- Gujarati News
- Utility
- Gadgets
- Best Products Of Amazon And Flipkart Sale; Big Discount On Oppo Reno 6 5G, Poco F3 GT, Realme X7 Max 5G, Blaupunkt Cybersound TV, Realme Smartwatch S And More
એમેઝોન Vs ફ્લિપકાર્ટ સેલ:કઈ પ્રોડક્ટ્સની ખરીદી પર વધારે ફાયદો મળશે, 10% એડિશનલ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળશે? જાણો સેલની વિગતવાર માહિતી
- ફ્લિપકાર્ટ પરથી 'રિયલમી X7 મેક્સ 5G'ની ખરીદી કરવા પર ₹2000નું ડિસ્કાઉન્ટ મળશે
- ફ્લિપકાર્ટ પર રિયલમી સ્માર્ટવોચ Sની ખરીદી 37%નાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે
- એમેઝોન પરથી ગેલેક્સી M31sની ખરીદી 7500 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે
દેશના સૌથી મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટ પર લિમિટેડ સેલ શરૂ થઈ ગયો છે. ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ 29 જુલાઈ અને એમેઝોન પર પ્રાઈમ ડેઝ સેલ 27 જુલાઈ સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, ગેજેટ્સ, એક્સેસરીઝ, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સ જેવી આઈટેમ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં મળતી પ્રોડક્ટ્સ પર MRP પર મળતાં ડિસ્કાઉન્ટ સાથે બેંક ઓફર્સમાં 10%નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
ઈ-કોમર્સ પર બેંક ઓફર્સથી કેટલો ફાયદો
ફ્લિપકાર્ટે પોતાના ગ્રાહકોને સેલમાં વધારે ફાયદો મળે તે માટે ICICI બેંક સાથે ટાઈઅપ કર્યું છે. અર્થાત ICICI બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતા ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
આ જ રીતે એમેઝોને HDFC બેંક સાથે ટાઈઅપ કર્યું છે. જે ગ્રાહકો HDFC બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરશે તેમને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
આ સેલમાં 'નો કોસ્ટ EMI'નો પણ ઓપ્શન મળે છે. સાથે એક્સચેન્જ ઓફર હેઠળ પણ યુઝરને બેનિફિટ મળે છે. કંપની પોતાના પ્રાઈમ યુઝર્સને ફાસ્ટ ડિલિવરી આપી રહી છે.
ફ્લિપકાર્ટ સેલની ટોપ-5 અને એક્સક્લુઝિવ પ્રોડ્કટ
1. ઓપ્પો રેનો 6 5G
ઓપ્પોના આ ફોનની ખરીદી 27 અને 28 જુલાઈએ કરી શકાશે. ફોનનું 8GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 29,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ તેની ખરીદી 21,092 રૂપિયામાં કરી શકાશે. ફોનને 12 મહિનાની 'નો કોસ્ટ EMI' પર ખરીદી શકાશે. 12GB+256GBનાં પ્રો વેરિઅન્ટની કિંમત 39,990 રૂપિયા છે.
ઓપ્પો રેનો 6 5Gનાં સ્પેસિફિકેશન
- આ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ કલર OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 180Hz છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 900 પ્રોસેસર સાથે 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
- ફોટો અને વીડિયો ગ્રાફી માટે તેમાં 64MP (પ્રાઈમરી લેન્સ)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 2MP(મેક્રો શૂટર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સાથે વાઈફાઈ 6, બ્લુટૂથ 5.2, GPS અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. તેમાં એક્સેલેરોમીટર, પ્રોક્સિમીટર, એમ્બિયન્ટ લાઈટ, Z એક્સિસ લીનિયર મોટર, કલર ટેમ્પરેચર સેન્સર અને ઝાયરોસ્કોપ સેન્સર પણ મળે છે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
- ફોન 4,300mAhની બેટરીથી સજ્જ છે, જે 65 વૉટની સુપરવુશ 2.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન 7.59mm પાતળો છે અને તેનું વજન 182 ગ્રામ છે.
ઓપ્પો રેનો 6 પ્રો 5Gનાં સ્પેસિફિકેશન
- આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઈડ 11 બેઝ્ડ કલર OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD AM0LED ડિસ્પ્લે મળે છે. બેઝિક વેરિઅન્ટની જેમ પ્રો વેરિઅન્ટમાં પણ 90Hzનો રિફ્રેશ રેટ અને 180Hzનો ટચ સેમ્પલિંગ રેટ છે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે.
- ફોટો અને વીડિયો ગ્રાફી માટે ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. અન્ય સેન્સર પણ તેનાં બેઝિક વેરિઅન્ટ જેવાં જ છે પ્રો વેરિઅન્ટમાં 2MPનો વધારાનું મોનો કેમેરા સેન્સર મળે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સાથે વાઈફાઈ 6, બ્લુટૂથ 5.2, GPS અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. તેમાં એક્સેલેરોમીટર, પ્રોક્સિમીટર, એમ્બિયન્ટ લાઈટ, X એક્સિસ લીનિયર મોટર, Z એક્સિસ લીનિયર મોટર, કલર ટેમ્પરેચર સેન્સર અને ઝાયરોસ્કોપ સેન્સર પણ મળે છે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
- આ ફોન 5000mAhની બેટરી ધરાવે છે. તે 65 વૉટની સુપરવુશ 2.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
2. પોકો F3 GT
ગેમિંગ લવર્સ માટે ડિઝાઈન કરવામાં આવેલા આ સ્માર્ટફોનની ખરીદી ફ્લિપકાર્ટના સેલમાંથી કરી શકાશે. ફોનનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા, 8GB+128GB વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા છે. કંપની લોન્ચિંગ ઓફર હેઠળ પ્રથમ અઠવાડિયાંમાં 1000 રૂપિયાનું અને બીજે અઠવાડિયે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે.
પોકો F3 GTનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
- ફોનમાં 6.67 ઈંચની ટર્બો AMOLED 10 બિટ ડિસ્પ્લે મળે છે. તે HDR10+ સપોર્ટ કરે છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસર સાથે 8GBની રેમ અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ મળે છે.
- ફોનમાં 64MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનના પ્રાઈમરી રિઅર કેમેરાના સેન્સરને એક્સ્ટ્રા લૉ ડિસ્પ્રેશન સાથે તૈયાર કરાયું છે. તેનો ઉપયોગ DSLR લેન્સમાં કરી શકાય છે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
- સ્માર્ટફોનમાં 5,065mAhની બેટરી છે, જે 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, 15 મિનિટમાં તે 50% ચાર્જ થઈ જાય છે. ફોનમાં સારી વોઈસ ક્વોલિટી અને ગેમિંગ માટે 3 માઈક્રોફોન છે. તે વાઈફાઈ ગેમિંગ એન્ટિના પણ સપોર્ટ કરે છે.
- તેમાં હાઈ સાઉન્ડવાળા ડ્યુઅલ સ્પીકર્સ મળે છે. તે ડોલ્બી એટમ્સ સપોર્ટ કરે છે. ફોનમાં ડેડિકેટેડ GT સ્વિચ, મેગ્લેવ ટ્રિગર અને સારા ગેમિંગ એક્સપિરિઅન્સ માટે એક્સ શૉકર્સ મળે છે. તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
3. રિયલમી X7 મેક્સ 5Gનાં સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ખરીદી માટે અવેલેબલ છે. ફ્લિપકાર્ટ પર 8GB+128GB વેરિઅન્ટની ખરીદી 24,999 રૂપિયામાં કરી શકાશે. કંપનીએ લોન્ચિંગ સમયે આ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા રાખી હતી. અર્થાત આ સેલમાંથી ખરીદી પર ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- ફોનમાં 6.43 ઈંચની AMOLED ફુલ HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને 120Hzનો રિફ્રેશ રેટ છે.
- ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ રિયલમી UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
- તેમાં ડાયમેન્સિટી 1200 ચિપસેટ સાથે 12GB LPDDR4x રેમ મળે છે. ફોનમાં 256GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. સ્ટોરેજ એક્સપાન્ડ કરવા માટે ફોનમાં SD કાર્ડ સ્લોટ નહિ મળે.
- ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તે બ્યુટી, HDR, ફેસ ડિટેક્શન, પોટ્રેટ સહિતના મોડ સપોર્ટ કરે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ 5G,4G LTE,વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, NFC, GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
- ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે. તે 50 વૉટ સુપર ડાર્ટ ચાર્જ ટેક્નોલોજી સાથે આવે છે. તે 16 મિનિટમાં 0થી 50% ચાર્જિંગ કરે છે.
4. બ્લૉપંક્ટ સાઈબરસાઉન્ડ 43 ઈંચ 4K એન્ડ્રોઈડ ટીવી
જર્મન ટેક્નોલોજીથી સજ્જ આ ટીવીમાં પ્રીમિયમ ડિસ્પ્લે અને 60 વૉટનો દમદાર સાઉન્ડ મળે છે. તે ગૂગલની લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં બ્લુટૂથ 5.0, USB પોર્ટ, 3 HDMI પોર્ટ, વોઈસ ઈનેબલ રિમોટ સાથે મીડિયાટેક ARM કોરટેક્સ A52 પ્રોસેસર મળે છે. ટીવીનું ઓનબોર્ડ સ્ટોરેજ 8GB છે. સેલમાં ટીવીની ખરીદી 30,999 રૂપિયામાં કરી શકાશે.
- આ ટીવી એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. લેટેસ્ટ OSના કારણે તેનું ઈન્ટરફેસ ઘણું સારું છે. તેમજ દરેક નાનાં સેગમેન્ટ માટે તેમાં ઘણા ફીચર્સ મળે છે. ટીવીમાં કનેક્ટિવિટી માટે 3 HDMI, 2 USB પોર્ટ છે. તેની સાથે તેમાં એક ઈથરનેટ પોર્ટ અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે. જો કે, ટીવીમાં RCA પોર્ટ નહીં મળે. તેના માટે કંપની ઓક્સ ટૂ RCA કેબલ આપી રહી છે, જેની મદદથી સેટટોપ બોક્સને કનેક્ટ કરી શકાય છે.
- ટીવીમાં 43-ઈંચની 4K ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 3840 x 2160 પિક્સલ છે. તે અલ્ટ્રા બ્રાઈટ ડિસ્પ્લે ક્વોલિટીને સપોર્ટ કરે છે. તેથી ટીવીમાંથી મળતા વીડિયોનું આઉટપુટ ઘણું પ્રીમિયમ થઈ જાય છે.
- તેમાં ડોલ્બી ડિજિટલ પ્લસ, DTS ટ્રુસરાઉન્ડ સર્ટિફાઈડ ઓડિયો, ડોલ્બી એટમ્સ જેવા ઘણાં ફીચર્સ મળે છે. તેનો સાઉન્ડ એટલો પાવરફૂલ છે કે મોટા હોલમાં પણ મ્યુઝિકની મજા આપે છે. તમારે હોમ થિયેટર કનેક્ટ કરવાની જરૂર નથી.
- ટીવીની સાથે ફૂલી કંટ્રોલ રિમોટ મળે છે. તેમાં નેટફ્લિક્સ, ગૂગલ પ્લે, યુટ્યુબ અને USB ડ્રાઈવને ડાયરેક્ટ પ્લે કરવાના ડેડિકેટેડ બટન આપ્યા છે. વોઈસ કમાન્ડ માટે ગૂગલ આસિસ્ટન્ટનું ડેડિકેટેડ બટન પણ છે.
- ટીવી સાથે એક વોલ માઉન્ટ સ્ટેન્ડ યુનિટ, એક ટેબલ સ્ટેન્ડ, એક રિમોટ, રિમોટ માટે 2 AAA બેટરી, મેન્યુઅલ ગાઈડ મળે છે.
5. રિયલમી સ્માર્ટવોચ S
આ વોચની કિંમત 7999 રૂપિયા છે. સેલમાં તેની ખરીદી 4999 રૂપિયામાં કરી શકાશે. અર્થાત તેના પર 37%નો ફાયદો મળી રહ્યો છે. તેને મંથલી 174 રૂપિયાની EMIથી ખરીદી શકાય છે. વોચમાં બ્લેક અને વ્હાઈટ કલર સ્ટ્રિપના ઓપ્શન મળે છે. તે હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર કરે છે. તેમાં 1.3 ઈંચની ઓટો બ્રાઈટનેસ એડ્જસ્ટમેન્ટ ડિસ્પ્લે મળે છે. તેમાં મલ્ટિપલ હેલ્થ મોનિટર ફીચર્સ મળે છે. વોચ 16 સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. ફુલ ચાર્જમાં તે 15 દિવસનું બેકઅપ આપે છે.
એમેઝોન સેલની ટોપ-5 અને એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ
1. સેમસંગ ગેલેક્સી M31s
આ સ્માર્ટફોનની MRP 22,999 રૂપિયા છે. સેલમાં તેની ખરીદી 15,499 રૂપિયામાં કરી શકાશે છે. ફોનનાં 6GB અને 8GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. કંપની ફોન પર 6 મહિનાની ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ વોરન્ટી આપી રહી છે. તેમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- ફોનનો કેમેરા 4K વીડિયો રેકોર્ડિગ, સ્લો મોશન, AR ડૂડલ્સ અને AR ઈમોજી સહિતનાં ફીચર સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોન એન્ડ્રોઈડ 10 OS સાથે OneUI પર રન કરે છે.
- ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP+12MP+5MP+5MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
- ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોનમાં 6000mAhની બેટરી છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
2. જિયોની સ્ટાઈલફિટ GSW8
એમેઝોન સેલથી આ વોચ એક્સક્લુઝિવલી ખરીદી શકાશે. તે સ્માર્ટ કોલિંગ ફીચર સાથે આવે છે. બિલ્ટ ઈન માઈક અને સ્પીકર સાથે આ સસ્તી સ્માર્ટવોચ છે. તેની MRP 8999 રૂપિયા છે, સેલમાં તેને 3799 રૂપિયામાં ખરીદી શકાશે.
ફીચર્સ અને સ્પેસિફિકેશન
સ્ટાઈલફિટ GSW8માં યુનિક હેલ્થ અને ફિટનેસ ફીચર્સ મળે છે. તે હાર્ટ રેટ મોનિટર, મંથલી પિરિયડ ટ્રેકર, સ્લીપ મોનિટર, પેડોમીટર, કેલરી કાઉન્ટ પર નજર રાખે છે. તેમાં આઉટડોર રન, આઉટડોર વોક, ઈન્ડોર રન, ઈન્ડોર વોક, હાઈકિંગ, આઉટડોર સાઈકલિંગ, સ્ટેશનરી બાઈક, એલિપ્ટિકલ, રોઈંગ મશીન જેવાં મલ્ટિ સ્પોર્ટ મોડ મળે છે. ડિવાઈસ પ્રીમિયમ લેધર અને સિલિકોન સ્ટ્રેપ વેરિઅન્ટમાં આવે છે. તેનાં સિએના બ્રાઉન અને એક્લિપ્સ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે. સ્માર્ટવોચમાંથી ઈન્કમિંગ કોલ અટેન્ડ અથવા રિજેક્ટ કરી શકાય છે.
3. JBL ઈન્ડ્યુરન્સ જમ્પ
આ સ્પોર્ટી અને સ્ટાઈલિશ વાયરલેસ હેડફોન સેલમાં 3499 રૂપિયામાં ખરીદી શકાશે. સેલ સિવાય કંપનીએ તેની કિંમત 4199 રૂપિયા રાખી છે. તે વૉટર અને સ્વૅટ રેઝિસ્ટન્સ છે. તેને વર્કઆઉટ સિવાય કોઈ પણ વાતાવરણમાં અને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેની બેટરી ઝડપથી ચાર્જ થાય છે. તે સિંગલ ચાર્જમાં 8 કલાકનું બેકઅપ આપે છે.
4. ટેક્નો કેમન 17
ચાઈનીઝ કંપની ટેક્નોએ તાજેતરમાં તેની કેમન 17 સિરીઝ લોન્ચ કરી છે. બંને સ્માર્ટફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. પ્રો વેરિઅન્ટમાં 48MPનો ફ્રન્ટ કેમેરા અને બેઝિક વેરિઅન્ટમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. બંને ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે મળે છે. કેમન 17 પ્રોના 8GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
5. શાઓમી Mi 10i
એમેઝોનથી શાઓમીના અફોર્ડેબલ સ્માર્ટફોન Mi 10iની પણ ખરીદી શકાય છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટ 6GB+64GBની કિંમત 21,999 રૂપિયા છે. ફોનમાં 108MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. ફોન 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. તેમાં 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4820mAhની બેટરી મળે છે. ફોન ડ્યુઅલ વીડિયો મોડ ફીચર્સ સપોર્ટ કરે છે. અર્થાત ફોનના રિઅર અને બેક કેમેરાથી એક સાથે વીડિયો રેકોર્ડ કરી શકાય છે.