ઓટો રિપ્લાય (Auto Reply) ઘણું કામનું ફિચર છે, જે ઈમેલ ક્લાઈન્ટ, આઉટલુક, જીમેલ જેવા પ્લેટફોર્મ પર જોવા મળે છે. વ્હોટ્સએપ, સિગ્નલ, અને ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં આ પ્રકારના ફિચર આપવામાં આવતા નથી. ઓટો રિપ્લાય ફિચર દ્વારા કોઈ મેસેજનો રિપ્લાય એક નક્કી કરેલા મેસેજથી કરી શકાય છે. તેને કસ્ટમ મેસેજ પણ કહી શકાય છે, જેને તમે ત્યારે સેટ કરો છો જ્યારે તમે ક્યાંક દૂર અથવા બહાર હોવ છો. તેના માટે તમારે ફોન રિસીવ કરવાની પણ જરૂર નથી પડતી અને તમે જે પણ મેસેજ સેટ કર્યો હશે તે રિપ્લાય બનીને સેન્ડ થઈ જશે.
આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઓટો રિપ્લાય ફિચરનો ઉપયોગ વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર અને અન્ય મેસેજિંગ એપ્સ પર કરી શકો છો. પહેલાથી જ આ ફિચર આ એપ્સમાં ઈન-બિલ્ટ એટલે પહેલાથી નથી, તેથી તેનો ઉપયોગ કરવા માટે આપણે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવો પડશે.
Auto-Replyનો ઉપયોગ કરવા માટે યુઝર્સે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.