તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો તમે તમારા સ્માર્ટફોન એપ્સ પર કોઈ પણ વિચાર કર્યા વગર પરમિશન્સ આપી દો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. આવી પરમિશન્સ આપી દેવાથી એપ્સ તમારો ડેટા ચોરી કરી શકે છે. એક નવાં રિસર્ચમાં ખુલાસો થયો છે કે લોકેશન ટ્રેકિંગ ઓન રહેવા પર એપ્સ તમારો પર્સનલ ડેટા ચોરી કરે છે. યુનિવર્સિટી ઓફ બોલોગ્ના અને લંડનના 2 રિસર્ચર્સે જણાવ્યું કે કોઈ એપને લોકેશન ટ્રેકિંગની પરમિશન આપવું એ જોખમી સાબિત થઈ શકે છે.
રિસર્ચ માટે એક ખાસ એપની મદદ લેવાઈ
તેના માટે સંશોધનકર્તાઓએ ‘ટ્રેકિંગએડવાઈઝર’ નામની એપ બનાવી, જે સતત લોકેશન ટ્રેક કરી તેનો ડેટા સ્ટોર કરે છે. રિસર્ચર્સે જણાવ્યું કે લોકેશન ડેટાનાં માધ્યમથી એપ પર્સનલ ડેટા ચોરી કરી શકે છે. આટલું જ નહિ એપ યુઝરના લોકેશનની માહિતી સાચી છે કે કેમ તે જાણવા માટે યુઝરનો ફીડબેક પણ લે છે.
યુનિવર્સિટી ઓફ બોલોગ્નાના સંશોધકોનું કહેવું છે કે, એપ્સ અને સર્વિસિસને કેટલીક પરમિશન એક્સેસના જોખમથી યુઝર અજાણ હોય છે. ખાસ ત્યારે જ્યારે લોકેશન ટ્રેકિંગ કરવામાં આવ્યું હોય. સ્ટડીમાં ઉપયોગ કરવામાં આવેલી ટ્રેકિંગએડવાઈઝર એપ દ્વારા રિસર્ચર્સને જાણવા મળ્યું કે, એપે યુઝરની કેવા પ્રકારનો ડેટા કલેક્ટ કર્યો છે અને તે સંવેદનશીલ હતો. તેમાં મશીન લર્નિંગનો રોલ વધારે મહત્ત્વનો છે, જે યુઝરની એક્યુરેટ લોકેશન, આદત, રસના વિષયો અને તેનાં વ્યક્તિત્વ વિશે માહિતી ભેગી કરે છે.
69 યુઝર્સને સ્ટડીમાં સામેલ કરવામાં આવ્યા હતા
સ્ટડીમાં સામેલ 69 યુઝરને મિનિમમ 2 અઠવાડિયાં સુધી ટ્રેકિંગએડવાઈઝર એપનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એપે 2 લાખથી વધારે લોકેશન ટ્રેક કરી આશરે 2500 લોકેશનની ઓળખ કરી અને ડેમોગ્રાફિક તેમજ પર્સનાલિટી સંબંધિત 5000 પર્સનલ ડેટા ભેગો કર્યો. આ ડેટામાં યુઝર્સની હેલ્થ, સામાજિક આર્થિક સ્થિતિ, જાતિ અને ધર્મ વિશેની માહિતી હતી.
સંશોધકોએ કહ્યું કે અમે યુઝર્સને એ જણાવવા માગતા હતા કે માત્ર લોકેશન ટ્રેકિંગથી જ કેવા પ્રકારનો પર્સનલ ડેટા એકત્રિત કરી શકાય છે. તેમણે કહ્યું કે જો તમે તમારો પર્સનલ ડેટા સુરક્ષિત કરવા માગો છો તો તમે એપ્સને લોકેશન પરમિશન આપતા રોકી શકો છો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.