તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Be Careful Before You Click On The Search Results Website On Google, Hackers Can Rob You By Showing The Hacked Website

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:ગૂગલ પર સર્ચિંગ રિઝલ્ટની વેબસાઈટ પર ક્લિક કરતાં પહેલાં ચેતી જજો, હેક કરેલી વેબસાઈટ દર્શાવી હેકર્સ તમને લૂંટી શકે છે

2 મહિનો પહેલા
  • હેકર્સ ગૂગલ પર યુઝર્સની સર્ચિંગ એક્ટિવિટી ટ્રેક કરી હેક્ડ કરેલી વેબસાઈટને ટ્રસ્ટેડ સોર્સ તરીક દર્શાવે છે
  • તેનાં પર ક્લિક કરતાં જ હેકર્સ તમારો ડેટા ચોરી કરે છે

જો તમે ગૂગલ પર કઈંક સર્ચ કરીને સર્ચ રિઝલ્ટમાં આવતી ઢગલો વેબસાઈટ પર આંખના પલકારે ક્લિક કરી દો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. તમે હેકર્સની માયાજાળનો શિકાર બની શકો છો અને તમારો ડેટા ચોરી થઈ શકે છે. સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે એક નવા માલવેર (વાઈરસ)ની ઓળખ કરી છે. આ ગૂગલ પર યુઝર્સની સર્ચિંગ એક્ટિવિટી ટ્રેક કરે છે અને તેમને હેક્ડ કરેલી વેબસાઈટને ટ્રસ્ટેડ સોર્સ તરીક દર્શાવે છે. એવામાં યુઝર્સ તેના પર ભરોસો કરી લે છે. ખાસ વાત એ છે કે સર્ચિંગ રિઝલ્ટ એટલા સારા હોય છે કે યુઝર્સ છેતરાઈ જાય છે.

ડબ સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો
યુકેની ગ્લોબલ સિક્યોરિટી ફર્મ સોફોટના ઈન્ટેલિજન્સ યુનિટ નેકેડ સિક્યોરિટીના જણાવ્યા પ્રમાણે, હેકર્સ Gootloader (ગૂટલોડર)ના સ્વરૂપે ડબ કરવામાં આવેલા માલવેરનો ઉપયોગ કરી રહ્યા હતા. તેને યુઝરના ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરાવે છે અને તેમાં રેન્સમવેર ઉમેરી દે છે. ત્યારબાદ ડિવાઈસને નુક્સાન પહોંચાડે છે અને ડેટા ચોરી કરી લે છે.

ગૂટલિટ માલવેર ફેમિલી ઘણા ટાઈમથી એક્ટિવ છે. આ એક એવું ટ્રોઝન છે જેની મદદથી હેકર્સ બેંકિંગ ડિટેલ સહિતની માહિતી ચોરી કરે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ડિલિવરીમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ રીતે તમારા ડિવાઈસમાં પહોંચી રહ્યા છે હેકર્સ

  • હેકર્સ અનેક વેબ સર્વર્સમાં ઘુસી સર્ચ કરવામાં આવેલા કન્ટેન્ટના વાક્યો ઉમેરે છે. આ કન્ટેન્ટને પોતાની હેક્ડ કરેલી વેબસાઈટ સાથે અટેચ કરે છે. તેનાથી યુઝરને પોતાના મનપસંદ રિઝલ્ટ જોવા મળે છે. હેકર્સ મોટા ભાગે રિયલ એસ્ટેટ, રોજગાર, લૉ, ઈમ્પોર્ટ/એક્સપોર્ટ રેગ્યુલેશન, કંપની પાર્ટનરશિપ જેવાં કન્ટેન્ટ સર્ચિંગમાં લાવે છે.
  • રિપોર્ટ પ્રમાણે, ઘણી વખત હેકર્સ લકી સાબિત થાય છે. તેમના દ્વારા હેક કરવામાં આવેલી વેબસાઈટ સર્ચિંગમાં ટોપ પર નજરે ચડે છે. તેવામાં યુઝર સરળતાથી તે વેબસાઈટ પર ક્લિક કરી દે છે. કારણ કે યુઝર માટે તે નેચરલ રિઝલ્ટ હોય છે તેવામાં તે સરળતાથી છેતરાઈ શકે છે.
  • જ્યારે યુઝર આ વેબસાઈટ પર ક્લિક કરે છે તો હેકર્સ તેને એક પેજની લિંક મોકલે છે અને આ લિંક પર ક્લિક કરતાં જ ડેટા ચોરીનું જોખમ રહે છે. રિપોર્ટ પ્રમાણે, હેકર્સ પોતાનાં પેજને વધારે ઈફેક્ટિવ બનાવવા માટે ઘણા સવાલોનાજવાબનો પણ ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો