બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા રિલીઝ:નવાં નામ સાથે બીટા યુઝર્સ માટે PUBG રિલીઝ થઈ, આ વખતે લોહીનો રંગ લીલો જોવા મળશે; યુઝરને જૂની ગેમથી જ કન્ટિન્યુ કરવાની તક મળશે

એક વર્ષ પહેલા
  • હાલ ગેમ બીટા યુઝર્સ માટે રિલીઝ થઈ, ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે
  • 2GB રેમ ધરાવતાં સ્માર્ટફોન, એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ અને તેની ઉપરની તમામ OS સપોર્ટ કરતાં ફોનમાં તે સપોર્ટ કરશે

સાઉથ કોરિયન વીડિયો ગેમ ડેવલપર ક્રાફ્ટને 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ'ને ફાઈનલી ભારતમાં રિલીઝ કરી છે. આ ગેમ બીટા યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. જોકે હવે કંપનીએ તેનું બીટા વર્ઝન દૂર કર્યું છે. અર્થાત કેટલાક યુઝર્સ આ ગેમ ડાઉનલોડ કરી શકે છે. હવે ગેમ ડાઉનલોડ કરવા પર યુઝર્સને 'Internal server error'નો મેસેજ આવે છે.

ક્રાફ્ટનનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેને બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ફેસબુક પર તેનું નવું ટીઝર રિલીઝ કર્યું છે. આ પહેલાં એવા સમાચારો વહેતા થયા હતા કે 18 જૂને ગેમ રિલીઝ થશે.

નવી PUBGમાં શું મળશે?

  • બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં ઓરિજિનલ ગેમ કરતાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ગેમ રમતાં પહેલાં યુઝરે કન્ફર્મ કરવાનું હોય છે કે તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે. ત્યારબાદ જ યુઝરને ગેમની પરમિશન મળે છે. ગેમમાં પિંગ વધારે જોવા મળે છે. તેને કારણે ગેમનું બીટા ટેસ્ટિંગ થઈ રહ્યું છે. PUBG મોબાઈલની સરખામણીમએ તેમાં ગ્રાફિક્સ થોડા ઓછા મજેદાર મળશે. જોકે હજુ ગેમને બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી નથી. તેથી ગ્રાફિક્સ અને બીજા એલિમેન્ટ વિશે કશું કહેવું ઉતાવળ ગણાશે.
  • જૂની PUBGની જેમ જ આ ગેમમાં મેપ, હથિયાર, ગેમ મિકેનિક્સ મળે છે. ફરક માત્ર એટલો છે કે તેને ભારતીય યુઝર્સ માટે ફરી પેક કરવામાં આવ્યાં છે. હવે લોહીનો રંગ લાલને બદલે લીલા કલરનો થયો છે. ગેમની ઉપર જીવિત ખેલાડી અને યુઝર દ્વારા મારી નાખવામાં આવેલા ખેલાડીઓની સંખ્યા જોવા મળે છે.

PUBG મોબાઈલ ડેટા એક્સેસ કરી શકાશે

યુઝર્સને એ વાતની ચિંતા હતી કે જૂની ગેમ્સનો ડેટા નવી ગેમમાં મળશે કે કેમ. નવા અવતારમાં લોન્ચ થતી PUBGમાં જૂની PUBGનો ડેટા એક્સેસ કરી શકાશે. ડેટા ટ્રાન્સફર થયા બાદ યુઝર જૂની ગેમ જ્યાંથી છોડી હતી ત્યાંથી ફરી શરૂ કરી શકશે.

કેટલી સ્પેસ કન્ઝ્યુમ થશે?
આ ગેમને જ્યારે વનપ્લસ 7 પ્રો પર ઈન્સ્ટોલ કરવામાં આવી ત્યારે તેણે 6.06GBનું સ્ટોરેજ કન્ઝ્યુમ કર્યું. ગેમ ઈન્સ્ટોલ થયા બાદ સ્ટોરેજની પરમિશન માગે છે. ગેમ કેમેરા, ગેલરી, કોન્ટેક્ટ, મ્યુઝિક,વીડિયો સહિતની અન્ય પરમિશન ગેમ માગતી નથી.

ફોનનું સેટિંગ્સ

જે લોકોએ પહેલાંથી જ આ ગેમ રમી છે તેમના માટે નવી ગેમમાં કોઈ ખાસ સેટિંગના ફેરફાર નથી. હોમસ્ક્રીનથી લઈને ગેમપ્લે દરમિયાન જૂની ગેમ જેવો જ એક્સપિરિઅન્સ મળે છે. ગેમ પહેલાં એક વોર્નિંગ મળે છે તે મુજબ- આ એક રિયલ વર્લ્ડ બેઝ્ડ ગેમ નથી. વર્ચ્યુઅલ ગેમમાં તમારે સર્વાઈવ કરવાનું છે.

2GBરેમ ધરાવતાં ફોનમાં પણ સપોર્ટ કરશે
ક્રાફ્ટને કહ્યું હતું કે, એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ અથવા ત્યારબાદની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આ ફોન સપોર્ટ કરશે. ગેમ રમવા માટે ફોનની રેમ મિનિમમ 2GB હોય તે જરૂરી છે.

ડેટા સિક્યોરિટી પ્રાયોરિટી
પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીની પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી ક્રાફ્ટને આ વખતે ગેમમાં અનેક ફેરફાર કર્યા છે. કંપની સુનિશ્ચિત કરશે કે યુઝરની પ્રાઈવસીનો ભંગ ન થાય અને ડેટા કલેક્શન ભારતમાં જ થાય.

અન્ય સમાચારો પણ છે...