એરટેલની નવી સર્વિસ:મોબાઈલ બ્રોડબેન્ડ અને DTH રિચાર્જ માટે સિંગલ પ્લાન, 998 રૂપિયામાં 2 મોબાઈલ સાથે 1 DTH કનેક્શન લઈ શકાશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એરટેલ બ્લેક સર્વિસમાં યુઝર્સ 2થી વધારે સર્વિસ લઈ શકે છે
 • તેમાં DTH, ફાઈબર અને મોબાઈલ જેવાં રિચાર્જ માટે સિંગલ બિલ પેમેન્ટ કરવાનું હોય છે
 • આ સર્વિસમાં ગ્રાહકો તેમની સુવિધા પ્રમાણે પ્લાન કસ્ટમાઈઝ કરી શકશે

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ ફાઈબર નેટવર્ક, DTH અને પોસ્ટપેઈડ માટે ઓલ ઈન વન પ્લાન લઈને આવી છે. આ પ્લાન ભારતનું પ્રથમ ઓલ ઈન વન સોલ્યુશન હશે. તેનું નામ 'બ્લેક સર્વિસ' રાખવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, હવે તમામ સર્વિસનું એક જ બિલ અને એક જ કોલ સેન્ટર હશે.

ગ્રાહકોને મહિને અલગ અલગ તારીખે વિવિધ પ્રકારના બિલની ચૂકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી. તો ક્યારેક રિચાર્જ કરવાનું ભૂલી જાય તો સર્વિસ બંધ થઈ જતી હતી. સાથે જ કેટલીક લોકલ સર્વિસ મેનેજ કરવી પણ મુશ્કેલ બનતી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એરટેલે બ્લેક સર્વિસની શરૂઆત કરી છે.

એરટેલ બ્લેક સર્વિસ
તેમાં યુઝર્સ 2થી વધારે સર્વિસ લઈ શકે છે. તેમાં DTH, ફાઈબર અને મોબાઈલ જેવાં રિચાર્જ માટે સિંગલ બિલ પેમેન્ટ કરવાનું હોય છે. તેમાંથી કોઈ એક સર્વિસમાં સમસ્યા માટે અલગ અલગ કસ્ટમર કેરને કોલ કરવાની જરૂરિયાત નહિ રહે.

એરટેલ ઓલ ઈન વન પ્લાન
દર મહિને 2099 રૂપિયા

 • 3 મોબાઈલ કનેક્શન
 • 1 ફાઈબર કનેક્શન
 • 1 DTH કનેક્શન

ફાઈબર+ મોબાઈલ 1598 રૂપિયા/મહિને

 • 2 મોબાઈલ કનેક્શન
 • 1 ફાઈબર કનેક્શન

DTH+ મોબાઈલ 1349/મહિને

 • 3 મોબાઈલ કનેક્શન
 • 1 DTH કનેક્શન

DTH+ મોબાઈલ 998 રૂપિયા/મહિને

 • 2 મોબાઈલ કનેક્શન
 • 1 DTH કનેક્શન

એરટેલના કસ્ટમાઈઝ પ્લાન

એરટેલ બ્લેક પ્લાન લેવાની પ્રોસેસ

 • એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરો. બ્લેક પ્લાન લો અથવા તમારો કસ્ટમાઈઝ પ્લાન બનાવો.
 • તમારી નજદીકના એરટેલ સ્ટોર પર જાઓ અને એટરેલ ટીમ તમને એરટેલ બ્લેક સર્વિસ પહોંચાડવામાં મદદ કરશે.
 • 8826655555 નંબર પર મિસ્ડ કોલ આપો અને એક એરટેલ સર્વિસ પ્રોવાઈડર એરટેલ બ્લેક અપગ્રેડ કરવા માટે તમારા ઘરે આવશે.
 • વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...