• Gujarati News
  • Utility
  • Gadgets
  • Be Aware Of These Things Including Two Factor Authentication And Downloading Verified Apps, Android Phone Will Not Be Hacked

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અને વેરિફાઈડ એપ્સ ડાઉનલોડ કરવા સહિતની આ વાતોનું ધ્યાન રાખો, એન્ડ્રોઈડ ફોન હેક નહિ થાય

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન root ન કરો તેનાથી તમે હેકિંગનો શિકાર થઈ શકો છો

તમારા સ્માર્ટફોનને પાણી, ધૂળથી નહિ પરંતુ હેકર્સથી વધારે જોખમ છે. તમારી જાણ બહાર તમે અંદાજો પણ ન લગાવી શકો તે રીતે હેકર્સ તમારો સ્માર્ટફોન હેક કરી તમને પાયમાલ બનાવી શકે છે. હેકર્સના અટેકથી તમે કેવી રીતે બચી શકો છો આવો જાણીએ...

1. વેરિફાઈડ એપ્સ ડાઉનલોડ કરો
ગૂગલ પ્લે સ્ટોર અથવા એપસ્ટોર પર ઘણી એપ્સ ટ્રોજનવાળી હોય છે. અર્થાત આ એપ્સ તમે ડાઉનલોડ કરો તો તમારી પર્સનલ અને બેંક અકાઉન્ટ ડિટેલ ચોરી થઈ શકે છે.

એપ્સ ડાઉનલોડ કર્યા બાદ તે કેવી પરમિશન માગે છે તેનું ખાસ ધ્યાન રાખો. કામ વગરની પરમિશન માગતી એપ્સ તાત્કાલિક ડિલીટ કરી દો. apk ફાઈલને બદલે વેરિફાઈડ સોર્સ પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.

2. ફ્રી વાઈફાઈથી બચો

ફ્રી અને પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ન કરો. કારણ કે ઓપન વાઈફાઈની મદદથી હેકર્સ તમારું ડિવાઈસ હેક કરી શકે છે. ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન અને બેંક ટ્રાન્જેક્શન ન કરો.

3. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન

તમારા સ્માર્ટફોનમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો. સ્માર્ટફોનમાં આ સુવિધા ન હોય તો ગૂગલ ઓથેન્ટિકેટરનો ઉપયોગ કરો. ફોન સાથે સોશિયલ મીડિયા એપ્સ પર પણ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો.

4. રૂટિંગથી બચો

તમારો સ્માર્ટફોન root ન કરો. રૂટિંગથી એડિશનલ ફીચર તો એડ થશે પરંતુ તમારા ડિવાઈસના તમામ પ્રોટેક્શન ડિસેબલ થઈ જશે. રૂટિંગ ઓન કરવાથી તમે હેકિંગનો શિકાર થઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...