તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Beware If You Use An Unknown Source To Book A Vaccination Slot, The Government Has Issued An Advisory For This Fake CoWIN App.

અલર્ટ:વેક્સિનેશનનો સ્લોટ બુક કરાવવા માટે અનનોન સોર્સનો ઉપયોગ કરતાં હો તો ચેતી જજો, સરકારે આ ફેક કોવિન એપ માટે એડવાઈઝરી જાહેર કરી

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેકર્સ લિંક સેન્ડ કરી યુઝર્સને ફેક એપ ડાઉનલોડ કરવા માટે મજબુર કરી રહ્યા છે
 • આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે હંમેશા ઓફિશિયલ કોવિન પોર્ટલનો જ ઉપયોગ કરો

કોરોનાવાઈરસ વિરુદ્ધની લડાઈમાં હવે દેશમાં ત્રીજા ફેઝનું વેક્સિનેશન શરૂ થયું છે. વેક્સિનેશનના ઉત્સાહમાં લોકો હેકર્સનો શિકાર થતાં જોવા મળી રહ્યાં છે. વેક્સિનેશન સ્લોટ બુક કરાવવા માટે જો તમે પણ આડેધડ કોઈ પણ વેબસાઈટ કે એપનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. દેશની CERT (કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે) આ અંગે ચેતવણી આપતા કહ્યું છે, વેક્સિનેશન સ્લોટ બુક કરાવવાના નામે અનેક ફેક એપ એક્ટિવ થઈ છે આ પ્રકારની એપ પર લોગ ઈન થઈ ડિટેલ સબમિટ કરવા પર યુઝર છેતરપિંડીનો શિકાર બની શકે છે.

CERTએ ફેક કોવિન એપથી યુઝર્સને દૂર રહેવાની સલાહ આપી છે. હેકર્સ યુઝર્સને SMSનાં માધ્યમથી આ પ્રકારની ફેક એપ ઈન્સ્ટોલ કરાવી રહ્યા છે. જો તમને કોઈ પણ અનનોન સોર્સ પરથી વેક્સિન સ્લોટ બુક કરાવવા માટે મેસેજ આવે તો આવા સેન્ડરને તરત જ બ્લોક કરવા જોઈએ.

આ રીતે હેકર્સ યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે

હેકર્સ SMSનાં માધ્યમથી ફેક એપની APK લિંક સેન્ડ કરી રહ્યા છે
હેકર્સ SMSનાં માધ્યમથી ફેક એપની APK લિંક સેન્ડ કરી રહ્યા છે

હેકર્સ યુઝર્સને વેક્સિનેશનની ફેક એપની APK લિંક SMSનાં માધ્યમથી મોકલી રહ્યા છે. યુઝર્સ આ પ્રકારની લિંક પર ક્લિક કરે તો આ લિંક પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર રિડાયરેક્ટ થાય છે. આ એપ ઈન્સ્ટોલ કરી તેને તમામ પરમિશન આપી પર્સનલ ડિટેલ સબમિટ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની માહિતી સબમિટ કર્યા બાદ હેકર્સ યુઝર્સના ફોનનો પર્સનલ ડેટા ચોરી કરી તેમનું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે.

આ પ્રકારની ફેક એપથી દૂર રહો
આ પ્રકારની ફેક એપથી દૂર રહો

આ નામથી ફેક કોવિન એપ એક્ટિવ
Covid-19.apk
vaci_regis.apk
myvaccine_v2.apk
cov-regis.apk
vccin-apply.apk

આ પ્રકારની ફેક એપથી બચવા અને તમારો ડેટા સુરક્ષિત રાખવા આ વાતોનું ધ્યાન રાખો

 • હંમેશા ઓફિશિયલ કોવિન પોર્ટલ https://www.cowin.gov.in/home પરથી જ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવો.
 • ઈમેલ, SMS અને ફોન કોલ્સ થ્રુ આવતા ફેક ડોમેન્સથી બચીને રહો.
 • કોઈ પણ સાઈટ કે એપ પર લોગ ઈન કરતાં પહેલાં તેના URL ચેક કરો.
 • તમારા ફોનમાં 'untrusted sources'નું સેટિંગ ઓફ રાખો.
 • અનનોન સોર્સ પરથી આવેલી .zip ફાઈલ ઓપન કરતાં બચો.