અલર્ટ:'સ્ક્વિડ ગેમ' નામની એપ્સ ડાઉનલોડ કરતાં પહેલાં ચેતજો, હેકર્સ તમને પાયમાલ કરી શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલે 'સ્ક્વિડ ગેમ વોલપેપર્સ' નામની એપ ડિલીટ કરી
  • આ એપ યુઝરનો ડેટા ચોરી કરી રહી હતી

'સ્ક્વિડ ગેમ' આ શબ્દ હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત છવાયેલો છે. કોરિયન વેબસિરીઝ સ્ક્વિડ ગેમે પોતાની છાપ એ લેવલે છોડી કે તેના મીમ્સથી લઈને તેનાં નામની ગેમ પણ માર્કેટમાં લોન્ચ થઈ ગઈ. ગેમનાં ગાંડપણમાં જો તમે 'સ્ક્વિડ ગેમ' અને આ નામ સાથે મેળ ખાતી કોઈ પણ એપ આડેધડ ડાઉનલોડ કરી રહ્યા હો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. આવી એપ તમારું અકાઉન્ટ હેક કરી તમને પાયમાલ કરી શકે છે.

ગૂગલે સ્ક્વિડ ગેમ એપ ડિલીટ કરી

ગૂગલ પ્લે સ્ટોર પર 'સ્ક્વિડ ગેમ વોલપેપર્સ' નામની એપ એક્ટિવ થઈ હતી. આ એપ યુઝર્સનો ડેટા ચોરી કરી તેમનું સોશિયલ મીડિયા અને બેંક અકાઉન્ટ હેક કરવાની એક્ટિવિટી કરી રહી હતી. ગૂગલના રડારમાં આ એપ આવતાં જ તેણે એપ રિમૂવ કરી છે. સો પ્રથમ આ એપ ટ્રોજન હોવાની જાણકારી ReBensk નામના ટ્વિટર યુઝરે આપી હતી. ત્યારબાદ અનેક સાયબર સિક્યોરિટી એક્સપર્ટે એપ વિશે યુઝર્સને અલર્ટ કર્યા હતા. એપ પર સિક્યોરિટીના સવાલો ઊભા થતા ગૂગલે તેને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી.

એક્સપર્ટે એપથી દૂર રહેવાની સલાહ આપી
સાયબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ એપમાં જોકર માલવેર હતો. જો તમે આ એપ ઈન્સ્ટોલ કરી હોય તો એક્સર્ટ તાત્કાલિક ધોરણે તેને અનઈન્સ્ટોલ કરવાની સલાહ આપી રહ્યા છે. આ પહેલાં પણ જોકર માલવેર ઘણી એન્ડ્રોઈડ એપ્સ થ્રુ અટેક કરી ચૂક્યો છે. આટલું જ નહિ ગૂગલ પ્લે સ્ટોર પર સ્ક્વિડ ગેમ સાથે મેળ ખાતાં નામથી અનેકો ગેમિંગ અને વોલપેપર્સની એપ એક્ટિવ થઈ છે. એક્સપર્ટ આ પ્રકારની એપ ડાઉનલોડ કરતાં પહેલાં યુઝરને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

એપ સ્ટોર પર સ્ક્વિડ ગેમના નામે ઢગલો એપ્સ એક્ટિવ
એપ સ્ટોર પર સ્ક્વિડ ગેમના નામે ઢગલો એપ્સ એક્ટિવ

આ પ્રકારની ટ્રોજન એપ્સથી આ રીતે બચો

  • apk ફાઈલને બદલે પ્લે સ્ટોર પર વેરિફાઈડ થયેલી એપ્સ જ ડાઉનલોડ કરો.
  • એપ ડાઉનલોડ કરતાં પહેલાં તેની હિસ્ટ્રી જરૂર જાણી લો.
  • એપ અનવોન્ટેડ પરમિશન માગતી હોય તો આડેધડ તેને પરમિશન આપતાં બચો.
  • એપ શંકાસ્પદ જણાતાં તાત્કાલિક ધોરણે તેને અનઈન્સ્ટોલ કરો.