• Gujarati News
  • Utility
  • Gadgets
  • Bumper Offers Are Available On Laptops, Smartphones And Cameras, HDFC Bank Is Giving 10 Percent Discount On Purchases

એમેઝોન મેગા ઈલેક્ટ્રોનિક્સ ડેઝ સેલ શરુ:લેપટોપ, સ્માર્ટફોન અને કેમેરા પર મળી રહી છે બમ્પર ઓફર્સ, HDFC બેન્ક આપી રહી છે ખરીદી પર 10 ટકાની છૂટછાટ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય લોકોના વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયાએ પોતાના પ્લેટફોર્મ પર ‘એમેઝોન મેગા ઈલેક્ટ્રોનિક્સ ડેઝ સેલ’ની જાહેરાત કરી દીધી છે. આ સેલ અંતર્ગત કંપની ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ પર ભારે છૂટછાટ આપી રહી છે. આ સેલ 10 માર્ચથી શરુ થઈ યૂક્યો છે અને 14 માર્ચ સુધી ચાલશે. આ સેલમાં એમેઝોન લેપટોપ, હેડફોન. ટેબ્લેટ, પર્સનલ એક્સેસરીઝ અને જુદા-જુદા ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ પર ડીલ્સ અને ઓફર્સ આપી રહ્યુ છે.

આ સેલમાં એમેઝોન ઈન્ડિયાએ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવા પર 10 ટકાની તત્કાલિક છૂટછાટ પણ ઉપલબ્ધ કરાવી છે. તે સિવાય 11 થી 14 માર્ચ, 2023 સુધી HDFC બેન્ક, HSBC બેન્ક અને YES બેન્કનાં કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવા પર તમને 10 ટકાની તત્કાલિક છૂટછાટ મળી રહેશે.

Asus Vivobook 14

₹51,990ની કિંમતનું આ લેપટોપ તમને આ સેલમાં ફક્ત ₹32,990માં મળી રહેશે. આ લેપટોપમાં તમને 512GBની SSD હાર્ડ ડિસ્ક, Core i3 પ્રોસેસર, 8GB RAM અને ઈન-બિલ્ટ ગ્રાફિક્સ મળશે. આ લેપટોપ વિન્ડોઝ 11 સાથે મળશે. આ લેપટોપની ખરીદી પર તમને 3 મહિના સુધી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળશે.

Lenovo IdeaPad Slim 3

₹60,990ની કિંમતનું આ લેપટોપ તમને આ સેલમાં ફક્ત ₹33,446માં મળી રહેશે. આ લેપટોપમાં તમને 256GBની SSD હાર્ડ ડિસ્ક, Core i3 પ્રોસેસર, 8GB RAM અને intelનાં ઈન-બિલ્ટ UHD ગ્રાફિક્સ મળશે. આ લેપટોપ વિન્ડોઝ 11 સાથે મળશે. આ લેપટોપની ખરીદી પર તમને 3 મહિના સુધી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળશે.

realme pad slim

₹29,999ની કિંમતનું આ ટેબલેટ તમને આ સેલમાં ફક્ત ₹17,908માં મળી રહેશે. Realme બ્રાન્ડનાં આ ટેબલેટમાં તમને 4GB RAM અને 64GB સ્ટોરેજ મળશે. જો તમે ઈચ્છો તો તેન 1TB સુધી વધારી પણ શકો છો. આ ટેબલેટ એન્ડ્રોઈડ-11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટેબલેટમાં તમને MediaTek Helio G80 પ્રોસેસર મળી રહેશે.

Apple Watch SE

₹33,900ની કિંમતની આ સ્માર્ટવોચ તમે ફક્ત ₹31,400માં ખરીદી શકો છો. આ સ્માર્ટવોચ પર તમને HDFC બેન્કનાં ક્રેડિટ કાર્ડ પર 10 ટકાની છૂટછાટ અથવા ₹1500ની છૂટછાટ મળી રહે છે.

Sony Digital Vlog Camera ZV 1

₹77,990ની કિંમતના આ કેમેરાને તમે સેલમાં ₹69,490માં ખરીદી શકો છો. આ કેમેરામાં તમને સેલ્ફી અને Vlogging માટે LCD સ્ક્રિન પણ મળી રહેશે. આ સિવાય કેમેરામાં તમને બિલ્ટ-ઈન માઈક પણ મળશે. 20.1MPના કેમેરા સાથે તમે 4K HDR વીડિયો રેકોર્ડ કરી શકો છો.

Canon EOS 1500D 24.1 Digital SLR Camera

₹39,995ની કિંમતના આ કેમેરાને તમે સેલમાં ₹36,990ની કિંમતે ખરીદી શકો છો. આ કેમેરામાં તમને બિલ્ટ-ઇન મોનારલ માઇક્રોફોન, સાઉન્ડ-રેકોર્ડિંગ લેવલ એડજસ્ટેબલ અને વિન્ડ ફિલ્ટર જેવા ફીચર્સ પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય તમે 3x સુધી ઝૂમ કરી શકો છો. તેને બહાર સાથે લઈ જવો પણ એકદમ સરળ પડે છે.