• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Battlegrounds Mobile India' Game Launched For IPhone And IPad Users, Find Out How Much Space Is Required To Install And How To Download

iOS યુઝર્સ આનંદો:આઈફોન અને આઈપેડ યુઝર્સ માટે 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ગેમ લોન્ચ થઈ, ઈન્સ્ટોલ કરવા માટે કેટલી સ્પેસ જોઈશે અને કેવી રીતે ડાઉનલોડ કરશો જાણી લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • iOS 9.0/iPadOS 9.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર આ ગેમ સપોર્ટ કરશે
  • કંપની iOS યુઝર્સને અનેક વેલકેમ રિવોર્ડ્સ પણ આપશે

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમની મજા હવે iOS યુઝર્સ પણ માણી શકશે. દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ ડેવલપર કંપની ક્રાફ્ટને તેને iOS માટે પણ લોન્ચ કરી છે. iOS યુઝર્સ હવે આઈફોન અથવા આઈપેડ પર બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ડાઉનલોડ કરી શકશે.

iOS પર ડાઉનલોડ કરવા માટે 1.9GBની સ્પેસ જરૂરી
iOS યુઝરના ડિવાઈસમાં 1.9GBની સ્પેસ હશે તો તેઓ આ ગેમ ડાઉનલોડ કરી શકશે. iOS યુઝર્સે ગેમ માટે પ્રી રજિસ્ટ્રેશનની કોઈ આવશ્યકતા નથી.

આઈફોન અને આઈપેડમાં ગેમ ઈન્સ્ટોલ કરવા માટે iOS 9.0/iPadOS 9.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર આ ગેમ સપોર્ટ કરશે. ગેમને 17 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુઝર્સ રમી શકશે.

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાને iOS માટે ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • iOS એપ સ્ટોર પર બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા પેજ પર જાઓ.
  • હવે GET પર ક્લિક કરો.
  • હવે ઈન્સ્ટોલ બટન પર ટેપ કરો.
  • જો તમે પહેલાંથી સાઈન ઈન કરેલું નથી તો પોતાનું એપલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરો.
  • હવે ગેમ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ થાય તેની રાહ જુઓ.
  • ઈન્સ્ટોલ થયા બાદ તમારે ઓપન બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ સ્ટાર્ટ પ્લેયિંગ પર ક્લિક કરી તમે ગેમની મજા માણી શકશો.

પ્લેયર્સને વેલકમ રિવોર્ડ્સ મળશે
ક્રાફ્ટનનું કહેવું છે કે, ગેમ ફેન્સ માટે અનેક ઈનામ લઈને આવી છે. શરૂઆતથી જ તમામ પ્લેયર્સને રોમાંચક વેલકમ રિવોર્ડ્સ મળશે. રિકોન માસ્ક, રિકોન આઉટફિટ, સેલિબ્રેશન એક્સપર્ટ ટાઈટલ અને 300AG મળશે. આ રિવોર્ડને એકસાથે રીડિમ કરી શકાશે.

એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ગેમ 2 મહિના પહેલાં લોન્ચ થઈ હતી. મે મહિનાથી ગેમ પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન માટે અવેલેબલ હતી. 17 જૂને તેનું બીટા વર્ઝન લોન્ચ થયું હતું. ત્યારબાદ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઓફિશિયલી 2 જુલાઈએ લોન્ચ થઈ હતી.

PUBG બૅન થયાં બાદ નવાં નામ સાથે કંપનીએ કમબેક કર્યું
ગત વર્ષે લદ્દાખમાં ચીનની સેના સાથે સીમા પર વિવાદ થયા બાદ ચીન સંબંધિત 400થી વધારે એપ્સ સરકારે બૅન કરી હતી. ભલે PUBG સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટને ડેવલપ કરી હતી પરંતુ PUBG મોબાઈલ ઈન્ડિયાના નામથી તેને ચીનની કંપની ટેન્સેન્ટ લઈને આવી હતી. તેને કારણે આ એપ પણ બૅન થઈ હતી. ત્યારબાદ કંપનીએ નવી સિક્યોરિટી અને યુઝર પોલિસી સાથે અને નવાં નામ 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' સાથે કમબેક કરવાની જાહેરાત કરી હતી.