યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:આ પ્રોજેક્ટર તમને ઘરમાં જ સિનેમાની મજા આપશે, OTT એક્સેસ પણ મળશે

અભિષેક તેલંગ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્સન EB 101માં એમેઝોન ફાયર TV સ્ટિક સપોર્ટ મળે છે

મૂવી જોવાની અસલ મજા તો મૂવી થિયેટરમાં મોટી સ્ક્રીન પર જ આવે છે. તમે ઈચ્છો તો હોમ થિયેટર વસાવી ઘરે જ સિનેમાની મજા લઈ શકો છો. અમે કેટલાક પ્રોજેક્ટરનું લિસ્ટ તૈયાર કર્યું છે જે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકાય છે.

એપ્સન EB 101

એપ્સન EB 101ની કિંમત 32,447 રૂપિયા છે. આ તમારા માટે એકદમ પર્ફેક્ટ હોમ થિયેટર સાબિત થઈ શકે છે. તે એમેઝોન ફાયર TV સ્ટિક કમ્પેટિબિલિટી સાથે આવે છે. તમે તમારી ફેવરિટ મૂવીઝ સાથે OTTની પણ મજા માણી શકો છો. તે HD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. હોમ થિયેટરની સાથે 3300 લુમેન લેમ્પ પણ મળે છે. તેનું ઈન્ટરફેસ ઘણું સરળ છે.

E-Gate K9

E-Gate K9ની કિંમત 13,990 રૂપિયા છે. તે એન્ડ્રોઈડ કોમ્પિટિબલ છે. તેમાં 3000 લુમેન્સનો બલ્બ મળે છે. સાથે જ તેમાં બિલ્ટ ઈન સ્પીકર મળે છે. તેમાં વાઈ ફાઈ પણ સપોર્ટિવ છે.

મિજિયા Mi લેઝર 150

તેની કિંમત 1,39,999 રૂપિયા છે. તેમાં 5000 લુમેન્સ લેમ્પ મળે છે. તેમાં અલ્ટ્રા શૉર્ટ થ્રો પ્રોજેક્શન ફીચર મળે છે. તેની મદદથી તમે 150 ઈંચ સુધીનું પ્રોજેક્શન ઘણાં ઓછાં અંતરેથી બનાવી શકો છો. અર્થાત તેમાં ફુલ ઓન થિયેટરની મજા મળશે.

આ હોમ થિયેટરમાં 3000:1 નો કોન્ટ્રાસ્ટ રેશિયો મળે છે. તેના લેમ્પની લાઈફ 25 હજાર કલાકની છે. અલ્ટ્રા શોર્ટ થ્રો ટેક્નોલોજી હોવાને કારણે આ પ્રોજેક્ટરને પ્રોજેક્ટ સ્ક્રીન અથવા દિવાલ પર લાંબાં અંતરે રાખી પણ ઓપરેટ કરી શકાય છે.