એપલના ફોલ્ડેબલ આઈફોન:ચીનની ફોક્સકોન ફેક્ટરીમાં બંને પ્રોટોટાઈપ ફોલ્ડેબલ આઈફોન તૈયાર, રિપોર્ટમાં દાવો- બંનેનું સફળ ટેસ્ટિંગ થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ડ્યુઅલ સ્ક્રીન આઈફોન અને ક્લેમશેલ ફોલ્ડેબલ આઈફોન પ્રોટોટાઈપ મોડેલનું ટેસ્ટિંગ થયું
 • ક્લેમશેલ ફોલ્ડેબલ આઈફોનમાં સેમસંગની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી શકે છે

નવાં વર્ષમાં ટેક કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. સેમસંગ, મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન પહેલાંથી ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે. શાઓમી તેના 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ આ જ વર્ષે લોન્ચ કરશે. આ લિસ્ટમાં એપલનું નામ પણ સામેલ થયું છે. આ પહેલાં પણ એપલના ફોલ્ડેબલ ફોનની વાતો વહેતી થઈ હતી. હવે એક નવા રિપોર્ટ મુજબ, એપલે 2 ફોલ્ડેબલ પ્રોટોટાઈપ મોડેલનું ટેસ્ટિંગ કર્યું છે.

તાઈવાન પબ્લિકેશન મનીના રિપોર્ટ પ્રમાણે, એપલે ચીન સ્થિત ફોક્સકોન ફેક્ટરીમાં જે 2 પ્રોટોટાઈપ આઈફોનનું ઈન્ટર્નલ ડ્યુરેબિલિટી કરી છે, તેમાં એક ડ્યુઅલ સ્ક્રીન અને બીજો ક્લેમશેલ ફોલ્ડેબલ સામેલ છે. તેની ડિઝાઈન લગભગ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ અને મોટોરોલા રેઝર જેવી હશે.

2022માં લોન્ચ થઈ શકે છે ફોલ્ડેબલ આઈફોન

 • રિપોર્ટ્સ પ્રમાણે, આ બંને પ્રોટોટાઈપે ફેક્ટરીમાં તમામ ટેસ્ટ પાસ કર્યા છે. ક્લેમશેલ ફોલ્ડેબલ આઈફોનમાં કંપની સેમસંગની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે.
 • યુટ્યુબર જોન પ્રોસરે ખુલાસો કર્યો છે કે, ફોલ્ડેબલ આઈફોન સપ્ટેમ્બર 2022 અથવા 2023માં રિલીઝ થઈ શકે છે.
 • ઈકોનોમિક ડેલીના એક જૂના રિપોર્ટ પ્રમાણે, ચાઈનીઝ સપ્લાયર્સ ફોક્સકોન અને ન્યૂ નિક્કોએ ફોલ્ડિંગ ફોનના નમૂના એપલને મોકલ્યા હતા. એપલ ફોલ્ડેબલ આઈફોન બનાવવામાં સફળ થશે તો સેમસંગ, હુવાવે અને મોટોરોલાના લિસ્ટમાં સામેલ થઈ જશે.
 • ગિઝ્મોચાઈનાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ફોલ્ડેબલ આઈફોન લોન્ચ થયા પછી એપલ આઈપેડ મિની બંધ કરી દેશે. તેનું કારણે એ છે કે ફોલ્ડેબલ આઈફોન અને આઈપેડ મિની વચ્ચે ક્રોસ થશે.
 • નવા ફોલ્ડેબલ આઈફોનમાં આઈપેડ મિની જેવી જ ડિસ્પ્લે જોવા મળશે. તેની કિંમત 1499 ડોલર આશરે 1 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

શાઓમી 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે

 • સોશિયલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચાઈનીઝ કંપની શાઓમી નવાં વર્ષમાં 3 નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. શાઓમીની એન્ટ્રીથી લોકોને સસ્તાં ફોલ્ડેબલ ફોનનો ઓપ્શન મળી શકે છે.
 • આ વિશે DSCC (ડિસ્પ્લે સપ્લાય ચેન કન્સલટન્ટ)ના CEO રૉસ યંગે ટ્વીટ કરી જણાવ્યું છે કે 2021માં શાઓમી 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં આઉટ ફોલ્ડિંગ, ઈન ફોલ્ડિંગ અને ક્લેમશેલ ડિઝાઈન સામેલ છે.
 • રૉસ એંગે કહ્યું કે શાઓમીનો આઉટ ફોલ્ડિંગ ફોન હુવાવે મેટ એક્સ જેવો હશે. અર્થાત આ સ્માર્ટફોનમાં મોટી સ્ક્રીનસાઈઝ મળશે. આઉટ ફોલ્ડિંગ સ્માર્ટફોનની ડિસ્પ્લે અનફોલ્ડ થવા પર 8 ઈંચ સુધીની થઈ શકે છે.

સેમસંગ પણ નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે
આ અગાઉ યંગ સોશિયલ મીડિયા પર જણાવી ચૂક્યા છે કે સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 સ્માર્ટફોનની ડિસ્પ્લે ગેલેક્સી Z ફોલ્ડ 2થી નાની હોઈ શકે છે. તેની મેઈન ડિસ્પ્લે 7.59થી ઘટીને 7.55ની થશે. તો કવર ડિસ્પ્લે 6.21 ઈંચની હશે.