• Gujarati News
  • Utility
  • Gadgets
  • Benefit Of ખરીદી 4499 On Smartphone Purchase On Flipkart Than Amazon, IPhone SE Can Be Purchased At 25,999

સસ્તી ડીલ:એમેઝોન કરતાં ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોનની ખરીદી પર ₹4499નો ફાયદો, આઈફોન SE ₹25,999માં ખરીદી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ પર લેનોવો M10 FHD REL ટેબ્લેટ 3999 રૂપિયા સસ્તું છે
  • કર્ટન રેઝર ડીલ અને બિગ બિલિયન ડેઝમાં કંપની એડિશનલ 10%નું બેંક ડિસ્કાઉન્ટ પણ આપે છે

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે. 29 ઓક્ટોબરથી 1 રૂપિયામાં કોઈ પણ પ્રોડક્ટનું બુકિંગ શરૂ થયું છે. કંપનીએ કર્ટન રેઝર ડીલ ઓપન કરી છે. આ ડીલમાં ઘણી પ્રોડક્ટ્સ પર ધમાદાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ તમામ પ્રોડક્ટ્સ એમેઝોન કરતાં ઘણી સસ્તી છે.

અમે તમને અહીં એવી 5 પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જે એમેઝોનની સરખામણીએ ફ્લિપકાર્ટ પર સસ્તી છે. એપલ આઈફોન SEની તમે ખરીદી કરવાના હો તો ફ્લિપકાર્ટ પર બેસ્ટ ડીલ મળી રહી છે...

ફ્લિપકાર્ટની કર્ટન રેઝર ડીલથી આઈફોન SEનાં 64GB સ્ટોરેજ મોડેલને 25,999 રૂપિયામાં અને 128GB સ્ટોરેજ મોડેલની ખરીદી 30,999 રૂપિયા તેમજ 256GB સ્ટોરેજની ખરીદી 40,999 રૂપિયામાં કરી શકાશે. ફ્લિપકાર્ટ બેંક ઓફર્સ હેઠળ 10% અલગથી ડિસ્કાઉન્ટ આપી રહી છે. આઈફોન SE એમેઝોન પર અવેલેબલ જ નથી.

આ પ્રોડક્ટ્સની ખરીદી એમેઝોન કરતાં સસ્તાંમાં કરી શકાશે
1. પોકો X3 પ્રો
ફ્લિપકાર્ટની કિંમત:
16,999 રૂપિયા
એમેઝોનની કિંમત: 19,500 રૂપિયા
તમારો ફાયદો: 2501 રૂપિયા

આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 6GB રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે. તેમાં 1TB મેમેરી કાર્ડ પણ સપોર્ટ કરે છે. ફોનમાં 48MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5160mAhની લિથિયમ આયન બેટરી છે.

2. રિયલમી 8i
ફ્લિપકાર્ટની કિંમત:
12,999 રૂપિયા
એમેઝોનની કિંમત: 17,498 રૂપિયા
તમારો ફાયદો: 4499 રૂપિયા

આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની FHD+ ડિસ્પ્લે છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G96 પ્રોસેસર મળે છે. તે 4GBની રેમ અને 128GB સ્ટોરેજ સાથે અટેચ છે. ફોનમાં 256GBનું મેમરી કાર્ડ સપોર્ટ કરે છે. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5000mAhની લિથિયમ આયન બેટરી છે.

3. ઈન્ફિનિક્સ હોટ 10 પ્લે
ફ્લિપકાર્ટની કિંમત: 7999 રૂપિયા
એમેઝોનની કિંમત: 9999 રૂપિયા
ફાયદો: 2000 રૂપિયા

આ સ્માર્ટફોનમાં 6.82 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. ફોન મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરથી સજ્જ છે. તે 4GB રેમ અને 64GBનું સ્ટોરેજ મળે છે. ફોનની મેમરી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો કેમેરા છે. ફોન 6000mAhની લિથિયમ આયન બેટરીથી અટેચ છે.

4. લેનોવો M10 FHD REL
ફ્લિપકાર્ટની કિંમત: 11,999 રૂપિયા
એમેઝોનની કિંમત: 15,998 રૂપિયા
ફાયદો: 3999 રૂપિયા

આ ટેબ્લેટમાં 10.4 ઈંચની FHD ડિસ્પ્લે છે. તેમાં 1.8 GHz ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. ફોનમાં 3GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. તેમાં 8MPનો રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે. તે એન્ડ્રોઈડ 10 પાઈ OS પર રન કરે છે. ટેબ્લેટમાં 7000mAhની લિથિયમ આયન બેટરી છે.

5. રિયલમી પૅડ
ફ્લિપકાર્ટની કિંમત: 14,999 રૂપિયા
એમેઝોનની કિંમત: 17,999 રૂપિયા
ફાયદો: 3000 રૂપિયા

આ ટેબ્લેટમાં 10.4 ઈંચની WUXGA+ ડિસ્પ્લે મળે છે. તેમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર સાથે 3GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી ફોનમાં 1TBનું સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 8MPનો રિઅર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે. આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ટેબ્લેટમાં 7100mAhની લિથિયમ આયન બેટરી મળે છે.