યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:8 કલાક પ્લેબેક ધરાવતા નેકબેન્ડથી લઈને ટ્રિમર સુધી, આ નોન ચાઈનીઝ ગેજેટ તમારા માટે બેસ્ટ સાબિત થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોઈઝ ફ્લેયર નેકબેન્ડ માત્ર 8 મિનિટના ચાર્જમાં 8 કલાકનું પ્લેબેક આપે છે

ભારતમાં ગેજેટ માર્કેટમાં ચાઈનીઝ કંપનીઓનું વર્ચસ્વ છે. તેમ છતાં જો તમે એન્ટિ ચાઈના સેન્ટિમેન્ટ ધરાવતા હો તો તમારા માટે માર્કેટમાં ઘણા વિકલ્પ છે. આજે અમે એવી પ્રોડક્ટ વિશે જણાવીશું જે ચાઈનીઝ નથી અને ક્વોલિટીમાં બેસ્ટ છે.

1. નોઈઝ ફ્લેયર નેકબેન્ડ
કિંમત: 1799 રૂપિયા

નોઈઝ સ્વદેશી ઓડિયો કંપની છે. તેનો નેકબેન્ડ સંપૂર્ણ રીતે દેશી છે. તે ટચ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તે IPX5 વૉટર રેઝિસ્ટન્સ છે. આ નેકબેન્ડ જોગિંગ અને જિમ માટે પર્ફેક્ટ છે. તેમાં નોઈઝ કેન્સલેશન ફીચર મળે છે. માત્ર 8 મિનિટના ચાર્જમાં તે 8 કલાકનું પ્લેબેક આપે છે.

2. બૉટ મિસફિટ T50 ટ્રિમર
કિંમત: 999 રૂપિયા

બૉટનું આ ટ્રિમર ટાઈટેનિયમ બ્લેડ્સથી સજ્જ છે. તેમાં 0.5-20mm સુધીની ટ્રિમિંગ રેન્જ મળે છે. ફુલ ચાર્જ થવામાં તે 1.5 કલાકનો સમય લે છે. સિંગલ ચાર્જમાં 160 મિનિટનું બેટરી બેકઅપ આપે છે.

3. ઈકો ડોટ 4th જનરેશન
કિંમત: 3999 રૂપિયા

એમેઝોન ઈકો ડોટ મ્યુઝિક માટે સારું ડિવાઈસ છે. આ ડિવાઈસની મદદથી તમારા ઘરને તમે સ્માર્ટ હોમમાં કન્વર્ટ કરી શકો છો. ઈકો ડોટમાં એલેક્સા ઈન બિલ્ટ હોય છે. તેની મદદથી તમે સ્માર્ટ ડિવાઈસ કન્ટ્રોલ કરી શકો છો.