• Gujarati News
  • Utility
  • Gadgets
  • Battery powered, Transparent And Rollable TV Will Be Launched In 2022, And You Can Enjoy Entertainment Even Outside The Home By Charging

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:2022માં બેટરીવાળા, ટ્રાન્સપરન્ટ અને રોલેબલ ટીવી લોન્ચ થશે, ચાર્જ કરીને ઘરની બહાર પણ એન્ટરટેઈનમેન્ટની મજા માણી શકશો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું થવાનું છે. ટીવીએ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, કલર ટીવી, HD ટીવીથી લઈને સ્માર્ટ ટીવી સુધીની સફર કરી છે. હવે તેનાથી આગળ ટીવીમાં શું-શું ફેરફાર થશે, તેના વિશે જાણો. ટીવીમાં આ વર્ષે થતા ફેરફારની વાત કરીએ તો તેમાં બેટરીવાળા ટીવી, 8K ટીવી, ટ્રાન્સપરન્ટ ટીવી અને હોલોગ્રાફિક્સ ટીવીનો સમાવેશ થાય છે. એક નજર કરીએ નવી ટીવી ટેક્નોલોજી પર.

બેટરીવાળા ટીવી
ટીવી જોવા માટે પ્લગ ઓન કરવાનો એક જરૂરી ટાસ્ક છે. કલ્પના કરો કે જો ટીવીમાં બિલ્ટ ઈન બેટરી મળી જાય તો કેવું રહેશે? 2022માં એવા ઘણા સ્માર્ટ ટીવી લોન્ચ થઈ શકે છે જે બેટરીથી સજ્જ હશે. જેને એક વખત ચાર્જ કરવા પર આખો દિવસ તમે ટીવી જોઈ શકો છો, પછી ભલે લાઈટ હોય કે ન હોય તમે તમારા મનપસંદ વીડિયો અને વેબસિરીઝને ફૂલ એન્જોયની સાથે જોઈ શકશો.

8K ટીવી પર નજર હશે
2022માં મોટાભાગના સ્માર્ટ ટીવી બ્રાન્ડ્સનું ફોકસ 8K રિઝોલ્યુશન જ રહેશે. 2022માં તેની કિંમતોમાં કંઈ ખાસ ઘટાડો જોવા નથી મળ્યો. સ્માર્ટ ટીવીની સાઈઝમાં ઘણો ફેરફાર જોવા મળશે, સ્ક્રીન સાઈઝ મોટી થઈ જશે. સ્ક્રીન સાઈઝ વધવાની સાથે સ્ક્રીનનું બ્રાઈટનેસ લેવલ પણ વધી જશે.

ટ્રાન્સપરન્ટ ટીવી અને હોલોગ્રાફિક્સ ટીવી
2022માં હોલોગ્રાફિક અને ટ્રાન્સપરન્ટ ટીવીનો ટ્રેન્ડ વધતો જોવા મળશે. ટ્રાન્સપરન્ટ ટીવીની ઘણી પેટન્ટ અમને 2021માં જોવા મળી છે. LG અને સેમસંગ જેવી ઘણી બ્રાન્ડ્સ તેના પર કામ પણ કરી રહી છે.

રોલેબલ ટીવી
2022માં આપણે રોલેબલ ટીવીનો ટ્રેન્ડ પણ ઝડપથી વધતો જોઈશું કારણ કે 2021માં જ LGએ પોતાની R સિરીઝ ટીવી લોન્ચ કર્યું છે જે રોલેબલ ટીવીનું એક ઉત્તમ ઉદાહરણ છે. સેમસંગ અને શાઓમી જેવી બ્રાન્ડ પણ આ ટ્રેન્ડ પર કામ કરી રહી છે અને ઘણી એવી પેટન્ટ પણ સામે આવી છે જેમાં રોલેબલ ટીવીની વાત કરવામાં આવી રહી છે.