તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓનલાઈન મૂવી ટિકિટ સેલ કરનારાં પ્લેટફોર્મ બુકમાય શૉએ તેની બુક માય શૉ સ્ટ્રીમ સર્વિસ શરૂ કરી છે. હવે તેની એપ પર યુઝર ઓન ડિમાન્ડ મૂવી જોઈ શકે છે. તેને કંપનીએ TVOD (ટ્રાન્જેક્શનલ વીડિયો ઓન ડિમાન્ડ)નું નામ આપ્યું છે. કંપનીએ યુઝરને મૂવી ખરીદવા અને રેન્ટ પર લેવા માટેનો ઓપ્શન આપ્યો છે. મૂવીની કિંમત અથવા રેન્ટ અલગ અલગ હશે. કંપનીએ આ ઓપ્શન એ યુઝર્સ માટે આપ્યો છે જે સિનેમાઘરોમાં મૂવી જોવા નથી જતા.
બુક માય શૉ યુઝર્સને 600થી વધારે મૂવીઝ અને 72 હજારથી વધારે સમયના કન્ટેન્ટ આપી રહી છે. તેને યુઝર્સ ઓનલાઈન ખરીદી શકે છે અથવા ભાડે લઈ જોઈ શકે છે. કંપની પોતાના પ્લેટફોર્મ પર દર શુક્રવારે પ્રીમિયમ કન્ટેન્ટ પણ આપશે.
મૂવીઝની કિંમત અને રેન્ટ
મૂવી | બાઈંગ પ્રાઈસ (રૂપિયામાં) | રેન્ટ પ્રાઈસ (રૂપિયામાં) |
વન્ડર વુમન 1984 | 799 | 499 |
ધ બ્રોકન હાર્ટ્સ ગેલરી | 549 | 89 |
ધ ગિલ્ટી | 299 | 79 |
પોટ્રેટ ઓફ અ લેડી ઓન ફાયર | 199 | 49 |
યલો રોઝ | 699 | 109 |
આંખો દેખી | 119 | 49 |
આરાધના (1969) | 119 | 49 |
બુક માય શૉ યુઝર્સને અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ આપી રહી છે. તેમાં અંગ્રેજી, હિન્દી, મલયાલમ, તેલુગુ, તમિળ, બંગાળી, કન્નડ, અરેબિક, ફ્રેન્ચ, ગુજરાતી સહિતની ભાષાઓ સામેલ છે. આ તમામ ભાષાઓની મૂવી પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે અથવા ભાડેથી જોઈ શકાશે.
મૂવી ખરીદવા અથવા રેન્ટ પર લેવાની પ્રોસેસ
સૌ પ્રથમ bookmyshowની વેબસાઈટ ઓપન કરો અથવા એપ ઈન્સ્ટોલ કરો. હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેના માટે તમે ફેસબુક, ગૂગલ અથવા ઈમેલથી લોગઈન કરો. તમે મોબાઈલ નંબરથી પણ લોગઈન કરી શકો છો. લોગઈન કર્યા બાદ તમે મૂવી કેટેગરીમાં જઈને પોતાની મનપસંદ મૂવી સિલેક્ટ કરો. આ મૂવી પર ક્લિક કરતાં જ બાય અને રેન્ટનો ઓપ્શન જોવા મળશે. કોઈ એક ઓપ્શનની પસંદગી કરો. ત્યારબાદ ઈમેલ અને મોબાઈલ નંબર સબમિટ કરી પેમેન્ટ કરો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.