ટોપ પર ટિકટોક:ફેસબુકને પછાડીને ટિકટોક વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ બની, વ્હોટ્સએપની નવી પોલિસી અને લોકડાઉનનો ફાયદો ટિકટોકને થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપ અને અમેરિકામાં લોકોની ફેવરિટ એપ ટિકટોક બની
  • આ એપની શરુઆત વર્ષ 2017માં પેરેન્ટ કંપની બાઈટડાન્સે કરી હતી

ટિકટોક હવે દુનિયામાં સૌથી વધારે ડાઉનલોડ થયેલી સોશિયલ મીડિયા એપ બની ગઈ છે. લોકડાઉન દરમિયાન આ એપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો. સાથે જ યુરોપ અને અમેરિકામાં લોકોની ફેવરિટ એપ પણ બની ગઈ. ટિકટોક પહેલાં ફેસબુકનું નામ આવતું હતું.

વર્ષ 2020માં ટોપ પર
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ ટિકટોક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લિસ્ટમાં ટોપ પર હતી. આ એપની શરુઆત વર્ષ 2017માં પેરેન્ટ કંપની બાઈટડાન્સે કરી હતી. એ સમયથી આ ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરને અમેરિકામાં ટક્કર આપી રહી છે.

ટિકટોક સૌથી વધારે ગેમર્સ વચ્ચે પોપ્યુલર એપ બની. જ્યારે ગેમ રમતા હોય ત્યારે ગેમર્સ આ એપથી ચેટિંગ કરે છે. લોકડાઉનમાં લોકોએ આ એપનો ખૂબ ઉપયોગ કર્યો.

વ્હોટ્સએપની નવી પોલિસીનો ફાયદો મળ્યો
આ વર્ષે વ્હોટ્સએપે જાહેરાત કરી હતી કે, વ્હોટ્સએપ યુઝર્સ જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ ક રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકે છે. કંપની તેનો ડેટા પણ શેર કરી શકે છે. જો યુઝર્સે આ પોલિસી ના માની તો તે પોતાનું અકાઉન્ટ વાપરી નહીં શકે. આ પોલિસીનો ફાયદો અન્ય પ્લેટફોર્મને મળ્યો અને તેમાં ટિકટોક સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...