તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:નકલી PUBG APK ડાઉનલોડ કરતાં પહેલાં ચેતી જજો, હેકર્સ તમારો ડેટા ચાઉં કરી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ માત્ર નવાં નામ સાથે ગેમનું કમબેક કન્ફર્મ કર્યું છે
  • PUBGએ ઓફિશિયલી કોઈ પણ APK ફાઈલ રિલીઝ કરી નથી

ફાઈનલી PUBGનાં કમબેકની જાહેરાત થઈ છે. કંપનીએ 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' નામ સાથે ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની સાથે જ ગૂગલ પર અનેક ફેક લિંક એક્ટિવ થઈ છે. હજુ સુધી કંપનીએ ગેમનાં APK વિશે માહિતી આપી નથી કે ન તો તેના લોન્ચિંગ કે રજિસ્ટ્રેશન વિશે. તેવામાં ગૂગલ પર અનેક ફેક APK ફાઈલનો ઢગલો થયો છે.

ગૂગલ પર ઢગલો નકલી APK ફાઈલ અવેલેબેલ
PUBG લવર્સની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને આ સમયે હેકર્સ એક્ટિવ બન્યા છે. ગૂગલ પર PUBG ગેમ ડાઉનલોડ સર્ચ કરતાં ઢગલો APK ફાઈલના રિઝલ્ટ મળી રહ્યા છે. યુઝર્સ તેના પર ક્લિક કરી પોતાની પ્રાઈવસી જોખમમાં મૂક રહ્યા છે. જો તમે પણ આ પ્રકારની કોઈ APK ફાઈલ ડાઉનલોડ કરી હોય જે તમને PUBGનો અર્લી એક્સેસ આપવાનો દાવો કરતી હોય તો ચેતી જજો. આ પ્રકારની APK ફાઈલમાં માલવેર હોઈ શકે છે. તે તમારા સ્માર્ટફોનને નુક્સાન પહોંચાડી શકે છે. સાથે જ તમારા પર્સનલ ડેટા પર પણ જોખમ રહે છે.

આ પ્રકારની ફેક APK ગૂગલ પર એક્ટિવ થઈ
આ પ્રકારની ફેક APK ગૂગલ પર એક્ટિવ થઈ

કંપનીએ APK ફાઈલ લોન્ચ નથી કરી
PUBGની પેરેન્ટ કંપની ક્રાફ્ટને કહ્યું છે કે, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાનું ટૂંક સમયમાં પ્રી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જોકે કંપનીએ તેનાં લોન્ચિંગની ડેટ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે જૂન મહિનામાં કંપની પ્રી રજિસ્ટ્રેશન શરૂ કરી શકે છે. કંપનીએ ઓફિશિયલી કોઈ પણ APK ફાઈલ લોન્ચ કરી નથી.

થોડા દિવસ પહેલાં જ ટીઝર લોન્ચ થયું

  • ક્રાફ્ટનના જણાવ્યા પ્રમાણે આ ગેમ માત્ર ભારતીયો માટે જ હશે. તેના રજિસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કંપની battlegroundsmobileindia.com વેબસાઈટ પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ગેમ ફ્રી હશે.
  • કંપનીએ નવું ટીઝર રિલીઝ કરવાની સાથે યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજનું નામ બદલી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા રાખ્યું છે.
  • ભારતીય યુઝર્સની સિક્યોરિટી અને દેશની સંપ્રભુતાના જોખમને ધ્યાનમાં રાખી આ મોસ્ટ પોપ્યુલર ગેમ સરકારે બૅન કરી હતી. ત્યારથી PUBG સરકાર સાથે કમબેક માટે વાટાઘાટો કરી રહી હતી. ફાઈનલી યુઝર પોલિસીના ફેરફારો સાથે હવે આ ગેમ લોન્ચ થવા જઈ રહી છે.