'પ્રગતિ' ઓપરેટિંગ સિસ્ટમ ફોન યુઝર ફ્રેન્ડલી બનાવે છે
  • રીડ અલાઉડ અને ટ્રાન્સલેશન ફીચર ફોનની ખાસિયત

ફાઈનલી જિયોએ તેનો પ્રથમ સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ' લોન્ચ કર્યો છે. જોકે ફોનની ખરીદીની દિવાળીથી કરી શકાશે. આ ફોનની કિંમત 6499 રૂપિયા છે, પરંતુ તમે તેને 1999 રૂપિયાનાં ડાઉનપેમેન્ટથી ખરીદી શકશો. બાકી રહેલી રકમ મિનિમમ 300 રૂપિયાની EMIમાં આપવાની રહેશે. તમે ફોનની તમામ કિંમત ચુકતે કરી પણ ફોનની ખરીદી કરી શકો છો. લોન્ચ થતાંની સાથે 'દિવ્ય ભાસ્કરે' એક્સક્લુઝિવલી તમારા માટે ફોનનું અનબોક્સિંગ કર્યું છે. આ ફોનની ડિઝાઈન, ઓપરેટિંગ સિસ્ટમ અને ફીચર્સ કેવાં છે તે સૌથી પહેલાં અમે તમને જણાવીશું.

'જિયોફોન નેક્સ્ટ'નું અનબોક્સિંગ

  • બોક્સ: બોક્સના ફ્રન્ટ પર જિયોફોન નેક્સ્ટ લખેલું છે. ફોનની તસવીર સાથે નીચે ક્રિએટેડ વિથ ગૂગલ લખેલું છે. આ ફોન જિયોએ ગૂગલ સાથે મળી તૈયાર કર્યો છે. ફોનની બંને બાજુ જિયોનું બ્રાન્ડિંગ છે. બેકસાઈડ નેક્સ્ટ લેવલ એક્સપિરિઅન્સ સાથે ફોનનાં ફીચર્સનો ઉલ્લેખ છે.
  • ડિઝાઈન: ફોનની ફ્રન્ટ સાઈડ ઓલમોસ્ટ બેઝલલેસ સ્ક્રીન મળે છે. ઉપર એક કેમેરા, માઈક્રોફોન, સ્પીકર સહિતનાં એલિમેન્ટ છે. ફોનની બેક સાઈડ 13MPનો રિઅર કેમેરા છે. તેની નીચે LED ફ્લેશ લાઈટ છે. સાથે જ જિયોનો લોગો પણ જોવા મળે છે.
  • ચાર્જર અને કેબલ: ફોનની સાથે બ્લેક કલરનું ચાર્જર અને કેબલ મળે છે. જોકે અન્ય સ્માર્ટફોનની જેમ જિયોના આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ નહિ મળે.
  • OS:ફોન ઓન કરી ત્યારે ક્રિએટેડ વિથ ગૂગલ ડિસ્પ્લે જોવા મળે છે. ત્યારબાદ પ્રગતિ OS જોવા મળે છે. સાથે જ પાવર્ડ બાય એન્ડ્રોઈડ પણ લખેલું છે. આ OS ગૂગલે તૈયાર કરી છે. ફાઈનલ સ્ક્રીન ઓપન થતાં જિયોનો લોગો પણ જોવા મળે છે.
  • રિમૂવેબલ બેટરી: ટ્રેન્ડથી વિપરિત જિયો પોતાના આ સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી આપી રહી છે. બેટરી ખરાબ થતાં તેને તમે સરળતાથી રિપ્લેસ કરી શકો છો. ફોનમાં સિમ અને માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ છે.

EMI પ્લાન સાથે ખરીદી શકાશે જિયોફોન નેક્સ્ટ

1. ઓલવેઝ ઓન પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિનાનો અને 18 મહિનાનો ઓપ્શન મળશે. 24 મહિના માટે ગ્રાહકે 300 રુપિયાની EMI આપવી પડશે. 18 મહિનાની EMI માટે 350 રૂપિયા આપવા પડશે. બંને EMI પ્લાનમાં મહિના માટે 5GB ડેટા અને કોલિંગ માટે 100 મિનિટ મળશે.

2. લાર્જ પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શન માટે મહિને 450 રૂપિયા આપવા પડશે. 18 મહિનાના ઓપ્શનમાં મહિને 500 રૂપિયા આપવા પડશે. બંને પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.

3. XL પ્લાન
24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 500 રૂપિયાની EMI આપવી પડશે અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયાની EMI આપવી પડશે. આ બંને ઓપ્શનમાં દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.

4. XXL પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયા અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 600 રૂપિયા આપવા પડશે. આ બંને પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.

આ સ્માર્ટફોનની ખરીદી ગુજરાતના રિલાયન્સ રિટેલર્સના 1800 લોકેશન્સ પરથી કરી શકાશે. સાથે જ 'જિયોમાર્ટ' પરથી પણ ફોનની ખરીદી કરી શકાશે.

ફોનને ખાસ બનાવતાં ફીચર્સ
ફોનમાં 5.45 ઈંચની HD ડિસ્પ્લે છે. તેને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં 64 બિટ CPU સાથે ક્વૉડ કોર ક્યુએમ 215 ચિપસેટ મળે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડ સપોર્ટ કરે છે. ફોન 3500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 36 કલાકનું બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં હોટસ્પોટ, USB પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન છે.

અન્ય સમાચારો પણ છે...