તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ એડવાન્સ સ્માર્ટવોચ:બોટ કંપની 9 ડિસેમ્બરે એનિગ્મા સ્માર્ટવોચ લોન્ચ કરશે, કિંમત અને ફીચર્સને લીધે ગેમ ચેન્જર બની શકે છે

8 મહિનો પહેલા

બોટ કંપની પોતાની એનિગ્મા સ્માર્ટવોચ ભારતીય માર્કેટમાં 9 ડિસેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ એમેઝોન ઇન્ડિયા પર એક ટીઝર લોન્ચ કર્યું છે. ટીઝરમાં વોચનું મોડલ અને તેની કિંમતનો ઉલ્લેખ છે. વોચમાં ટચસ્ક્રીન સપોર્ટ કરનારું કલર ડિસ્પ્લે અને રાઈટ સાઈડમાં એક કંટ્રોલ બટન મળશે. આ વોચ મલ્ટીપલ સ્પોર્ટ્સ મોડલ જેમ કે રનિંગ, વોકિંગ, રાઈડિંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ફૂટબોલ અને ટેબલ ટેનિસ સપોર્ટ કરશે.

વોચની કિંમત
ટીચર પ્રમાણે, વોચની કિંમત 2,999 રૂપિયા છે. 9 ડિસેમ્બરે કંપની લોન્ચ કરશે. તે લાઈટ ગ્રે અને ડાર્ક ગ્રે સ્ટ્રેપ ઓપ્શનમાં મળશે. વોચની કિંમત અને ફીચર્સ જોતા તે કંપની માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

બોટ એનિગ્મા વોચના ફીચર્સ
એમેઝોન ઇન્ડિયાએ આ વોચના ફીચર્સ શેર કર્યા છે. તેમાં 1.54 ઇંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે. વોચની ડિસ્પ્લે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવશે. જો કે, કંપનીએ કહ્યું કે, આ ફીચરથી વોચની બેટરી ઝડપથી પૂરી થઇ જશે.

આ 24x7 યુઝરની હાર્ટ રેટ અને SpO2 બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ કરશે. આ વોચમાં સ્માર્ટ ઝેસ્ટર કંટ્રોલ જેવા ફીચર છે. વોચ ફેસ બદલવા માટે હાથ શેક કરીને ચેન્જ કરી શકાશે અને સ્ક્રીનને લાંબા સમય સુધી દબાવી રાખવાથી તેની બ્રાઈટનેસ વધારી શકાશે.

વોચ યુઝર હવામાનની લાઈવ જાણકારી આપશે. 15 દિવસનું સંભવિત હવામાન પણ જણાવશે. વોચની મદદથી મ્યુઝિક કંટ્રોલ કરી શકાશે. તેમાં નેવિગેશન ટ્રેક પણ મળશે. તેમાં ડેઈલી એક્ટિવિટી કાઉન્ટ કરવા માટે ટ્રેકર પણ હશે. જે તમારી ઊંઘ, કેલરી બર્ન, વોક ડિસ્ટન્સ કે બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટીની ડિટેલ આપશે.

આ વોચ 2ATM વોટર રેઝિસ્ટન્સ સાથે આવશે, એટલે કે તમે 30 મીટર ઊંડા પાણીમાં ઉપયોગ કરી શકશો. તેમાં બેટરી સેવ કરવા માટે ઇકો મોડ પણ મળશે. વોચમાં કોલ, મેસેજ, ઈમેલ, ચેટ, સોશિયલ મીડિયા અલર્ટ સાથે બીજી નોટિફિકેશન પણ મળશે.