તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક રિવ્યૂનો આરોપ:બ્રિટને ગૂગલ અને એમેઝોનની તપાસ શરૂ કરી, તેના સાથે જોડાયેલી ઓથોરિટી કંપનીઓ પર લગામ લાગશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનના રેગ્યુલેટરે આરોપ લગાવ્યો હતો કે બંને ટેક કંપનીઓએ ફેક રિવ્યૂ દૂર કરવા માટે કોઈ પગલાં લીધા નથી
  • રેગ્યુલેટરનું કહેવું છે કે, એમેઝોન પર હજુ પણ કેટલાક વિક્રેતા પ્રોડક્ટ્સના લિસ્ટિંગમાં ગોટાળો કરી રહ્યા છે

બ્રિટનના રેગ્યુલેટરે એમેઝોન અને ગૂગલ પર ફેક રિવ્યૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ બંને કંપનીઓ પર ઔપચારિક તપાસ શરૂ કરી છે. રેગ્યુલેટરે આરોપ લગાવ્યો હતો કે બંને ટેક કંપનીઓએ ફેક રિવ્યૂ દૂર કરવા માટે કોઈ પગલાં લીધા નથી. તેનાથી લોકોમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે. તેમના સુધી ખોટી માહિતીઓ પહોંચી રહી છે.

CMA (કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી)નું કહેવું છે કે, તે બંને ટેક ફર્મ પાસેથી માહિતી મેળવશે અને માલુમ કરશે કે કન્ઝ્યુમર કાયદાનો ભંગ થઈ રહ્યો છે કે કેમ. જો આમ થયું તો તેમના વિરુદ્ધ પર્યાપ્ત એક્શન લેવામાં આવશે. તેથી આ કંપનીઓથી પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકોને ફેક રિવ્યૂના શકંજામાંથી બચાવી શકાય.

CMAની ટીમ 2020થી તેના પર કામ કરી રહી છે
આ પગલું CMAની 2020માં થયેલી તપાસમાં ખુલાસા બાદ ભરવામાં આવ્યું છે. આ તપાસમાં ઘણાં પ્લેટફોર્મ્સની ઈન્ટર્નલ સિસ્ટમ અને પ્રોસેસની ઓળખ કરવામાં આવી છે. તેથી કંપનીઓના ફેક રિવ્યૂ પર નિયંત્રણ લાવી શકાય.

એમેઝોન ફેક રિવ્યૂ દૂર નથી કરી રહી
રેગ્યુલેટરનું કહેવું છે કે, એમેઝોન પર હજુ પણ કેટલાક વિક્રેતા પ્રોડક્ટ્સના લિસ્ટિંગમાં ગોટાળો કરી રહ્યા છે. તેને એમેઝોનની સિસ્ટમ મેનેજ કરવામાં અસફળ રહી છે. કોઈ અન્ય પ્રોડક્ટના પોઝિટિવ રિવ્યૂને પોતાની પ્રોડક્ટ સાથે જોડવા જેવાં ગોટાળા થઈ રહ્યા છે.

કસ્ટમર્સના હિત માટે કડક વલણ
CMA ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ્રિયા કોસેલિનું કહેવું છે કે, અમારી ચિંતા ઓનલાઈન શૉપિંગ કરતાં કરોડો ગ્રાહકો માટે છે. આવા ફેક રિવ્યૂઝથી ગ્રાહકો ગુમરાહ થઈ રહ્યા છે. આ રિવ્યૂ જોઈને ગ્રાહકોના વધારે પૈસા વેડફાઈ રહ્યા છે.

આ જ રીતે ઘણી બિઝનેસ સંસ્થા પોતાની પ્રોડક્ટનું ફેક 5 સ્ટાર રેટિંગ અને રિવ્યૂ કરે છે. તેમાં ઘણી વેલનોન કંપની સામેલ હોય છે. આવી કંપનીઓ કાયદાની પરવાહ કર્યા વગર આવા ખોટાં કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...