થોડા દિવસ પહેલાં જ પિંક વ્હોટ્સએપ થીમ અને લિંક્ડઈન જોબ ઓફર્સના નામથી હેકર્સે એન્ડ્રોઈડ યુઝર્સને શિકાર બનાવ્યા હતા. હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે વધુ એક ચિંતાનું કારણ એવો એક માલવેર Flubot એક્ટિવ થયો છે. આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સને મેસેજ કરીને તેમનું બેંક અકાઉન્ટ ખાલી કરે છે. આ વાઈરસ યુઝર્સને પોતાના શકંજામાં લેવા માટે સ્પેમ SMS મોકલે છે. યુઝર તેની લિંક પર ક્લિક કરતાં જ માલવેરનો શિકાર બને છે. આ માલવેરનો શિકાર ઈંગ્લેન્ડ, જર્મની અને પોલેન્ડના યુઝર્સ બની રહ્યા છે.
સ્પેમ SMSમાં ડિલિવરી ટ્રેક કરવા માટેની લિંકની આડમાં Flubotની એન્ટ્રી થાય છે
સ્પેમ SMSમાં પેકેજ ડિલિવરીની ટેક્સ્ટ હોય છે. તેમાં ડિલિવરી ટ્રેક કરવા માટે લિંક આપેલી હોય છે. આ લિંક પર ક્લિક કરી યુઝરને એક એપ ઈન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ ન હોવાથી તેને મેન્યુઅલી ઈન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે. યુઝર આ એપ ઈન્સ્ટોલ કરી તેને પરમિશન આપી દે ત્યારથી તેના ફોનમાં Flubot માલવેર એક્ટિવ થઈ જાય છે. આ માલવેરની મદદથી હેકર્સ યુઝર્સની બેંક અકાઉન્ટ ડિટેલ ચોરી કરી તેમના પૈસા ચાઉં કરી જાય છે.
ટેક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, Flubot માલવેરથી પ્રભાવિત થયેલા યુઝર્સે નવાં અકાઉન્ટમાં લોગ ઈન ન થવું જોઈએ. આમ કરવાથી હેકર્સ પાસે નવાં અકાઉન્ટની ડિટેલ પણ જતી રહે છે. જો તમે આ માલવેરનો શિકાર થાઓ તો તરત ફોન રિસેટ કરી દો.
હેકર્સથી બચવા માટે આટલું જરૂર કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.