બોલ્ટના નવા નેકબેન્ડ ઈયરફોન લોન્ચ:પાણી પડશે તો પણ ખરાબ નહીં થાય, 15 મિનિટના ચાર્જિંગ પર 15 કલાકનો પ્લેબેક ટાઈમ મળશે, કિંમત 1,999 રૂપિયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈયરફોનનો ચાર્જિંગ ટાઈમ 30 મિનિટનો છે
  • આ ઈયરફોન બ્લૂ, બ્લેક અને ગ્રીન કલર ઓપ્શનમાં એમેઝોન પરથી ખરીદી શકાશે

બોલ્ટ(Boult)કંપનીએ ભારતમાં નવા ઈયરફોન લોન્ચ કર્યા છે. આ ઈયરફોન ઓડિયોના પ્રોબેસ ક્યૂચાર્જ (ProBass QCharge) નેકબેન્ડ સ્ટાઈલવાળા છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઈયરફોનની બેટરી બેકઅપ 24 કલાકનું છે.

બોલ્ટના ઈયરફોન USB ટાઈપ-C પોર્ટ દ્વારા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સાથે જ ઈયરફોનનો ચાર્જિંગ ટાઈમ 30 મિનિટનો છે.

ઈયરફોનની કિંમત 1,999 રૂપિયા
ગ્રાહકો ઈયરફોનને 3 કલર ઓપ્શનમાં ખરીદી શકે છે. તેમાં બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શન મળે છે. ઈયરફોનની કિંમત 1,999 રૂપિયા છે. એમેઝોનના ઓનલાઈન સ્ટોર પરથી આ નવા નેકબેન્ડ ખરીદી શકશે. ઈયરફોનમાં એક વર્ષની ગેરંટી મળશે.

15 મિનિટના ચાર્જિંગ પર 15 કલાકનો પ્લેબેક ટાઈમ મળશે
ઈયરફોનમાં વોટર રઝિસ્ટન્સ સિસ્ટમ મળે છે. વરસાદના પાણીથી પણ ઈયરફોન નહીં બગડે. તેમાં ઈનબિલ્ટ એરોસ્પેસ-ગ્રેડ એલોય માઈક્રો વૂફર આપ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જમાં આ ઈયરફોન 24 કલાક સુધી પ્લેબેક ટાઈમ આપે છે. સાથે જ 15 મિનિટના ચાર્જિંગ પર 15 કલાકનો પ્લેબેક ટાઈમ મળશે.

ઈનલાઈન રિમોટ સિસ્ટમ મળશે
ઈયરફોનમાં ગૂગલ અસિસ્ટન્ટ અને સીરી વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ આપ્યો છે. બોલ્ટના નેકબેન્ડ સ્ટાઈલ ઈયરફોન વોટર અને સ્વેટ રઝિસ્ટન્ટ માટે IPX5 સર્ટિફિકેશન સાથે આવે છે. બોલ્ટના આ ઈયરફોનનું વજન 89 ગ્રામ છે. વોલ્યુમ, કોલ્સ અને મીડિયા પ્લેબેક કંટ્રોલ માટે ઈયરફોનમાં ઈનલાઈન રિમોટ છે.