તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ કેમેરા સ્માર્ટફોન:10 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતના આ 5 એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં દમદાર કેમેરા સાથે અનેક એડવાન્સ ફીચર મળશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નો સ્પાર્ક પાવર 2નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા છે
  • 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા રેડમી નોટ 7Sનું બેઝિક વેરિઅન્ટ 8999 રૂપિયામાં અવેલેબેલ છે

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સ્માર્ટફોનની મોટી રેન્જ અવેલેબલ છે. મોટા ભાગની કંપની કેમેરા ફોકસ્ડ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ખાસ વાત એ છે કે તેમાં પણ 10,000 રૂપિયા કરતાં ઓછી કિંમતના સ્માર્ટફોન પર ફોકસ કરી રહી છે. તેમાં ટ્રિપલ રિઅર કેમેરાથી લઈને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને બેસ્ટ સેલ્ફીવાળા સ્માર્ટફોન સામેલ છે. આવો જાણીએ આવા જ સ્માર્ટફોન વિશે જે તમારા બજેટમાં રહેશે અને મલ્ટિપલ ફીચર્સથી સજ્જ હશે...

1. રિયલમી 5
પ્રારંભિક કિંમત: 9999 રૂપિયા

તેમાં 6.5 ઈંચની ડિસ્પ્લે, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર અને 5000mAhની બેટરી મળે છે. રિયલમી 5i અને આ ફોન વચ્ચે અંતર માત્ર સેલ્ફી કેમેરાનું છે. 5iમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે જ્યારે રિયલમી 5માં13MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. 3GB+32GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે.

ડિસ્પ્લે6.50-ઈંચ, 720x1600 પિક્સલ
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ3GB/4GB
સ્ટોરેજ32GB/64GB/128GB
બેટરી5000 mAh
રિઅર કેમેરા12MP+ 8MP+ 2MP+ 2MP
ફ્રન્ટ કેમેરા13MP

2. રેડમી નોટ 7S
પ્રારંભિક કિંમત: 8999 રૂપિયા

આ શાઓમીનો એક બજેટ સ્માર્ટફોન છે. તેમાં 6.3 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સલ છે. સ્ક્રીનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે. તે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસરથી સજ્જ છે. તેની મદદથી હેવી ગેમ્સ રમી શકાય છે. ફોનમાં 4000mAhની બેટરી છે. તે ફુલ ચાર્જમાં 23 કલાકનું કોલિંગ આપે છે. તેનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8999 રૂપિયા અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે.

ડિસ્પ્લે6.30-ઈંચ, 1080x2340 પિક્સલ
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 660
રેમ3GB
સ્ટોરેજ32GB
બેટરી4000mAh
રિઅર કેમેરા48MP+ 5MP
ફ્રન્ટ કેમેરા13MP

3. રેડમી 8
પ્રારંભિક કિંમત 9,799 રૂપિયા

તેમાં 6.22 ઈંચની HD LCD ડિસ્પ્લે છે. તેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળે છે. ફોનનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ અવેલેબલ છે. તેની કિંમત 8999 રૂપિયા છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

ડિસ્પ્લે6.22-इंच, 15207x20 પિક્સલ
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 439
રેમ4GB
સ્ટોરેજ64GB
બેટરી5000mAh
રિઅર કેમેરા12MP+ 2MP
ફ્રન્ટ કેમેરા8MP

4. ટેક્નો કેમોન 15
પ્રારંભિક કિંમત 9999 રૂપિયા

ફોનમાં 6.55 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તેનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ અવેલેબલ છે. તેનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

ડિસ્પ્લે6.55 ઈંચ
પ્રોસેસરઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22
રેમ4GB

સ્ટોરેજ

64GB
બેટરી5000 mAh
રિઅર કેમેરા48MP+ 2MP+ 2MP+ QVGA
ફ્રન્ટ કેમેરા16MP

5. ટેક્નો સ્પાર્ક પાવર 2
કિંમત: 7999 રૂપિયા

ફોન 3GB+32GBનાં સિંગલ વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેની કિંમત 7999 રૂપિયા છે. તેમાં 6000mAhની બેટરી છે. તેની મદદથી 29 કલાકનું વીડિયો પ્લેબેક, 35 કલાકનું કોલિંગ, 17 કલાકનું ગેમિંગ અને 200 કલાક મ્યુઝિક સાંભળી શકાય છે.

ડિસ્પ્લે7 ઈંચ HD+ ડિસ્પ્લે
પ્રોસેસરઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22
રેમ3GB
સ્ટોરેજ32GB
બેટરી6000mAh
રિઅર કેેમેરા13MP+ 2MP+ 2MP
ફ્રન્ટ કેમેરા8MP

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો