તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:ક્લબહાઉસ એપનો ઉપયોગ કરતાં હો તો ચેતી જજો, કંપની યુઝર્સ ડેટા ચીન સરકાર સુધી પહોંચાડી રહી છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે કંપની યુઝર્સ ડેટા ચીન સરકાર સુધી પહોંચાડે છે
  • કંપનીએ તેની પોલિસીમાં ફેરફાર કરી અલગ ડેટા સિક્યોરિટી ફર્મ બનાવવાનો પ્લાન કરી રહી છે

જો તમે ઓડિયો ચેટ એપ Clubhouse (ક્લબહાઉસ)નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે હવે અલર્ટ થવાની જરૂર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાના સંશોધકોએ જણાવ્યું કે, તમારા ડેટાને ચાઈનીઝ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી (SIO)એ આ વાતની પુષ્ટિ કરી છે. SIOના જણાવ્યા પ્રમાણે, શંઘાઈની રિયલ ટાઈમ એન્ગેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની અગોરા ક્લબહાઉસ એપને બેક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય કરે છે.

અલગ ડેટા સિક્યોરિટી ફર્મ બનાવવાનો પ્લાન
ક્લબહાઉસે જણાવ્યું કે, ઈન્ક્રિપ્શન અને પોતાના ક્લાઈન્ટના પિંગ સુધી ચાઈનીઝ સર્વર પર મોકલવા માટે ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફારને વેલિડ કરવા અને તેની સમીક્ષા માટે અલગથી ડેટા સિક્યોરિટી ફર્મ નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવેલી ક્લબહાઉસ એપ દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી છે. જોકે, કેટલાક દિવસ પહેલાં ચીન દ્વારા તેના પર રોક લગાવવામાં આવ્યાના સમાચારો સામે આવ્યા હતા.

ઈલોન મસ્ક અને વ્લાદ ટેનેલે પ્રમોશન કર્યું હતું
ક્લબહાઉસ એપ માર્ચ 2020માં લોન્ચ થઈ હતી. મે 2020માં એપ પર આશરે 1500 યુઝર્સ હતા. ત્યારે તેની વેલ્યુ 100 મિલિયન ડોલર (આશરે 729 કરોડ રૂપિયા)ની હતી. જોકે ઈલોન મસ્કે તેનું ચેટરૂમ ઓપન કરી રોબિનહુડ સાથે ઓડિયો ચેટ શરૂ કર્યું ત્યારબાદ એપ પર યુઝર્સનો ઢગલો થવા લાગ્યો.

ફેબ્રુઆરી 2020 સુધી ક્લબહાઉસ પાસે 2 મિલિયન (20 લાખ)થી વધારે યુઝર્સ હતા. તો તેની વેલ્યુ 1 બિલિયન ડોલર (આશરે 7282 કરોડ રૂપિયા) થઈ ગઈ હતી. અર્થાત 1 વર્ષમાં કંપનીની વેલ્યુમાં આશરે 6553 કરોડનો ગ્રોથ થયો.

આ રીતે ક્લબહાઉસ એપનો ઉપયોગ કરો

  • ક્લબહાઉસ ડાઉનલોડ કર્યા બાદ યુઝરનેમ અને મોબાઈલ નંબર સબમિટ કરો. યુઝરનેમ ઈન્વાઈટ મળે તે પહેલાં બદલી શકાય છે. હવે જે SMS આવે તે તમારું ક્લબહાઉસ ઈન્વિટેશન છે. હવે તમે મોબાઈલ નંબરની મદદથી એપ પર લોગ ઈન કરી શકો છો.
  • એપ પર તમે કોઈ ક્લબ, વયક્તિ અથવા કોઈ ખાસ ટોપિકને ફોલો કરી શકો છો. તમે પહેલાંથી જ બનેલા રૂમમાં એન્ટ્રી કરી શકો છો. ત્યાં શું વાચતીત થઈ રહી છે તે તમે સાંભળી શકો છો. તમે ફ્રેન્ડ્સ અને ટોપિક્સને ફોલો કરી શકો છો.
  • આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. આ લાઈવ ઓડિયો ચેટરૂમ છે. એપ પર યુઝર કન્વર્ઝેશનમાં ત્યારે જોઈન કરી શકશે જ્યારે તેને અન્ય કોઈ યુઝરનું ઈન્વિટેશન મળ્યું હોય.

ફેસબુક પણ ક્લબહાઉસ જેવી પ્રોડક્ટ બનાવી રહી છે
ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ફેસબુક નવી ઓડિયો ચેટ પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે. આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવી હશે. ક્લબહાઉસ એપ માત્ર એપલ સ્ટોર પર અવેલેબલ છે. ફેસબુક પાસે પહેલાંથી મેસેજિંગ એપ વ્હોટ્સએપ અને ફોટો શેર કરવા માટે ઈન્સ્ટાગ્રામ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો