જો તમે તમારા ડિવાઈસમાં ઈન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. હેકર્સ ગૂગલ ક્રોમ બ્રાઉઝરની આડમાં વાઈરસ એક્સટેન્શનનાં માધ્યમથી યુઝર્સનો ડેટા હેક કરી રહ્યા છે. આ એક્સટેન્શનને ડાઉનલોડ કરી લીધા બાદ હેકર્સ તમારા ફોનનો એક્સેસ મેળવી શકે છે. હેકર્સ તમારા ફોનમાં ઢગલાબંધ સ્પૅમ મેસેજ સેન્ડ કરી ડેટા ચોરી કરી શકે છે. હેકર્સ તેની મદદથી તમારા બેંક અકાઉન્ટના પૈસા પણ ચાઉ કરી શકે છે. ગૂગલ ક્રોમ એક્સટેન્શનના ગ્લોબલી 8 કરોડથી પણ વધારે યુઝર્સ છે.
અબજો યુઝર્સ પ્રભાવિત
ગૂગલ ક્રોમ આધારિત એક્સટેન્શન બ્રાઉઝર જો વલ્નરેબલ અર્થાત્ સંવેદનશીલ છે તો હેકર્સ કન્ટેન્ટ સિક્યોરિટી પોલિસીને બાયપાસ કરી આરામથી ડેટા ચોરી કરી શકે છે. સાઈબર સિક્યોરિટી ફર્મ ‘પેરિમીટએક્સ’ના રિસર્ચર ગલ વીઝમેનના જણાવ્યા અનુસાર, CVE-2020-6519 નામનો બગ વિન્ડોઝ, મેક, ક્રોમ અને ઓપેરામાં જોવા મળી શકે છે. તેનો અબજો યુઝર્સ ઉપયોગ કરે છે. ક્રોમ વર્ઝન 73 જે માર્ચ 2019માં રિલીઝ થયું હતું તે પણ હેકર્સના નિશાના પર છે. કન્ટેન્ટ સિક્યોરિટી પોલિસી વેબનું એક પ્રમાણ છે.
300 જોખમી એક્સટેન્શન
રિપોર્ટ અનુસાર, વાઈરસવાળાં એક્સટેન્શન ક્રોમનાં વેબ સ્ટોર પર અવેલેબલ છે. હેકર્સ આ એક્સટેન્શનનો ઉપયોગ કરી ફોનની બેટરીને પણ નુક્સાન પહોંચાડી શકે છે. આ એક્સટેન્શન ગેમ્સ, થીમ્સ અને વોલપેપર બનાવે છે. જોકે ગૂગલે આવા જોખમી ટૂલ્સને વેબ સ્ટોર પરથી દૂર કર્યાં છે.
આ રીતે હેકર્સ ડેટા ચોરી કરે છે
એડ ગાર્ડે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, હેકર્સ માલવેરયુક્ત ઢગલો જાહેરાતો આપે છે. હેકર્સ ફેક એક્સટેન્શનમાં કેટલાક વેબ કૂકીઝનો ઉપયોગ કરી તમારા પૈસા પણ ચાઉ કરી શકે છે. હેકર્સ યુઝર્સના ફોનમાં ક્રોમ હેક કરી તેની ફંક્શનાલિટી પણ બદલી શકે છે.
ફ્રોડથી બચવા માટેના ઉપાયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.