તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક બાઈંગ ગાઈડ:આ 5 લેટેસ્ટ સ્માર્ટફોન બની શકે છે બેસ્ટ ચોઈસ, કિંમત 7000 રૂપિયાથી પણ ઓછી; ફીચર્સથી જાણી લો આ સ્માર્ટફોન કેટલા પાવરફુલ છે?

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ ફેસ્ટિવ સિઝનમાં તમે નવા લૉ બજેટ સ્માર્ટફોનની શોધમાં છો તો અમે તમારા માટે 5 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ તમામ સ્માર્ટફોનની કિંમત 7 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી છે. આ તમામ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

આ તમામ સ્માર્ટફોન લેટેસ્ટ મોડેલ છે. તેમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. મેમરી કાર્ડથી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. દિવાળી પર તમે આ સ્માર્ટફોન કોઈને ગિફ્ટ પણ કરી શકો છો. તો આવો આ સ્માર્ટફોન વિશે વિગતવાર માહિતી જાણીએ..

1. રિઅલમી 9A

આ ફોનમાં 6.53 ઈંચની મોટી HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1600X720 પિક્સલ છે. તેમાં 20GHz મીડિયાટેક હીલિયો G25 ઓક્ટાકોર પ્રોસેસર સાથે 2GB રેમ અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. તેમાં 13MPનો રિઅર અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 5000mAh પાવરફુલ બેટરી મળે છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

2. ઈનફિનિક્સ સ્માર્ટ 3 પ્લસ

આ ફોનમાં 6.2 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1520X720 પિક્સલ છે. તેમાં 2.0GHz મીડિયાટેક A22 ક્વૉડકોર પ્રોસેસર સાથે 2GBની રેમ અને 32GBનું ઓનબાર્ડ સ્ટોરેજ મળે છે. મેમેરી કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. તેમાં 13MP+2MP+ લૉ લાઈટ સેન્સર સાથેનું રિઅર કેમેરા સેટઅપ અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 3500mAhની બેટરી મળે છે.

3. સેમસંગ M01 કોર

ફોનમાં 5.3 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1480X720 પિક્સલ છે. તેમાં 1.5GHz મીડિયાટેક MT6739WW ક્વૉડકોર પ્રોસેસર સાથે 2GBની રેમ અને 32GBનું ઓનબાર્ડ સ્ટોરેજ મળે છે. મેમેરી કાર્ડની મદદથી સ્ટોરેજને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. તેમાં 8MPનો રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 3000mAhની બેટરી મળે છે.

4. રિઅલમી C2

ફોનમાં 6.1 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1560X720 પિક્સલ છે. તેમાં 2.0GHz મીડિયાટેક P22 ક્વૉડકોર પ્રોસેસર સાથે 2GB રેમ સાથે 32GBનું ઓનબાર્ડ સ્ટોરેજ મળે છે. મેમેરી કાર્ડની મદદથી સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. તેમાં 13MP+2MPનું રિઅર કેમેરા સેટઅપ અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 4000mAhની બેટરી મળે છે.

5. ટેક્નો સ્પાર્ક ગો 2020

ટેક્નોનો આ ફોન 6.52 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે. તે 1.8GHz મીડિયાટેક હીલીયો A20 ક્વૉડકોર પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. ફોનમાં 13MP+13MPનું રિઅર કેમેરા સેટઅપ અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 4000mAhની બેટરી મળે છે.

નોંધ: આ 5 સ્માર્ટફોન સિવાય પણ અનેક સ્માર્ટફોન અવલેબલ છે જેની કિંમત 7 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી હશે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ફોનની ખરીદી કરવાથી ઓફર્સ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો