બે મિનિટ માટે વિચારી લો કે, ઘરમાં હાજર દરેક ઇલેક્ટ્રિક વસ્તુઓ, બધા ગેજેટ્સ, AC, TV અને ફ્રિજ તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટેડ હોય, તમારા એક વોઇસ કમાન્ડ કે ફોનની સ્ક્રીન પર એક જ ટચથી ઓપરેટ થાય તો કેવું લાગે? આજે જાણીએ આવા જ કંઈક સ્માર્ટ ગેજેટ્સ વિશે...
1.Realme Smart Wifi LED Bulb
કિંમત: 799 રૂપિયા
બલ્બ ઘરમાં સૌથી વધારે વપરાતું ગેજેટ છે. સૌથી વધારે ખરીદી પણ તેની જ થાય છે. એક એવો બલ્બ જેમાં ઓછી વીજળી ખર્ચ થાય, તમારા સ્માર્ટફોનથી ઓપરેટ થાય અને 13 વર્ષનો લાઈફ સ્પાન હોય. સ્માર્ટફોન બનાવતી કંપની રિયલમીએ આવો જ એક સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યો છે. આશરે 800 રૂપિયાનો બલ્બ ગૂગલ અસિસ્ટન્ટ અને એલેક્સાને સપોર્ટ કરે છે. તમે વોઇસ કમાન્ડ આપીને પણ આ બલ્બ ઓપરેટ કરી શકો છો. 16 મિલિયન કલર્સ સપોર્ટ કરતો આ બલ્બ રિયલમી લિંક એપની મદદથી ફોનથી જ કન્ટ્રોલ કરી શકાય છે.
2. Viewsonic M1 Mini Projector
કિંમત: 22,500 રૂપિયા
મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવાની મજા જ કંઈક અલગ છે અને આ મજા તમે સ્માર્ટફોનની મદદથી વ્યૂસોનિક M1 મિનિ પ્રોજેક્ટરમાં માણી શકો છો. આ કોમ્પેક્ટ પ્રોજેક્ટર માત્ર 4x4 સાઈઝનું છે. તે 100 ઇંચના ટીવીની સ્ક્રીન જેટલું પ્રોજેક્શન કરી શકે છે. વ્યૂસોનિક M1 મિનિ પ્રોજેક્ટરનો ઉપયોગ કરવો સરળ છે. તેમાં બિલ્ટ-ઇન બેટરી આપી છે. તે 2.5 કલાક ચાલે છે. આ પ્રોજેક્ટરને પાવર બેન્કની મદદથી પણ ચાર્જ કરી શકાય છે. સારી ઓડિયો ક્વોલિટી માટે JBLના સ્પીકર્સ અપાય છે. સૌથી સારી વાત એ છે કે, વ્યૂસોનિક M1 મિનિ પ્રોજેક્ટર તમે તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટની મદદદથી ઓપરેટ કરી શકો છો.
3. Xiaomi Mi Robot Vacuum Mop P
કિંમત: 24,999 રૂપિયા
હવે એક એવા ગેજેટની વાત કરીએ જે મહિલા હોય કે પુરુષ, દરેકને ગમશે. કારણકે આ તમારા ઘરના કામ કરવામાં મદદ કરશે. શાઓમીનો Mi રોબોટ વેક્યુમ મૉપ Pથી કચરા-પોતા એમ બંને વસ્તુ કરી શકાય છે. આ સ્માર્ટ વેક્યુમ ક્લીનર તેની ખાસ LDS લેઝર નેવિગેશન સિસ્ટમની મદદથી તમારા ઘરનો એક 3D નકશો બનાવી લે છે. એ પછી તે આખા ઘરમાં ફરીને સાફ-સફાઈ કરે છે. તેની અંદર 12 હાઈ પ્રિસિઝન સેન્સર આપ્યા છે. આ સેન્સરને લીધે તે ઘરની વસ્તુઓ સાથે અથડાતું પણ નથી અને કચરાને દૂરથી જ સેન્સ કરી લે છે. સ્માર્ટ વેક્યુમ ક્લીનરમાં 3200mAhની બેટરી આપી છે. બેટરી પછી થતાની સાથે જ તે ઓટોમેટિક રિચાર્જ ડૉક પર આવી જાય છે અને ચાર્જ થઇ ગયા પછી ફરીથી સાફ-સફાઈ ચાલુ કરે છે. આ રોબોટ વેક્સયુમ ક્લીનરને તમે સ્માર્ટફોનની મદદથી પણ કન્ટ્રોલ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.