ટેક બાઈંગ ગાઈડ:આ 5 સ્માર્ટફોનની કિંમત 8 હજાર રૂપિયા કરતા પણ ઓછી, તમામ સ્માર્ટફોન પર કિંમત જેટલું જ એક્સચેન્જ બોનસ અને કેશબેક મળી રહ્યું છે, જાણો આખી ડીલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્વદેશી કંપની માઈક્રોમેક્સે મંગળવારે In સિરીઝનાં માધ્યમથી ભારતમાં કમબેક કર્યું
 • થોડા દિવસો પહેલા પોકોએ બજેટ સ્માર્ટફોન તરીકે પોકો C3 સ્માર્ટફોન લોન્ચ કર્યો, તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 7499 રૂપિયા છે

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ટેક કંપનીઓ સેલ્સ વધારવા માટે પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ઓફિશિયલ સાઈટ પર ફોન એક્ચેન્જ પર બોનસ પણ મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોમાં લૉ બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં અનેક ફોન લોન્ચ થયાં છે.

જો તમારું બજેટ પણ ઓછું છે, તો તમારા માટે અનેક ઓપ્શન છે. તમારી સુવિધા માટે અમે 8 હજાર રૂપિયાથી પણ ઓછા બજેટમાં લોન્ચ થયેલાં 5 નવા સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેથી તમને ફોનની ખરીદીમાં સુવિધા મળશે. તો આવો જાણીએ આ ફોન કયા છે એને તે કેવાં સ્પેસિફિકેશન ધરાવે છે.

1. In 1b (બાય માઈક્રોમેક્સ)
કિંમત: 6999 રૂપિયા

 • સ્વદેશી કંપની માઈક્રોમેક્સે મંગળવારે In સિરીઝનાં માધ્યમથી ભારતમાં કમબેક કર્યું છે. કંપનીએ સિરીઝમાં 2 મોડેલ 1b અને નોટ 1 લોન્ચ કર્યા છે, પરંતુ 8 હજારથી ઓછા બજેટમાં માત્ર 1b ખરીદી શકાશે. તેનો સેલ 26 નવેમ્બરથી શરૂ થશે.
 • આ સ્માર્ટફોનમાં 6.52 ઇંચની ફુલ HD+ મિની ડ્રોપ ડિસ્પ્લે મળે છે. તે અલ્ટ્રા બ્રાઈટ રિઝોલ્યુશન ધરાવે છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરની સાથે 2GB/4GB રેમનું કોમ્બિનેશન મળે છે. ફોનને 32GB અને 64GB ઓનબોર્ડ સ્ટોરેજની સાથે ખરીદી શકશે.
 • ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપ્યો છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર સામેલ છે. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ પણ મળશે. સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.
 • ફોનમાં 5000mAhની પાવરફુલ બેટરી આપી છે, તે રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. એટલે કે તમે આનાથી બીજા ફોનને ચાર્જ કરી શકશો. ફોનની સાથે 10 વોટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે.

2. રિયલમી C12
કિંમત: 7999 રૂપિયા

 • કંપનીએ થોડા દિવસ પહેલાં જ સિંગલ (3GB+32GB) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ફોનની કિંમત 7999 રૂપિયા છે. માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફ્લિપકાર્ટ ફોન પર 6800 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. સાથે જ એક્સિસ બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર 10% સુધી ઓફ પણ આપી રહી છે. (નોંધ: એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.)
 • ફોનમાં 6.52 ઈંચની HD ડિસ્પ્લે, 6000mAhની બેટરી, મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર, 13MP ટ્રિપલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

3. જિયોની F8 નિયો
કિંમત: 5499 રૂપિયા

 • જિયોની F8 નિયોમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ મળશે, માઈક્રો SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. લૉ બજેટ ફોનમાં સિંગલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • કેમેરામાં ફેસ અનલોક, સ્લો મોશન, પેનોરોમિક, નાઈટ મોડ, ટાઈમ લેપ્સ, બર્સ્ટ મોડ, QR કોડ, બ્યૂટી જેવાં ફીચર્સ મળે છે.
 • ફોનમાં 5.45 ઈંચની LCD ડિસ્પ્લે અને 3000mAhની બેટરી મળે છે. ફોનની કિંમત 5499 રૂપિયા છે અને ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી શકાશે.

4. ટેક્નો સ્પાર્ક ગો 2020
કિંમતઃ 6,499 રૂપિયા

 • 8 હજાર રૂપિયાથી ઓછા બજેટમાં ટેક્નો સ્પાર્ક ગો 2020 સારો ઓપ્શન હોઈ શકે છે. કંપની ઓછી કિંમતમાં સારાં ફીચર્સ આપવા માટે પોપ્યુલર છે. ફોનનું સિંગલ વેરિઅન્ટ 2GB+ 32GB લોન્ચ થયું છે.
 • તેમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે, 13MPનો ડ્યુઅલ રિઅર કેમેરા, 8MPનો ફ્રન્ટ કેમેરા, 5000mAhની બેટરી અને મીડિયાટેક હીલિયો A20 પ્રોસેસર છે.
 • ફ્લિપકાર્ટ પર ફોનનો આઇસ જેડાઇટ અને એક્વા બ્લૂ કલર 6,499 રૂપિયા અને કિંમત 5,950 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ સાથે અવેલેબલ છે, જ્યારે ફોનનો મિસ્ટ્રી વ્હાઇટ કલર 7,999 રૂપિયા કિંમત અને 7,400 રૂપિયા સુધીનાં એક્સચેન્જ બોનસ સાથે અવેલેબલ છે. (નોંધ: એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.)

5. પોકો C3
પ્રારંભિક કિંમત: 7499 રૂપિયા

 • થોડા દિવસો પહેલા પોકોએ બજેટ સ્માર્ટફોન તરીકે પોકો C3 સ્માર્ટફોન લોન્ચ કર્યો. તેના બે વેરિઅન્ટ ઉપલબ્ધ છે. 3GB+32GBની કિંમત 7499 રૂપિયા છે, જ્યારે 4GB+64GB વેરિઅન્ટની કિંમત 8999 રૂપિયા છે.
 • તેનાં 3GB+32GB વેરિઅન્ટને 8 હજારથી ઓછા બજેટમાં ખરીદી શકાય છે, જેના પર ફ્લિપકાર્ટ 6950 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને એક્સિસ બેંક ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. (નોંધ: એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કંડીશન અને મોડેલ પર આધાર રાખશે)
 • ફોનમાં 6.53 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે, 13MPનો ટ્રિપલ રિઅર કેમેરા, 5MPનો ફ્રન્ટ કેમેરા, 5000mAh બેટરી અને મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર છે.
અન્ય સમાચારો પણ છે...