સાવધાન:આ 21 ગેમિંગ એપ્સનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, અવાસ્ટે તેને મલેશિયસ જાહેર કરી કહ્યું- તે ડાઉનલોડ થતાં જબરદસ્તી યુઝરને જાહેરાતો દર્શાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એડવેર બળજબરી પૂર્વક યુઝરની ઈચ્છા વિરુદ્ધ જાહેરાતો દર્શાવાનું કામ કરે છે
  • એડવેર ધરાવતી 21 ગેમિંગ એપ્સને 80 લાખ ડાઉનલોડ મળ્યા છે

જો તમે ગેમિંગ લવર્સ છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સાયબર સિક્યોરિટી ફર્મ અવાસ્ટે ગૂગલ પ્લે સ્ટોર પર 21 મલેશિયસ (એક પ્રકારની ખામી ધરાવતી) એપ્સની ઓળખ કરી છે. આ તમામ એપ્સ એડવેર ધરાવતી હતી. આ એપ્સ પોતે ટાઈમપાસ અને મજેદાર કનેટન્ટ ધરાવે છે તેવી ઓળખ આપીને એક્ચ્યુલી યુઝરની ઈચ્છા વિરુદ્ધ બળજબરી પૂર્વક જાહેરાતો દર્શાવે છે. તે યુઝરને આ જ પ્રકારની અન્ય ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરવા માટે આકર્ષિત કરે છે. લગભગ બધી એપ્સ ડાઉનલોડ માટે હજુ પણ પ્લે સ્ટોપ પર અવેબેલ છે.

અવાસ્ટ દ્રારા ઓળખ કરાયેલી આ 21 એપ્સ એડવેર કેટેગરીમાં છે. જોકે આ એપ અને ગેમ્સ કોઈ ડેટા ચોરી કરતા નથી કે કોઈ સંવેદનશીલ ગતિવિધિઓ કરતા નથી, તો પણ રેવેન્યૂ જનરેટ કરવા માટે તે યુઝરને બળજબરી પૂર્વક જાહેરાતો દર્શાવે છે. એક વાર જ્યારે આ એપ ડાઉનલોડ થઈ જાય છે તો તે પોતાનું કામ શરૂ કરી દે છે.

અત્યાર સુધીમાં તેને 80 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી

  • સેન્સર ટાવરના આંકડા અનુસાર, અત્યાર સુધી આ એપ અને ગેમ્સને આશરે 80 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. કેટલાક યુઝર્સે જણાવ્યું કે આ એપ્સમાંથી કેટલીક એપ્સના ડાઉનલોડ પેજ પર યુટ્યુબની જાહેરાતોનાં માધ્યમથી તેમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જે હાલની ગેમ્સ કરતાં વધારે સારી અને અલગ ગેમના દાવા કરતી હતી. ગેમ્સ ડાઉનલોડ કર્યા બાદ સ્માર્ટફોન જાહેરાતોથી ભરાઈ જતો હતો.
  • એડવેર ડેવલપર્સ લાંબા સમયથી સોશિયલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે યુઝરનો રિપોર્ટ છે કે તેમને યુટ્યુબ પર ગેમ્સને વેગ આપનાર જાહેરાતો માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અવાસ્ટના થ્રેટ એનાલિસ્ટ જેકબ વાવરાએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં ટિકટોકનાં માધ્યમથી એડવેરનું વિસ્તરણ થયું હતું.

હવે ડિવાઈસથી તેને દૂર કરવું મુશ્કેલ
આ પ્રકારના સોફ્ટવેર પોતાને એક સુરક્ષિત અને ઉપયોગી એપ્લિકેશન કરીકે દર્શાવે છે, પરંતુ તેઓ અનવોન્ટેડ જાહેરાતો દર્શાવે છે. યુઝર્સ સ્માર્ટફોનમાં તેને દૂર ન કરી શકે તેના માટે તેના આઈકોનને હાઈડ કરવામાં આવે છે અને રિલેવન્ટ અપિયરન્સ સાથે જાહેરાતો દર્શાવવામાં આવે છે. તેથી તેની ઓળખ કરવી અને રિમૂવ કરવી મુશ્કેલ બને છે.

અવાસ્ટે આ એડવેર એપ્સની ઓળખ કરી
રિપોર્ટ અનુસાર, અવાસ્ટ દ્વારા લિસ્ટ કરાયેલી 21 એપ્સની તપાસ ચાલી રહી છે. શૂટ ધેમ, ક્રશ કાર, રોલિંગ સ્ક્રોલ, અસાસિયન લીજેન્ડ, હેલિકોપ્ટર શૂટ, હેલિકોપ્ટર અટેક રગ્બી પાસ, આયરન ઈટ, ફ્લાઈંગ સ્કેટબોર્ડ, શૂટિંગ રન, પ્લાન્ટ મોન્સ્ટર, ફાઈન્ડ હિડન, ફાઈન્ડ 5 ડિફરન્સિસ, રોટેટ શેપ, જમ્પ જમ્પ, ફાઈન્ડ ધ ડિફરન્સિસ પઝલ ગેમ, સ્વે મેન, મની ડિસ્ટ્રોયર, ડેઝર્ટ અગેન્સ્ટ, ક્રીમ ટ્રિપ અને પોપ્સ રેસ્ક્યૂ ગેમ્સ એડવેર ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...