બજેટ ફ્રેન્ડલી લેપટોપ:ઓનલાઈન ક્લાસથી લઈને વર્ક ફ્રોમ હોમ માટે સ્યુટેબલ આ વર્ષે લોન્ચ થયેલાં લેપટોપનું લિસ્ટ જુઓ, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન અભ્યાસને લીધે 2020થી લેપટોપની ડિમાન્ડમાં ભારે વધારો થયો. આ વર્ષે પણ લેપટોપની ડિમાન્ડ યથાવત રહી. 2021માં ઘણી કંપનીના બજેટ ફ્રેન્ડલી લેપટોપ લોન્ચ થયાં. આ વર્ષે રિયલમીથી લઈને HP કંપનીના લેપટોપ લોન્ચ થયાં છે. બજેટ ફ્રેન્ડલી હોવા છતાં આ લેપટોપમાં શાનદાર ફીચર્સ મળે છે. જો તમે નવું લેપટોપ ખરીદવાના મૂડમાં હો તો અમે તમારા માટે આ વર્ષે લોન્ચ થયેલાં લેપટોપનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લેપટોપની કિંમત 19 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

1. આસુસ ક્રોમબુક C223
1 કિલોગ્રામનું વજન ધરાવતા આ લેપટોપમાં 11.6 ઈંચની ડિસ્પ્લે મળે છે. તે ઈન્ટેલ UDH ગ્રાફિક્સ કાર્ડ સાથે મલ્ટિપલ કનેક્ટિવિટી પોર્ટ સાથે આવે છે. તેમાં 4GBની રેમ મળે છે. લેપટોપ ક્રોમ OS પર રન કરે છે.

2. આસુસ ક્રોમબુક Cx1101
કિંમત: ₹19,990

આ લેપટોપમાં 11.6 ઈંચની સ્ક્રીન છે. તેનું રિઝોલ્યુશન 1366x768 પિક્સલ છે. લેપટોપ ડ્યુઅલ કોર ઈન્ટેલ સેલેરોન N4120 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 4GBની રેમ અને 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી લેપટોપના સ્ટોરેજને એક્સપાન્ડ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં લેપટોપ 13 કલાકનું બેકઅપ આપે છે.

3. આસુસ ક્રોમબુક C423
કિંમત: ₹22,999

ઈન્ટેલ સેલેરોન N 3350 પ્રોસેસરથી સજ્જ આ લેપટોપમાં 14 ઈંચની HD સ્ક્રીન મળે છે. તેનું રિઝોલ્યુશન 1399x768 પિક્સલ છે. તેમાં 4GBની રેમ અને 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. લેપટોપ ક્રોમ OS પર રન કરે છે.

4.HP ક્રોમબુક 11a
કિંમત: ₹23,990

આ ક્રોમબુક 11.6 ઈંચની HD ડિસ્પ્લે ધરાવે છે. તેનું રિઝોલ્યુશન 1366x768 પિક્સલ છે. લેપટોપ 4GBની રેમ અને 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ ધરાવે છે. તે HD વેબકેમ સપોર્ટ કરે છે.

5. આસુસ ક્રોમબુક ફ્લિપ C214
કિંમત: ₹24,999

આ લેપટોપમાં 360 ડિગ્રી ટચ ડિસ્પ્લે મળે છે. તે ડ્યુઅલ કેમેરા ટેબ્લેટ મોડમાં ફોટો અને વીડિયો પણ કેપ્ચર કરે છે. તેને મિલિટરી ગ્રેડ ડ્યુરિબિલિટીનું સર્ટિફિકેશન મળ્યું છે. આ ડિવાઈસ ક્રોમ OS પર રન કરે છે.

6. આસુસ ક્રોમબુક C423 (ટચ)
કિંમત: ₹24,999

લેપટોપમાં 14 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે. તે ક્રોમ OS પર રન કરે છે. લેપટોપમાં 4GBની રેમ મળે છે.

7. આસુસ ક્રોમબુક C523
કિંમત: ₹24,999

1.43 કિલોગ્રામનાં આ લેપટોપમાં 15.6 ઈંચની HD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1920x1080 પિક્સલ છે. લેપટોપનું 4GB+64GB વેરિઅન્ટ અવેલેબલ છે. લેપટોપમાં એક ઈન્ટેલ ગ્રાફિક્સ કાર્ડ મળે છે.

8. લેનોવો આઈડિયાપેડ ડ્યુએટ
કિંમત: ₹28,532

આ લેપટોપ ઈન્ટેલ સેલેરોન N4020 પ્રોસેસરથી સજ્જ છે. તેનું 4GB+128GB વેરિઅન્ટ અવેલેબલ છે. લેપટોપમાં 10.3 ઈંચની ડિસ્પ્લે છે.

9. ઈન્ફિનિક્સ X1
કિંમત: ₹35,999

આ લેપટો 10th જનરેશન ઈન્ટેલ કોર i3 અને કોર i5 પ્રોસેસર પર બેઝ્ડ આ લેપટોપમાં 14 ઈંચની FHD ડિસ્પ્લે મળે છે. તેનાં 8GB+256GB અને 16GB+512GB વેરિઅન્ટ અવેલેબલ છે. આ લેપટોપ વિન્ડોઝ 10 OS પર રન કરે છે. તે HD વેબકેમ સપોર્ટ સાથે આવે છે. લેપટોપની 55Whની બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

10. રેડમીબુક 15 ઈ લર્નિંગ એડિશન
કિંમત: ₹40,999

ઈન્ટેલ આઈરિસ Xe ગ્રાફિક્સ કાર્ડથી સજ્જ આ લેપટોપમાં 15.6 ઈંચની FHD ડિસ્પ્લે મળે છે. તેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 81.8% છે. વીડિયો કોલિંગ માટે લેપટોપમાં 720p HD વેબ કેમ છે. લેપટોપ 11th જનરેશન ઈન્ટેલ કોર i5 11300H પ્રોસેસર ટાઈગર લેક H35 CPUથી સજ્જ છે. લેપટોપમાં 8GB DDR4 રેમ અને 512GB NVMe SSD સ્ટોરેજ મળે છે.

11. રિયલમી બુક (સ્લિમ) કિંમત
₹44,999

વાઈ ફાઈ 6 ટેક્નોલોજી સપોર્ટ કરતાં આ લેપટોપમાં 14 ઈંચની 2K ફુલ વિઝન ડિસ્પ્લે મળે છે. તેનાં 11th જનરેશન ઈન્ટેલ કોર i5 અને i3 પ્રોસેસરના વેરિઅન્ટ અવેલેબલ છે. લેપટોપનું પ્રોસેસર આઈરિસ Xe ગ્રાફિક્સ કાર્ડ સપોર્ટ કરે છે.

12. રેડમીબુક 15 પ્રો
વિન્ડોઝ 10 OS પર રન કરતાં આ લેપટોપમાં 15.6 ઈંચની HD ડિસ્પ્લે મળે છે. તેમાં 11th જનરેશન ઈન્ટેલ કોર i3 1115G4 પ્રોસેસર મળે છે. તેનાં 8GB+256GB અને 8GB+512GB વેરિઅન્ટ અવેલેબલ છે. લેપટોપમાં માઈક્રોસોફ્ટ ઓફિસ હોમ એન્ડ સ્ટુડન્ટ 2019 પ્રી લોડેડ મળે છે.