• Gujarati News
  • Utility
  • Gadgets
  • Before You Buy 'Jiophone Next', Know The Best Options Of The Phone, These 5 Smartphones Have Better Features Even Though The Price Is Less.

કિંમતનો કકળાટ:'જિયોફોન નેક્સ્ટ' ખરીદતાં પહેલાં જાણી લો ફોનના બેસ્ટ ઓપ્શન્સ, આ 5 સ્માર્ટફોનની કિંમત ઓછી હોવા છતાં વધુ સારાં ફીચર્સ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકિયા C01 પ્લસ જિયોફોન નેક્સ્ટ કરતાં 411 રૂપિયા સસ્તો
  • કૂલપેડ મેગા 5Sમાં ડ્યુઅલ રિઅર અને ફ્રન્ટ કેમેરા સેટઅપ

'જિયોફોન નેક્સ્ટ' લોન્ચિંગ પહેલાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ સ્માર્ટફોન દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. ફોનની કિંમત 6499 રૂપિયા છે. આ કિંમત કરતાં ઓછી કિંમતના ઘણા એન્ડ્રોઈડ સ્માર્ટફોન અવેલેબલ છે જે જિયોફોન કરતાં પણ સારાં ફીચર્સ ધરાવે છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો તે પહેલાં આ 5 સ્માર્ટફોન જોઈ લો અને ત્યારબાદ નક્કી કરો કે તમારે કયો સ્માર્ટફોન ખરીદવો.

જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનનાં ફીચર્સ

ફોનમાં 5.45 ઈંચની HD ડિસ્પ્લે છે. તેને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં 64 બિટ CPU સાથે ક્વૉડ કોર ક્યુએમ 215 ચિપસેટ મળે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડ સપોર્ટ કરે છે. ફોન 3500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 36 કલાકનું બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં હોટસ્પોટનો ઓપ્શન છે.

અમે એવા 5 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે જે જિયોફોન નેક્સ્ટ કરતાં સસ્તાં છે. જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

1. જિયોની A1 લાઈટ

2. રિયલમી C2

3. નોકિયા C01 પ્લસ

4. આઈટેલ A48

5. કૂલપેડ મેગા 5S

અન્ય સમાચારો પણ છે...