અલર્ટ:ફ્લુબૉટ માલવેર દૂર કરવાની લિંક પર ક્લિક કરતાં પહેલાં ચેતજો, હેકર્સ તમારું અકાઉન્ટ ચાઉં કરી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેકર્સ માલવેર અલર્ટ આપી યુઝર્સને માલવેર ઈન્સ્ટોલ કરવા માટે મજબૂર કરે છે
  • ઈન્ફેક્ટેડ અપડેટ ડાઉનલોડ કરવા પર હેકર્સ ફાઈનાન્શિયલ ડિટેલ ચોરી કરી શકે છે

જો તમારા સ્માર્ટફોનમાં ફ્લુબૉટ માલવેર અટેકનો મસેજ આવ્યો હોય તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. આ માલવેર અલર્ટ આપી હેકર્સ તમારો સ્માર્ટફોન હેક કરી શકે છે. માલવેર અલર્ટ આપી હેકર્સ તેને દૂર કરવાની લિંક પણ મોકેલે છે. જો તમે આ લિંક પર ક્લિક કરી આપેલી પ્રોસેસ પૂરી કરી તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

1 મહિના પહેલાં ચેતવણી આપી હતી
1 મહિના પહેલાં સાયબર સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોએ મલેશિયસ સોફ્ટવેર ફ્લુબૉટ વિશે માહિતી આપી હતી. આ માલવેર યુઝર્સને ફેક વોઈસ મેલ એપ્સ ઈન્સ્ટોલ કરવા માટે કહે છે અને ફેક વેબસાઈટનો ઉપયોગ કરે છે. CERT NZ (કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ન્યૂ ઝીલેન્ડ)ના જણાવ્યા પ્રમાણે, આ માલવેરે ખતરનાક ટ્રિક સાથે કમબેક કર્યું છે અને લોગ ઈન ડિટેલ ચોરી કરવાનો પ્રયાસ કરે છે.

માલવેર અલર્ટથી ચેતજો
માલવેર અલર્ટ સાથે આપેલી લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. યુઝરને આ પ્રકારે મેસેજ મળે છે: તમારું ડિવાઈસ ફ્લુબૉટ માલવેરથી ઈન્ફેક્ટેડ છે. એન્ડ્રોઈડને જાણ થઈ છે કે તમારાં ડિવાઈસમાં માલવેર છે. ફ્લુબૉટ એક એન્ડ્રોઈડ માલવેર છે, જે તમારા ડિવાઈસથી ફાઈનાન્શિયલ લોગ ઈન અને પાસવર્ડ જેવા ડેટા ચોરી કરી શકે છે.

આ પ્રકારનો મેસેજ ફેક છે તેને સાચો માની સિક્યોરિટી અપડેટ ડાઉનલોડ ન કરો
આ પ્રકારનો મેસેજ ફેક છે તેને સાચો માની સિક્યોરિટી અપડેટ ડાઉનલોડ ન કરો

અટેકર્સ માલવેર રિમૂવ કરવાની લાલચ આપી સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરવા માટે કહે છે. હેકર્સ યુઝર્સને ડરાવી તેમને માલવેર ઈન્સ્ટોલ કરવા મજબૂર કરે છે.

માલવેરની માયાજાળમાં ફસાતાં બચો
મેસેજમાં યુઝર્સને ફ્લુબૉટ માલવેર દૂર કરવા માટે એન્ડ્રોઈડ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કરવા કહેવામાં આવે છે. જોકે ખરેખર ડિવાઈસમાં કોઈ માલવેર હોતો જ નથી. યુઝર્સ માલવેર ઈન્ફેક્ટેડવાળો મેસેજ જોઈ આ અપડેટ ડાઉનલોડ કરી લે છે અને ડિવાઈસમાં માલવેરને નોતરું આપી દે છે. આ માલવેર એટલો સ્માર્ટ હોય છે કે તે સ્માર્ટફોન કોન્ટેક્ટ્સમાં જઈ અન્ય યુઝર્સને પણ આવો મેસેજ મોકલી દે છે.

આ રીતે સિક્યોર રહો
પોતાના એન્ડ્રોઈડ ડિવાઈસને ફ્લુબૉટ માલવેરથી બચાવવા માટે જરૂરી છે કે તમે કોઈ અજાણી લિંક પર ક્લિન ન કરો. આ સિવાય માલવેર અલર્ટ આપતા મેસેજને સાચો માની કોઈ થર્ડ પાર્ટી એપ અથવા અપડેટ ઈન્સ્ટોલ ન કરો. CERT NZએ ચેતવણી આપતાં કહ્યું છે કે, યુઝર્સે તેમને મળતાં આવા ફેક મેસેજને સાચો માનવાની જરૂર નથી.