નવું વર્ષ શરૂ થાય તે પહેલાં વિવિધ કંપનીઓ સેલની વણજાર લગાવી દે છે. જો તમે નવી એપલ પ્રોડક્ટ ખરીદવા માગો છો તો તમારી પાસે એક સોનેરી તક છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ વિજય સેલ્સ પર 'એપલ ડેઝ સેલ્સ' શરૂ થયો છે. કંપની આ સેલમાં એપલના આઈફોન સાથે મેકબુક, એરપોડ્સ સહિતની પ્રોડક્ટસ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે આ સેલ 31 ડિસેમ્બર સુધી જ એક્ટિવ રહેશે. ત્યારબાદ તમામ જૂની કિંમતો લાગુ થશે
આઈફોન 13 સિરીઝ પર બમ્પર ડિસ્કાઉન્ટ
આ સેલમાં આઈફોન 13 સિરીઝના તમામ મોડેલ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં આઈફોન 13ની ખરીદી 69,900 રૂપિયામાં, આઈફોન 13 પ્રો 1,08,900 રૂપિયામાં, આઈફોન 13 પ્રો મેક્સ 1,18,400 રૂપિયામાં અને આઈફોન 13 મિની 60,400 રૂપિયામાં ખરીદી શકાય છે. આઈફોન 13 પ્રો મેક્સ પર 11,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
આઈફોન 11 અને આઈફોન 12 પર પણ ડિસ્કાઉન્ટ
વિજય સેલ્સની એનિવર્સરી ઓફરમાં આઈફોન 11 અને આઈફોન 12 પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળે છે. આઈફોન 11ની કિંમત 49,900 રૂપિયા છે જોકે સેલમાં તેની ખરીદી 47,400 રૂપિયામાં કરી શકાશે. આ સાથે HDFC બેંકના યુઝર્સને 4000 રૂપિયાનું કેશબેક મળશે.
આઈપેડ અને મેકબુક પર ડિસ્કાઉન્ટ
સેલમાં આઈપેડ (2021)ની ખરીદી 26,600 રૂપિયામાં કરી શકાશે. આઈપેડ એર (2020)ની ખરીદી 63,500 રૂપિયામાં કરી શકાશે. આ સાથે મેકબુક પર પણ ડિસ્કાઉન્ટ મળે છે.
એપલ વોચ અને આઈપૉડ પર પણ ડિસ્કાઉન્ટ
સેલમાં ડિસ્કાઉન્ટ સાથે એપલ વોચ સિરીઝ 7 36,100 રૂપિયા, વોચ SE 25,900 રૂપિયામાં ખરીદી શકાય છે. એરપોડ મેક્સ પર સેલમાં 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.