લો-બજેટ સ્માર્ટફોન્સ:20,000 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ-5 સ્માર્ટફોન, રિયલમી અને શાઓમી પણ સામેલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માગો છો કે, જે મિડ રેન્જ સ્માર્ટફોન છે તો આજે અમે એવા સ્માર્ટફોન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. આ લિસ્ટમાં રિયલમી, વિવો, શાઓમી, ઇન્ફિનિક્સ અને મોટોના સ્માર્ટફોન પણ સામેલ છે, જેનું પરફોર્મન્સ ઘણું સારું છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોન વિશે.

Vivo T1 5G
કિંમત: 15,990 ₹

Vivo T1 5G સ્માર્ટફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. આ ફોનને ફ્લિપકાર્ટ પરથી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે 15,990 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર 12,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ફુલ HD+ ઇનસેલ ડિસ્પ્લે અને 5000mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6nm બેઝ્ડ સ્નેપડ્રેગન 695 મોબાઇલ ગેમિંગ ચિપસેટ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત ફન્ટચ OS 12 પર કામ કરશે. ફોનના રિયરમાં AI ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેનો પ્રાઈમરી કેમેરો 50 MPનો છે અને સાથે જ 2 MP ડેપ્થ કેમેરા અને AI મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે ફોનમાં 16 MPનો કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 9i
કિંમત- 13,639 ₹

Realme 9i નું 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ 13,639 રૂપિયામાં આવે છે. આ ફોનની ખરીદી પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફોન પર 12,950 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ સિવાય એમેઝોન પર યૂઝર્સને ઘણી બેંક ઓફર પણ મળી રહી છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 11 OS પર આધારિત octa core qualcomm snapdragon 689 પ્રોસેસર પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 50MPનો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 MP ના બે લેન્સ આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે.

Infinix Hot 11 (2022)
કિંમત- 9,499 ₹

ઇન્ફિનિક્સ હોટ 11 (2022) ની કિંમત 9,499 રૂપિયા છે. આ ફોનના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે છે. પ્રોસેસર સપોર્ટ તરીકે ફોનમાં octa-core unisoc t610 અને mali g52 gpu સપોર્ટ પણ મળશે. આ ફોન એન્ડ્રોઈડ 11 આધારિત XOS7.6 પર કામ કરે છે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેનો પ્રાઇમરી કેમેરા 13MPનો છે. આ ઉપરાંત 2MP ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તેમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

Moto G40 ફ્યુઝન
કિંમત- 14,499 ₹

Moto G40 Fusionને તમે 14%ના ડિસ્કાઉન્ટ સાથે 14,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. આ સાથે જ ફોનની ખરીદી પર 12,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની FHD+ HDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત હશે. પ્રોસેસર તરીકે ફોનમાં qualcomm snapdragon 732Gનો સપોર્ટ મળશે. ફોટોગ્રાફી માટે ફોનના રિયર પેનલ પર ક્વાડ કેમેરાનો સપોર્ટ મળશે. તેનો પ્રાઇમરી કેમેરો 64MPનો હશે. આ સાથે જ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનની ફ્રન્ટ પેનલ પર 32MPનો કેમેરો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.

Redmi Note 10s
કિંમત- 13,999 ₹

આ સ્માર્ટફોનના 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટને ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર 13,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 આધારિત MIUI 12.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 6.43 ઇંચની ફુલ HD+ Amoled ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો G-95 પ્રોસેસર, 6 GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 64 MP પ્રાઈમરી સેન્સર, 8 MPનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 2 MPનો મેક્રો લેન્સ અને 2 MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.