તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ડ્રોઈડ યુઝર્સ અલર્ટ:ક્વૉલકોમ ચિપસેટવાળા ફોનમાં બગ મળી આવ્યો, હેકર્સ તમારા કોલ રેકોર્ડ કરી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બગને કારણે સિસ્ટમ ઓન ચિપ પર રન કરનારા એન્ડ્રોઈડ ફોન પર સાયબર અટેક થઈ શકે છે
  • કંપનીએ જૂનની અપડેટમાં બગ ફિક્સ કરવાની વાત કહી

એન્ડ્રોઈડ સ્માર્ટફોન મોટે ભાગે ક્વૉલકોમ પ્રોસેસર પર રન કરતાં જોવા મળે છે. તેમાં બગ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બગની મદદથી હેકર્સ તમારા ફોનનો ડેટા હેક કરી શકે છે. ટેક રિસર્ચ ફર્મ ચેકપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, ક્વૉલકોમ સ્માર્ટફોનમાં મોડેમ સાથે કનેક્ટિવિટીમાં બગ હોવાનું માલુમ પડ્યું છે. તેનાથી ઈ સિસ્ટમ Soc (સિસ્ટમ ઓન ચિપ) પર રન કરનારા તમામ એન્ડ્રોઈડ ફોન પર સાયબર અટેક થઈ શકે છે.

રિપોર્ટમાં ક્વૉલકોમ મોબાઈલ સ્ટેશન મોડેમ ઈનફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી ટેક્નિકલ ખામી જોવા મળી છે. QMI (ક્વૉલકોમ મોડેમ ઈન્ટરફેસ) સોફ્ટવેર જે આ ફર્મવેર ડિબગર અને અપડેટર સર્વિસમાં એક મહત્ત્વપૂર્ણ સિક્યોરિટી બગ હતો. આ બગ સ્ટાન્ડર્ડ સિક્યોરિટી અને વેરિફેકેશન સિસ્ટમને બાયપાસ કરી શકે છે.

કોલ રેકોર્ડિંગનું જોખમ

રિપોર્ટ પ્રમાણે, બગ સોફ્ટવેરના ઓથેન્ટિકેશન અથવા વેરિફિકેશન મોડ્યુલમાં હોય તો આ બગથી સાયબર અટેક સોફ્ચવેરના રૂટ લેવલના એક્સિસ હાંસલ કરી શકાય છે. આ ખામીને કારણે હેકર્સ તમારા ફોનની તમામ વાતો સાંભળી શકે છે અને તમારા કોલ રેકોર્ડ કરી શકે છે અને કોલ અને મેસેજ લોગ મેળવી શકે છે. હેકર્સ પાસે તમારું સિમ લોક/અનલોક કરવાની પણ સત્તા જતી રહે છે.

ગયા વર્ષે પણ આવો જ બગ મળ્યો હતો

ચેકપોઈન્ટે ઓગસ્ટ 2020માં આવા જ બગની ઓળખ કરી હતી. આ બગને કારણે હેકર્સને કોલ રેકોર્ડ, ફોટો, વીડિયો, GPS ડેટા અને માઈક્રોફોનનો એક્સેસ મળ્યો હતો. જોકે હાલના બગ અંગે કંપનીએ જણાવ્યું છે કે તેને આ બગ વિશે જાણ છે અને કંપની તેને ફિક્સ કરી રહી છે.

જૂનની અપડેટમાં બગ ફિક્સ થશે
આ વિશે XDA ડેવલપર્સનું કહેવું છે કે ગૂગલ પર રોલ કરવામાં આવેલો કોઈ પણ પેચ, બગ CVE-2020-11292 માટે ફીચર્ડ નથી. ક્વૉલકોમના પ્રવક્તાએ જણાવ્યું કે જૂનની સિક્યોરિટી અપડેટમાં બગ ફિક્સ કરવામાં આવશે. ક્વૉલકોમના આ બગથી આશરે 40% એન્ડ્રોઈડ ડિવાઈસ પ્રભાવિત થયા છે.