તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની માહિતી માટે નકલી એપ-નંબરોથી બચીને રહો, જાણો વેરિફાય અકાઉન્ટ-એપ્સનું કમ્પલિટ લિસ્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઈરસની માહિતી આપતાં અનેક પ્લેટફોર્મ લોન્ચ કર્યાં છે. લોકડાઉનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. તેવામાં નકલી વ્હોટ્સએપ હેલ્પલાઈન નંબરો પણ વહેતા થયા છે. તેનાથી બચીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. આ તમામ પ્લેટફોર્મ કયા છે અને તે કેવી માહિતી આપે છે તેની વિગતો નીચે પ્રમાણે છે:

એપ: કોરોના કવચ

અપ્લાય: પ્લે સ્ટોર પર Corona Kavach એપ ડાઉનલોડ કરો. મોબાઇઈલ નંબર સબમિટ કરી અકાઉન્ટ જનરેટ કરો.

એપ વર્ક: આ એપ લોકેશનના આધારે કોરોનાવાઈરસના ચેપિત લોકોને ટ્રેક કરી યુઝર્સને અલર્ટ આપે છે. જો યુઝર ચેપિત વિસ્તારમાં અથવા તેની આજુબાજુના વિસ્તારમાં ટ્રાવેલ કરે તો તેને અલર્ટ આપે છે. આ એપ કોરોનાવાઈરસને લગતા આંકડાંઓની જાણકારી પણ આપે છે.

ટેલિગ્રામ પર ભારત સરકાર

અપ્લાય: ટેલિગ્રામ એપ પર ‘MyGov Corona Newsdesk’ સર્ચ કરી Join પર ક્લિક ––––

વર્કિંગ: આ ગ્રૂપ કોરોનાથી જોડાયેલી ખબરો આપે છે અને અફવાહોથી જાગૃત કરે છે. તેમાં યુઝર વર્ક ફ્રોમ હોમ ટિપ્સ, ઘરે બેઠાં અભ્યાસ જેવી અનેક ટિપ્સ પણ જોઈ શકે છે. આ ગ્રૂપ માં અત્યાર સુધી 7.8 લાખ મેમ્બર્સ જોડાયા છે.

વ્હોટ્સએપ પર WHO

કેવી રીતે ઉપયોગ કરશો?: +41798931892 નંબર સેવ કરી વ્હોટ્સએપમાં આ નંબર પર ‘Hi’ લખી મેસેજ ટાઈપ કરવાનો રહેશે.
માહિતી: આ નંબર એક ચેટબોટ છે. તે વાઈરસથી જોડાયેલાં આંકડાઓની માહિતી, ડોનેશન, વાઈરસથી જોડાયેલાં ભ્રમ અને સાવચેતીના પગલા સહિતની અનેક જાણકારી આપે છે.

ફેસબુક પર ભારત સરકાર

અપ્લાય: ફેસબુક પર MyGov Corona Hub સર્ચ કરી આ પેજ લાઈક કરી મેસેન્જર એપમાં જઈને ‘Get Started’ પર ક્લિક કરવાનું રહેશે.

શું માહિતી આપશે: આ પેજ ઈમર્જન્સીના નંબર અને ઈમેઈલની માહિતી આપશે. તેના પર યુઝર કોરોનાથી જોડાયેલા સવાલે પણ પૂછી શકશે.

વ્હોટ્સએપ પર ભારત સરકાર
અપ્લાય: 9013151515 નંબર સેવ કરી ‘Namaste’ મેસેજ સેન્ડ કરવાનો રહેશે.
શું માહિતી મળશે: હેલ્પલાઈન નંબર, કોરોના કેસોના આંકડા, વાઈરસથી જોડાયેલી જાણકારી, વાઈરસનું જોખમ ઓછું કરવાના ઉપાયો સહિતની અનેક માહિતી મળી રહેશે.
 

અન્ય પ્લેટફોર્મ
કોરોના સંબંધિત સવાલો પૂછવા અહીં પણ પૂછી શકાશે:

નેશનલ હેલ્પલાઈન નંબર: 011-23978046
ટોલ ફ્રી નંબર: 1075

ઈમેઈલ આઈડી: ncov2019@gov.in

અન્ય સમાચારો પણ છે...