સોમવારે વર્ષ 2021નું બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. તેમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ડ્યુટી પર ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક વસ્તુઓ વધુ મોંઘી બની છે તો કેટલાકની કિંમત પહેલાં જેવી જ છે. જો તમે આ વર્ષે AC, સ્માર્ટફોન કે પછી હોમ અપ્લાયન્સિસ ખરીદવાનો વિચાર કહી રહ્યા છો તો તેમાંથી કંઈ આઈટેમ્સ તમને હવે મોંઘી પડશે અને કંઈ સસ્તી તે જાણી લો.
ACની ખરીદી મોંઘી બનશે
AC કોમ્પ્રેશર પર ડ્યુટી 12.5%થી વધીને 15% વધી હોવાથી આ વર્ષે ACની કિંમતમાં વધારો થઈ શકે છે.
કિચન અપ્લાયન્સિસની કિંમતમાં કોઈ ફેરફાર નહિ
આ બજેટમાં મિક્સર ગ્રાઈન્ડર, માઈક્રોવેવ્સ, ઓવન્સ સહિતના કિચન અપ્લાયન્સિસની ડ્યુટી પર કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. તેથી કહી શકાય કે આ અપ્લાયન્સિસની કિંમતમાં કોઈ ફેરફાર નહિ થાય.
LEDનો પ્રકાશ વધુ મોંઘો
LED લાઈટ્સની ઈમ્પોર્ટ ડ્યુટીમાં આ વર્ષે 5%નો વધારો કરાયો છે. અગાઉની 5% ડ્યુટી વધીને હવે 10% થઈ છે. તેથી ઈમ્પોર્ટેડ LED બલ્બ, લાઈટ્સ અને ફિક્ચર્સની કિંમત 1 એપ્રિલથી વધી શકે છે.
સોલાર લાઈટિંગ ડિવાઈસ માટે વધારે પૈસા ચૂકવવા પડશે
આ બજેટમાં સરકારે સોલાર લેમ્પ્સ પર ડ્યુટી 5%થી 15% વધારી છે. બ્રાન્ડેડ અથવા ઈમ્પોર્ટેડ સોલાર લાઈટનિંગ ડિવાઈસની કિંમત વધી શકે છે.
ટીવી, વૉશિંગ મશીન, ફેન જેવાં હોમ અપ્લાયન્સિસની કિંમત
આ વખતે સરકારે ટીવી, વૉશિંગ મશીન, ફેન જેવા હોમ અપ્લાન્સિસની ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી આ વર્ષે કહી શકાય કે તેની કિંમતમાં કોઈ ફેરફાર નહિ થાય.
સ્માર્ટફોન
બજેટમાં લોકો લોકલ પ્રોડ્ક્ટ્સ તરફ પ્રયાણ કરે તે રીતે ગોલ સેટ કરવામાં આવ્યો છે. આ બજેટમાં વિદેશી બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ પર સરકારે ડ્યુટી વધારી છે. તેથી દેશી કરતાં વિદેશી સ્માર્ટફોનની ખરીદી મોંઘી બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.