• Gujarati News
  • Utility
  • Gadgets
  • Bolt Audio Airbase Solpods Earbuds Launched With Active Noise Cancellation Support, Water Resistance And 24 Hours Battery Backup

લોન્ચ:એક્ટિવ નોઈઝ કેન્સલેશન સપોર્ટ કરતાં 'બોલ્ટ ઓડિયો એરબેઝ સોલપોડ્સ' ઈયરબડ્સ લોન્ચ થયાં, વૉટર રેઝિસ્ટન્સી અને 24 કલાકનું બેટરી બેકઅપ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઈયરબડ્સ સિંગલ ચાર્જમાં 6 કલાક સુધી નોન સ્ટોપ પ્લે ટાઈમ આપે છે
  • ઈન્ટ્રોડક્ટરી ઓફરમાં 500 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાશે

સ્વદેશી ઓડિયો બ્રાન્ડ બોલ્ટનાં નવાં TWS (ટ્રુ વાયરલેસ સ્ટીરિયો) 'બોલ્ટ ઓડિયો એરબેઝ સોલપોડ્સ' ઈયરબડ્સ ભારતમાં લોન્ચ થયાં છે. આ ઈયરબડ્સમાં ટ્રેન્ડિંગ ANC (એક્ટિવ નોઈઝ કેન્સલેશન) ટેક્નોલોજી ફીચર છે. આ ઈયરબડ્સ ટચ સેન્સિટિવ સાથે વૉટર રેઝિસ્ટન્સ છે.

કિંમત અને અવેલેબિલિટી
ઓડિયો એરબેઝ સોલપોડ્સની કિંમત 2999 રૂપિયા છે. જોકે ઈન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ તેની ખરીદી ફ્લિપકાર્ટ પરથી 2499 રૂપિયામાં કરી શકાશે. ઈયરબડ્સના બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે.

એમ્બિઅન્ટ મોડથી સરાઉન્ડિંગ નોઈઝ સાંભળી શકાશે

નવાં ઈયરબડ્સમાં દમદાર સાઉન્ડ માટે 10mmનાં ડ્રાઈવર્સ મળે છે. એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે તેમાં એમ્બિઅન્ટ મોડ પણ મળે છે. આ મોડથી યુઝર આસપાસનો અવાજ સાંભળી શકે છે. કમ્ફર્ટ માટે કંપનીએ તેમાં સિલિકોન ટિપ્સ વિથ એંગલ્ડ ડિઝાઈન આપી છે.

પાણી સામે પણ પાણીદાર

આ ઈયરબડ્સ IPX7 રેટિંગ સાથે આવે છે. અર્થાત તે વૉટર રેઝિસ્ટન્ટ છે. એક લિમિટ સુધી વરસાદ અને પરસેવાનાં પાણી તેના પર બેઅસર સાબિત થાય છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ સપોર્ટ મળે છે. વોલ્યુમ એડ્જસ્ટ અને સોન્ગ ચેન્જ સહિતનાં કન્ટ્રોલ માટે તેમાં ટચ કન્ટ્રોલ મળે છે. ઈયરબડ્સમાં જેશ્ચર કન્ટ્રોલ સપોર્ટ પણ મળે છે.

24 કલાકનો પ્લે ટાઈમ
ઈયરબડ્સ USB ટાઈપ C કનેક્ટિવિટી પોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે ચાર્જિંગ કેસ સાથે 24 કલાકનો પ્લે ટાઈમ આપે છે. સિંગલ ચાર્જમાં 6 કલાક સુધી નોન સ્ટોપ પ્લે ટાઈમ મળે છે. ઈયરબડ્સ ટાઈપ-C ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...